મહારાષ્ટ્રની ઠાકરે સરકારે સમીર વાનખેડેને આપ્યો વધુ એક ઝટકો, દારૂના ધંધા અંગે ખોટી માહિતી આપવા બદલ કેસ નોંધાયો

સગીર હોવા છતાં સમીર વાનખેડેએ પુખ્ત હોવાનું જણાવીને બાર ખોલવાનું લાયસન્સ મેળવ્યું હતું. રાજ્ય આબકારી વિભાગે આ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રની ઠાકરે સરકારે સમીર વાનખેડેને આપ્યો વધુ એક ઝટકો, દારૂના ધંધા અંગે ખોટી માહિતી આપવા બદલ કેસ નોંધાયો
Sameer Wankhede (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 7:06 PM

મુંબઈ NCBના ભૂતપૂર્વ ડિરેક્ટર (Former NCB Mumbai zonal director) અને IRS ઓફિસર સમીર વાનખેડેને (Sameer Wankhede) મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્ર રાજ્યના આબકારી વિભાગે તેમના સદગુરુ બાર અને રેસ્ટોરન્ટને લગતા દારૂના કારોબારને લગતી ખોટી માહિતી આપવા બદલ તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. થાણે જિલ્લાના કોપરી પોલીસ સ્ટેશનમાં સમીર વાનખેડે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. સગીર હોવા છતાં સમીર વાનખેડેએ પુખ્ત હોવાનો ડોળ કરીને બાર ખોલવાનું લાયસન્સ મેળવ્યું હતું. રાજ્ય આબકારી વિભાગે આ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે.

આરોપો અનુસાર, 1996-97માં સમીર વાનખેડેની ઉંમર 18 વર્ષથી ઓછી હતી. આ અર્થમાં, તે બારનું લાઇસન્સ મેળવવા માટે હકદાર ન હતા. પરંતુ સમીર વાનખેડેએ થાણે સ્થિત તેના સદગુરુ બાર અને રેસ્ટોરન્ટના નામે લાઇસન્સ મેળવવા માટે સ્ટેમ્પ પેપર પર પોતાની  ઉંમર ખોટી લખી હતી. એટલે કે, પોતાની વિશે ખોટી માહિતી આપીને છેતરપિંડી કરી.

આ મામલે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમની સામે કલમ 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 17 વર્ષની ઉંમરે, રાજ્ય આબકારી વિભાગે વાનખેડેને પોતાના નામે બારનું લાઇસન્સ લેવાના આરોપમાં કારણ બતાવો નોટિસ ફટકારી હતી. આ પછી હવે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

હોટેલનું લાયસન્સ પહેલા જ રદ કરવામાં આવ્યું છે, હવે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે

આ દરમિયાન થાણે જિલ્લા મેજિસ્ટ્રેટે 2જી ફેબ્રુઆરીએ જ સમીર વાનખેડેના નામે ચાલતા સદગુરુ બાર અને રેસ્ટોરન્ટનું લાયસન્સ રદ કરી દીધું છે. NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ બાર અને રેસ્ટોરન્ટ નવી મુંબઈના વાશીમાં સ્થિત છે.

આબકારી વિભાગના જણાવ્યા અનુસાર, વાશીમાં સદગુરુ બાર એન્ડ રેસ્ટોરન્ટનું લાયસન્સ 27 ઓક્ટોબર 1997ના રોજ આપવામાં આવ્યું હતું. થોડા સમય પછી તે રીન્યુ કરવામાં આવ્યું હતું. આ લાઇસન્સ 31 માર્ચ 2022 સુધી ચાલવાનું હતું. પરંતુ હાલ પૂરતું તેને લગતું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. લાયસન્સ કેન્સલ થવાને કારણે હવે તેને રિન્યુ કરી શકાશે નહીં. આ રેસ્ટોરન્ટ અને બારમાં દેશી અને વિદેશી દારૂના વેચાણની છૂટ હતી.

આ પણ વાંચો :  Maharashtra: BJP નેતા દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પર કર્યા પ્રહાર, BMC ને ગણાવ્યો ‘ કૌભાંડીઓનો અડ્ડો’

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">