મુંબઈ પોલીસને મળ્યો ધમકીભર્યો ફોન, 1993 જેવા વિસ્ફોટ કરી નિર્ભયા જેવી ઘટનાને અપાશે અંજામ
મળતી માહિતી અનુસાર, કેસ હાથમાં આવતા જ મુંબઈ ATSએ એક યુવકની ધડપકર કરી છે. જો કે તે માણસે એટીએસને કોઈ પણ પ્રકારની માહિતી આપવાની ના પાડી હતી.
મુંબઈ પોલીસને એક હોક્સ કોલ આવ્યો છે. જેમાં ફોન કરનારે વ્યક્તિએ કહ્યું કે મુંબઈમાં ફરી એક વાર 1993 જેવા વિસ્ફોટ થશે. સાથોસાથ નિર્ભયા જેવી ઘટનાઓ પણ થશે. ફોન કરનારે વ્યક્તિએ દાવો કર્યો હતો. કે આ પ્રકારની ઘટનાઓ 2 મહિનાની અંદર મુબંઈના મહિમ, ભીંડી બજાર, નાગપાડા, મદનપુરા જેવા વિસ્તારોમા થશે. આ પ્રકારની ઘટનાને અંજામ આપવા માટે અન્ય રાજ્યોમાંથી લોકોને બોલાવવામાં આવ્યા છે. મુંબઈ પોલીસને કંટ્રોલ રૂમમાં મળેલા આ હોક્સ કોલને, પોલીસે ગંભીરતા પૂર્વક લેતા મુંબઈ મહાનગરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ કેસની તપાસ મુંબઈ એટીએસને સોંપવામાં આવી છે. જેથી આરોપીને જલદીથી પકડી શકાય અને દેશ અને રાજ્યમાં આવા પ્રકારની દુર્ઘટના થતા અટકાવી શકાય.
મળતી માહિતી અનુસાર, કેસ હાથમાં આવતા જ મુંબઈ ATSએ એક યુવકની ધડપકડ કરી છે. જો કે તે માણસે એટીએસને કોઈ પણ પ્રકારની માહિતી આપવાની ના પાડી હતી., પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે આ યુવકને ત્યાથી પોલીસ કંટ્રોલ રૂમને કોલ કરવામાં આવ્યો હતો. હાલમાં એટીએસે ઈલેક્ટ્રોનિક અને મેન્યુઅલ સર્વેલન્સની મદદથી કોલ કરનારની માહિતીને એકત્ર કરવાની કોશિશ શરૂ કરી છે. આ ઘટના માટે ATSએ જેલની અંદર અને બહાર કેટલાક રીઢ્ઢા ગુનેગારોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે
આઝાદ મેદાન પોલીસે જણાવ્યું કે એટીએસે તપાસ કર્યા પછી તેને પોલીસને સોંપી દીધો હતો. સાથે જ પોલીસ પણ જરૂરી ઔપચારિકતા પૂરી કરીને તેને આજે કોર્ટમાં રજૂ કરશે. જ્યાંથી તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લેવાનો પ્રયાસ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર ટુંક સમયમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.અને તેની કસ્ટડી રિમાન્ડ પર લેવાનો પ્રયાસ કરવામાં આવશે. જેનાથી ધમકી ભર્યા કોલ કોણે કર્યો હતો તેની પૂરતી માહિતી મેળવી શકાય અને રાજ્યમાં આવી ઘટનાઓ થતા રોકી શકાય.