AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: વર્ધા નદીમાં ભયાનક નાવ દુર્ઘટના, નાવ પલટી જવાથી 11 લોકો ડૂબ્યા, અત્યાર સુધીમાં મળ્યા 3 મૃતદેહો

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં હોડી પલટી જતાં 11 લોકો ડૂબી ગયા છે. આ તમામ લોકો વર્ધા નદીમાં હોડીમાં જઈ રહ્યા હતા. આ બધા લોકો તેમના એક સંબંધીના અંતિમ સંસ્કાર બાદ દશાની વિધી માટે આવ્યા હતા.

Maharashtra: વર્ધા નદીમાં ભયાનક નાવ દુર્ઘટના,  નાવ પલટી જવાથી 11 લોકો ડૂબ્યા, અત્યાર સુધીમાં મળ્યા 3 મૃતદેહો
Wardha Boat Accident
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 6:27 PM
Share

મહારાષ્ટ્ર (Maharashtra)ના અમરાવતી જિલ્લામાં હોડી પલટી જતા 11 લોકો ડૂબી ગયા છે. આ તમામ લોકો વર્ધા નદીમાં હોડીમાં જઈ રહ્યા હતા. આ 11 લોકો તેમના એક સંબંધીના અંતિમ સંસ્કાર બાદ દશાની વિધી માટે આવ્યા હતા. સોમવારે દશાની વિધી પૂર્ણ કર્યા બાદ આજે (મંગળવાર, 14 સપ્ટેમ્બર) તે બધા મહાદેવના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા.

આ દરમિયાન બોટ ડૂબી ગઈ અને 11 લોકો નદીમાં ડૂબી ગયા. અત્યાર સુધી ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ લોકો હોડીમાં સવાર હતા, તે સમયે નદીમાં પાણી ઓછું હતું, પરંતુ જ્યારે તેઓ હોડીમાં આગળ ગયા, ત્યારે નદીનું પાણીનું સ્તર અચાનક વધી ગયું અને બોટ ડૂબી ગઈ. આ તમામ લોકો એક જ પરિવારના સભ્યો હતા. ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને બાકીના આઠ લોકોની શોધખોળ ચાલુ છે. અકસ્માત સવારે અગિયાર વાગ્યે થયો હતો. હોડીમાં સવાર તમામ લોકો મટરે પરિવારના હતા.

આ તમામ લોકો તેમના એક સંબંધીના દશક્રીયા (દશાની વિધિ) માટે ગાડેગાંવ નામની જગ્યાએ આવ્યા હતા. દશાની વિધિ પૂર્ણ કર્યા પછી બધા લોકો ભગવાન મહાદેવના દર્શન કરવા માટે વર્ધા નદીમાં એક હોડી પર સવાર થઈને નિકળ્યા હતા. આવી સ્થિતિમાં અચાનક નદીમાં પાણીનું સ્તર વધી ગયું અને હોડી પલટી જવાના કારણે અગિયાર લોકો ડૂબી ગયા.

તમામ 11 સભ્યો એક જ પરિવારના હતા, 3ના મૃતદેહ મળી આવ્યા, બાકીના આ 8 લોકો સવાર હતા

આ અગિયાર લોકોમાં બહેન, ભાઈ, જમાઈનો સમાવેશ થાય છે. ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને બાકીના આઠ લોકો પણ ડૂબી ગયા હોવાની આશંકા છે. ડૂબી ગયેલાઓમાં એક મહિલા અને એક બાળકી પણ સામેલ છે.

સ્થાનિક લોકોની મદદથી બાકીનાને શોધવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે ત્રણ લોકોના મૃતદેહ મળ્યા છે, તેમના નામ નારાયણ મટરે (ઉંમર 45 વર્ષ, ગાડેગાંવ), વંશિકા શિવણકર (ઉંમર 2 વર્ષ, તિવસાઘાટ) અને કિરણ ખંડારે (ઉંમર 28 વર્ષ, લોણી) છે.

ઉલ્લેખનીય છે આ પહેલા આસામના (Assam) જોરહાટમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં 100 મુસાફરોને લઈને જઈ રહેલી બે બોટ બ્રહ્મપુત્રા નદી પર ટકરાઈ હતી. આ દુર્ધટના બાદ લગભગ 65 લોકો ગુમ થયા હતા, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. બંને બોટ જુદી જુદી દિશામાંથી આવી રહી હતી. એક બોટ જોરહાટના નિમતી ઘાટથી માજુલી જઈ રહી હતી, જ્યારે બીજી બોટ માજુલીથી જોરહાટ જઈ રહી હતી

આ પણ વાંચો :  નાળિયેરના પાંદડામાંથી બનાવવામાં આવી 31 ફૂટ ઉંચી ગણેશની મૂર્તિ ! બાપ્પાની અનોખી મુર્તિ બની આકર્ષણનું કેન્દ્ર

g clip-path="url(#clip0_868_265)">