Maharashtra: સ્પેશિયલ NIA કોર્ટે CBIને સચિન વાજેની પૂછપરછ કરવાની આપી મંજૂરી, 15 અને 16 ફેબ્રુઆરીએ થશે પૂછપરછ

વિશેષ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) કોર્ટે CBIને 15 અને 16 ફેબ્રુઆરીએ નવી મુંબઈની તલોજા જેલમાં વાજેની પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી.

Maharashtra: સ્પેશિયલ NIA કોર્ટે CBIને સચિન વાજેની પૂછપરછ કરવાની આપી મંજૂરી, 15 અને 16 ફેબ્રુઆરીએ થશે પૂછપરછ
Sachin Waze (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 11:58 PM

મુંબઈ (Mumbai) ની એક વિશેષ અદાલતે સોમવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ (Anil Deshmukh) ને સંડોવતા ભ્રષ્ટાચારના કેસમાં બરતરફ કરાયેલા મુંબઈ પોલીસ (Mumbai Police) અધિકારી સચિન વાજે (Sachin Waze) ની પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી. વિશેષ NIA (National Investigation Agency) કોર્ટે CBIને 15 અને 16 ફેબ્રુઆરીએ નવી મુંબઈની તલોજા જેલમાં વાજેની પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈના નિવાસસ્થાન ‘એન્ટિલિયા’ નજીક વિસ્ફોટક સામગ્રી ધરાવતી SUV મળી આવવાના સંદર્ભમાં NIA દ્વારા વાજેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારપછી વાહનના માલિક મનસુખ હિરણની હત્યાના કેસમાં વાજેની ધરપકડ કરવામાં આવી હતી.

CBIએ સોમવારે સ્પેશિયલ કોર્ટ સમક્ષ વાઝેનું નિવેદન રેકોર્ડ કરવાની પરવાનગી માંગતી અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. કેન્દ્રીય એજન્સીએ દેશમુખના ભૂતપૂર્વ સહાયકો સંજીવ પાલાંડે અને કુંદન શિંદેની પૂછપરછ કરવાની પરવાનગી માગતી સ્પેશિયલ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટ સમક્ષ એક અલગ અરજી પણ દાખલ કરી હતી.

અરજી સ્વીકારીને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે સીબીઆઈને 16 અને 17 ફેબ્રુઆરીએ મુંબઈની આર્થર રોડ જેલમાં પાલાંડે અને શિંદેની પૂછપરછ કરવાની મંજૂરી આપી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

EDએ પાલાંડે અને શિંદેની ધરપકડ કરી હતી

દેશમુખ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પલાંડે અને શિંદેની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. આ જ કેસમાં દેશમુખની પણ ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે ગયા વર્ષે એપ્રિલમાં, CBIએ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને પદના દુરુપયોગ માટે FIR દાખલ કરી હતી, ત્યારબાદ તેમણે સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું.

વાજેએ સાક્ષી બનવા માટે EDને પત્ર લખ્યો હતો

સચિન વાજેએ બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પત્ર લખીને જણાવ્યું હતું કે તે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ અને અન્યો વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં સરકારી સાક્ષી બનવા માંગે છે. EDના સહાયક નિર્દેશક તસીન સુલતાનને લખેલા તેમના પત્રમાં, વાજેએ કહ્યું, “હું સક્ષમ મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપરોક્ત સંદર્ભિત કેસના સંદર્ભમાં મને જાણતા તમામ તથ્યોની સાચી અને સ્વૈચ્છિક જાહેરાત કરવા તૈયાર છું.”

આ પણ વાંચો: Maharashtra: ભાજપના ક્યા સાડા ત્રણ નેતા જેલમાં જવાના છે, સંજય રાઉત કાલે જણાવવાના છે, નાના પટોલેએ કહ્યું કે તેઓ નામ જાણે છે

આ પણ વાંચો: Maharashtra: દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, નાના પટોલેને લઈને આપ્યુ ચોંકાવનારૂ નિવેદન

g clip-path="url(#clip0_868_265)">