કોરોનાના કહેર વચ્ચે આ રાજ્યમાં આજથી મિની લોકડાઉન શરૂ, જાણો સમગ્ર વિગત

મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 44 હજાર 388 નવા કેસ નોંધાયા છે. જ્યારે 12 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. બીજી તરફ ઓમિક્રોનના કેસ પણ વધીને 1216 થયા છે.

કોરોનાના કહેર વચ્ચે આ રાજ્યમાં આજથી મિની લોકડાઉન શરૂ, જાણો સમગ્ર વિગત
mini lockdown impose in maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 2:30 PM

Maharashtra Lockdown:  મહારાષ્ટ્રમાં કોરોનાના(Corona Case)  વધતા સંક્રમણ અને ઓમિક્રોનની(Omicron)  વધતી જતી આફતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આજથી કોરોનાની નવી માર્ગદર્શિકા(Corona Guidelines) હેઠળ નવા નિયમો અને નિયંત્રણો લાગુ કર્યા છે. આજથી દિવસ દરમિયાન કલમ 144 અમલમાં છે અને રાત્રે 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી કર્ફ્યુ અમલમાં છે.

મહારાષ્ટ્રમાં આજથી કડક પ્રતિબંધો લાગુ

મહારાષ્ટ્રમાં આજથી કોરોના સંબંધિત નવા નિયમો અને નિયંત્રણો લાગુ થઈ ગયા છે. રાજ્યમાં આજથી કલમ 144 લાગુ પણ લાગુ કરવામાં આવી છે. આ નવા નિયંત્રણો નુજબ, શાળા કોલેજો 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. ઉપરાંત મુસાફરીને લગતા નવા નિયમો પણ અમલમાં આવ્યા છે. આ અંતર્ગત ડોમેસ્ટિક ફ્લાઈટ, ટ્રેન, રોડ પર મુસાફરી માટે 75 કલાક પહેલા Rt-Pcr રિપોર્ટ અથવા સંપૂર્ણ રસીકરણ હોવું જરૂરી રહેશે.તેમજ મુંબઈ લોકલ ટ્રેન અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવા માટે સંપૂર્ણ રસીકરણ (Fully Vaccination) કરાવવું જરૂરી રહેશે.

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના (Corona Case in Maharashtra) 44 હજાર 388 નવા કેસ નોંધાયા છે. જ્યારે 12 લોકોના મોત થયા છે. બીજી તરફ પુણેમાં પણ કોરોના સંક્રમણ એક દિવસમાં બમણું થઈ ગયુ છે. રવિવારે પુણેમાં (Pune) 4 હજાર 29 કેસ નોંધાયા હતા. તેમજ એક દર્દીનું મોત થયું હતું. જો શનિવારની વાત કરવામાં આવે તો પૂણેમાં 2475 કેસ નોંધાયા હતા. ઉપરાંત નાગપુર જિલ્લામાં પણ કોરોનાએ માથુ ઉંચક્યુ છે. નાગપુર જિલ્લામાં હાલ 3345 એક્ટિવ કેસ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મુંબઈના ધારાવીએ ફરી ચિંતા વધારી

મુંબઈમાં છેલ્લા ચાર દિવસથી કોરોના કેસ વીસ હજારને પાર પહોંચી ગયા છે. ત્રણ દિવસ સુધી આંકડો વીસ હજારને વટાવી રહ્યો હતો પરંતુ રવિવારે અહીં 19 હજાર 474 કેસ મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તમને જણાવી દઈએ કે, મુંબઈના (Mumbai) ધારાવી, દાદર અને માહિમમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે. શનિવારે ધારાવીમાં 147 કેસ નોંધાયા હતા. જ્યારે દાદર અને માહિમમાં 213 અને 214 કેસ નોંધાયા છે. હાલમાં, ધારાવીમાં પોઝિટિવિટી રેટ 21 ટકા જેટલો છે.

આ પણ વાંચો: કોરોનાનો અજગરી ભરડો: મુંબઈમાં 18 IPS ઓફિસર સહિત 114 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવતા ખળભળાટ

g clip-path="url(#clip0_868_265)">