Maharashtra: MPCB એ નાગપુરના થર્મલ પાવર સ્ટેશનને તળાવમાં રાખ ન નાખવાનો આપ્યો નિર્દેશ
એમપીસીબીના નાગપુરના પ્રાદેશિક અધિકારી એ. એમ કારેએ અઠવાડિયાની શરૂઆતમાં કેટીપીએસને એક પત્ર મોકલ્યો હતો, જેમાં તેમણે ચેતવણી આપી હતી કે બોર્ડ જો નિર્દેશનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો "યોગ્ય કાનૂની કાર્યવાહી" શરૂ કરશે.
મહારાષ્ટ્ર (Maharashtra) પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (MPCB) એ સ્થાનિક રહેવાસીઓની ફરિયાદને પગલે નાગપુર જિલ્લામાં ખાપરખેડા થર્મલ પાવર સ્ટેશન (KTPS) ને નંદગાંવ ગામ ખાતેના જળાશયમાં રાખનો ગારો ન ફેંકવા માટે નિર્દેશ આપ્યો છે. એમપીસીબીના નાગપુરના પ્રાદેશિક અધિકારી એ. એમ કારેએ આ અઠવાડિયાની શરૂઆતમાં કેટીપીએસને એક પત્ર મોકલ્યો હતો જેમાં તેમણે ચેતવણી આપી હતી કે જો તે આ સૂચનાનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો બોર્ડ ‘યોગ્ય કાનૂની કાર્યવાહી’ શરૂ કરશે.
નંદગાંવના રહેવાસીઓએ મહારાષ્ટ્ર સરકારને ફરિયાદ કરી હતી કે ‘થર્મલ પાવર પ્લાન્ટ’ દ્વારા તળાવમાં ફેંકવામાં આવતી રાખની સ્લરી હવા અને જળ પ્રદૂષણમાં વધારો કરી રહી છે અને તેમના માટે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની રહી છે.
બોર્ડે કેટીપીએસને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “એમપીસીબીને નંદગાંવ ખાતેના તળાવમાં રાખ પરવાનગી વિના અથવા કોઈપણ સાવચેતીનાં પગલાં વિના ફેકવા અંગેની વિવિધ ફરિયાદો મળી છે, જેના પરિણામે આસપાસના વિસ્તારમાં પાણી અને વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે.” આ તદનુસાર, બોર્ડના અધિકારીઓએ નંદગાંવ તળાવનું નિરીક્ષણ કર્યું અને જાણવા મળ્યું કે પ્રદૂષણ નિયંત્રણની વ્યવસ્થા કર્યા વિના રાખનો ગારો ત્યાં ફેંકવામાં આવી રહ્યો છે.
જળ પ્રદૂષણને લઈને 100 ઔદ્યોગિક એકમો પર 186 કરોડનો દંડ
એનજીટીએ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તારાપુર એમઆઈડીસી વિસ્તારમાં લગભગ 100 ઔદ્યોગિક એકમોને કુલ 186 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. એનજીટીએ આ એકમો સામે આ કાર્યવાહી ક્ષેત્રના જળાશયોમાં સારવાર ન કરાયેલો દુષિત કચરો ઠાલવીને જળાશયોને પ્રદુષિત કરવા માટે કરી છે. અને તેમને પર્યાવરણીય વળતર ચૂકવવા કહ્યું છે.
24 જાન્યુઆરીએ એનજીટી દ્વારા પસાર કરાયેલા આદેશમાં આ પ્રકારના અપરાધ કર્યા બાદ પણ ઔદ્યોગિક એકમો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પણ ટકોર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ED દ્વારા તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, તેથી આ એકમોને પ્રોત્સાહન મળ્યું હતું અને તેઓએ નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખ્યું હતું.
એમઆઈડીસીને પણ ફટકાર્યો બે કરોડનો દંડ
તેમાં કહેવામાં આવ્યું છે કે ઈડી પીએમએલએ હેઠળ સંકુચિત અવકાશમાં કામ કરી રહી છે, જોકે કાયદાની મર્યાદા 2013 માં સુધારા બાદ વિસ્તૃત કરવામાં આવી હતી. આ સાથે, એનજીટીએ મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (MPCB) ના અધિકારીઓની અત્યંત બેદરકારી અને ઢીલી નીતી, અપ્રમાણિક વર્તન અને ફરજ પ્રત્યે નિષ્ઠાના અભાવ માટે પણ તેમની આલોચના કરી અને તેમને કામને ગંભીરતાથી લેવાની સલાહ આપી.
આ પણ વાંચો : Republic Day parade 2022 : શ્રેષ્ઠ રાજ્યની ઝાંખીમાં ઉતરપ્રદેશ, લોકપ્રિય પસંદગીની શ્રેણીમાં મહારાષ્ટ્ર જીત્યું