Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: જોખમી શ્રેણીવાળા દેશમાંથી આવનારાઓએ 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે, ઓમિક્રોનને પગલે સરકાર સતર્ક

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને વૈશ્વિક ચિંતાઓ વચ્ચે BMCએ ઉચ્ચ જોખમવાળા દેશોમાંથી શહેરમાં આવતા લોકો માટે 7 દિવસ માટે હોમ-ક્વોરેન્ટાઇન કરવું ફરજિયાત બનાવ્યું છે.

Maharashtra: જોખમી શ્રેણીવાળા દેશમાંથી આવનારાઓએ 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે, ઓમિક્રોનને પગલે સરકાર સતર્ક
Symbolic Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 4:29 PM

મહારાષ્ટ્ર(Maharashtra)માં વિદેશથી આવેલા કેટલાક લોકોનો કોરોના રિપોર્ટ (Corona Report) પોઝિટિવ આવ્યો છે. નવા વેરિઅન્ટ(New variants)ને લઇને લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જેને લઇને મુંબઇ કોર્પોરેશન જોખમી શ્રેણીવાળા દેશમાંથી આવનારાને સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈન (Home Quarantine) રહેવાનું ફરજિયાત બનાવ્યું છે.

જોખમી શ્રેણીવાળા દેશ કયા ?

મહત્વનું છે કે કેન્દ્ર સરકારે ‘જોખમવાળા’ દેશોની યાદી જાહેર કરી છે. યુરોપિયન દેશો, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલ આ ‘જોખમવાળા’ દેશોમાં સામેલ છે. ઓથોરિટીની માર્ગદર્શિકા અનુસાર, રાજ્યમાં આવા મુસાફરોના આગમનના બીજા, ચોથા અને સાતમા દિવસે RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવશે.

જોખમવાળા દેશમાંથી આવનારા પર ખાસ નજર

આ છે IPL 2025નો સૌથી નાની ઉંમરનો કેપ્ટન, જુઓ ફોટો
ઘરમાં ગરોળીનું દેખાવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
તમારો ફોન એક મહિનામાં કેટલી વીજળી વાપરે છે?
Plant in pot : ઘરે કૂંડામાં ઉગાડો કૃષ્ણ કમળ ફૂલનો છોડ
આજનું રાશિફળ તારીખ : 16-03-2025
શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દરરોજ હજારો મુસાફરો અવરજવર કરે છે. આ સ્થિતિમાં મ્યુનિસિપલ ઓર્ડર જણાવે છે કે BMC એરપોર્ટ સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને, દરરોજ મુસાફરોની સૂચિ મેળવશે. જેઓ ‘ઉચ્ચ જોખમ’ અથવા ‘જોખમવાળા’ તરીકે વ્યાખ્યાયિત દેશોમાંથી આવે છે, તેમના પર ખાસ ધ્યાન રાખવામાં આવશે.

સાથે જ આ યાત્રીઓનું પૂરું સરનામું અને મોબાઈલ નંબર પણ યાદીમાં સામેલ કરવામાં આવશે. કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટની ગંભીરતાને પગલે BMCએ શુક્રવારે 7 દિવસ હોમ ક્વોરોન્ટાઇન રહેવાનો આદેશ જાહેર કર્યો હતો.

RT-PCR ટેસ્ટ 7 દિવસ પછી કરવામાં આવશે

BMCને આ યાદી દરરોજ સવારે 10 વાગ્યે ઉપલબ્ધ થશે, ત્યારબાદ તેનો સ્ટાફ મુસાફરોનો સંપર્ક કરશે અને તેમને આગામી 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાની સૂચના આપશે. અલગ આવાસના આદેશનું પાલન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને જો મુસાફરો તેનું ઉલ્લંઘન કરતા જણાય તો તેમને સરકાર સંચાલિત સંસ્થાઓમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

મહત્વનું છે ભારતમા અત્યાર સુધીમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટના ત્રણ કેસ નોંધાયા છે. કર્ણાટકમાં બે લોકોમાં ભારતમાં ઓમિક્રોનના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. જે બાદ ગુજરાતના જામનગરમાં પણ એક વૃદ્ધમાં ઓમિક્રોન વેરિઅન્ટ હોવાની પુષ્ટિ થઇ છે.

આ પણ વાંચોઃ કલમ 370 પુનઃસ્થાપિત કરવાની ઓમર અબ્દુલ્લાની માગ પર અમિત શાહે કહ્યું- આ કલમ 75 વર્ષથી લાગુ હતી, તો પછી શાંતિ કેમ ન હતી ?

આ પણ વાંચોઃ ડિસેમ્બર મહિનો માર્કેટમાં કમાણીનો મહિનો સાબિત થયો છે, જાણો આ વખતે રેકોર્ડ તૂટશે કે યથાવત રહેશે ?

g clip-path="url(#clip0_868_265)">