માખન સિંહ મર્ડર કેસ : પંજાબ-મહારાષ્ટ્ર ATSએ મુંબઈમાંથી 3 ગેંગસ્ટરની કરી ધરપકડ, પૂછપરછ માટે લઈ જવાશે પંજાબ

અધિકારીઓના જણાવ્યા મુજબ મુંબઈ ATS અને પંજાબ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની ટીમે તેમને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. જેમાં ટીમે દરોડો પાડતા જ ગુનેગારો ભાગવા લાગ્યા હતા. જો કે, ટાસ્ક ફોર્સની ટીમે તેમને ઝડપી લીધા હતા.

માખન સિંહ મર્ડર કેસ : પંજાબ-મહારાષ્ટ્ર ATSએ મુંબઈમાંથી 3 ગેંગસ્ટરની કરી ધરપકડ, પૂછપરછ માટે લઈ જવાશે પંજાબ
Makhan Singh murder case: Punjab-Maharashtra ATS arrests 3 gangsters from MumbaiImage Credit source: simbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 7:34 AM

પંજાબના માખન સિંહ હત્યા કેસમાં પોલીસે સોમવારે ત્રણ કુખ્યાત ગેંગસ્ટરોની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના મુંબઈથી ગેંગસ્ટરોની ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંજાબ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ અને મહારાષ્ટ્ર ATS બંનેએ સંયુક્ત રીતે ગેંગસ્ટરોને પકડવા માટે દરોડા પાડ્યા હતા.જેમા ત્રણ ગેંગસ્ટરો પંજાબના રહેવાસી હોવાનું સાબિત થયું છે. અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ ત્રણેય ગુનેગારો બબ્બર ખાલસા ચીફ હરવિંદર સિંહ રિંડા અને સોનુ ખત્રી ગેંગ સાથે સંકળાયેલા છે. સાથે એવુ પણ કહેવાય છે કે ત્રણેય ગેંગસ્ટરો પર હત્યા જેવા ગંભીર આરોપ છે. તેઓ નવાશહેર વિસ્તારમાં માખન સિંહની હત્યા કરીને ભાગી ગયા હતા. પંજાબ પોલીસ ઘણા દિવસોથી તેને શોધી રહી હતી. પરંતુ, તેઓનો પત્તો લાગ્યો ન હતો. આ પછી તેને પકડવાનું કામ પંજાબ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સને સોંપવામાં આવ્યું હતું. સોનુ ખત્રી ગેંગના આ ત્રણેય આરોપીઓ આંતરરાષ્ટ્રીય ફરાર આતંકવાદી હરવિંદર સિંહ રિંડાના સંપર્કમાં રહેતા અને મુંબઈ નજીક આવેલા કલ્યાણ જિલ્લાના આબિવલી પહોંચ્યા હતા. આ ત્રણ આરોપીઓના નામ શિવમ સિંહ, ગુરમુખ સિંહ અને અમનદીપ કુમાર છે.

ગુનેગારો મુંબઈમાં છુપાયા હોવાની માહિતી

અધિકારીઓના જણાવ્યા મુજબ, તેમને માહિતી મળી હતી કે ગુનેગારો મુંબઈમાં છુપાયેલા છે. આ પછી મહારાષ્ટ્ર ATS અને પંજાબ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની ટીમે તેમને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. જેમાં ટીમે દરોડો પાડતા જ ગુનેગારો ભાગવા લાગ્યા હતા. જો કે, ટાસ્ક ફોર્સની ટીમે તેમને ઝડપી લીધા હતા. ગુનેગારોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગુનેગારો પંજાબ છોડીને ભાગી ગયા હતા

એવું કહેવાય છે કે પંજાબ એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સે ગુનેગારોને પકડવા માટે તેમના કોલ રેકોર્ડ્સ સ્કેન કર્યા હતા. ગેંગસ્ટરોની સાથે સંકળાયેલા અન્ય ગુનેગારોને પણ કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી ખબર પડી કે ગુનેગારો પંજાબ છોડીને ભાગી ગયા છે. પરંતુ, તેઓ ક્યાં ગયા છે, આ માહિતી હજી ઉપલબ્ધ નથી. પરંતુ, એક દિવસ તેને માહિતી મળી કે તે મુંબઈમાં રહે છે. આ પછી તેણે મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો હતો અને તેમની શોધખોળ શરુ કરી હતી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ત્રણેય સામે અનેક ગુના નોંધાયેલા છે

અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેંગસ્ટરની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે. તેણે પંજાબના જુદા જુદા વિસ્તારોમાં અનેક ગુનાહિત ઘટનાઓને અંજામ આપ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી તેની શોધખોળ ચાલી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ગુનેગારોને પંજાબ લાવવામાં આવશે અને તેમની પૂછપરછ કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">