AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: ટૂંક સમયમાં શિંદે કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે, ભાજપના 12 અને શિવસેનાના 7 મંત્રીઓ હશે, જાણો કોણ છે સામેલ

અહેવાલ છે કે હવે એકનાથ શિંદે (Eknath Shinde) ટૂંક સમયમાં તેમની કેબિનેટની રચના કરી શકે છે. આ મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવામાં આવશે, તેમના નામ પણ સૂત્રોના હવાલાથી બહાર આવવા લાગ્યા છે.

Maharashtra: ટૂંક સમયમાં શિંદે કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે, ભાજપના 12 અને શિવસેનાના 7 મંત્રીઓ હશે, જાણો કોણ છે સામેલ
Eknath Shinde
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 3:20 PM
Share

મહારાષ્ટ્રમાં (Maharashtra) ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ એકનાથ શિંદે (Eknath Shinde) ભાજપના (BJP) સમર્થનથી રાજ્યના મુખ્યમંત્રી બન્યા. જો કે ઘણા દિવસો વીતી જવા છતાં પણ શિંદે તેમની કેબિનેટની જાહેરાત કરી શક્યા નથી. આ અંગે તેઓ સતત વિરોધ પક્ષોના નિશાના પર રહ્યા છે. અહેવાલ છે કે હવે શિંદે ટૂંક સમયમાં તેમની કેબિનેટની રચના કરી શકે છે. આ મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવામાં આવશે, તેમના નામ પણ સૂત્રોના હવાલાથી બહાર આવવા લાગ્યા છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શિંદે આગામી થોડા દિવસોમાં પોતાના કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે. કેબિનેટમાં ભાજપના 12 ધારાસભ્યો અને શિંદે કેમ્પના 7 ધારાસભ્યો કેબિનેટ મંત્રી તરીકે શપથ લઈ શકે છે.

શિંદે કેમ્પમાંથી આમને મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે.

1. ભરત ગોગાવલે

2. ઉદય સામંત

3. બચ્ચુ કડુ

4. દીપક કેસરકર

5. દાદા ભૂસે

6. અબ્દુલ સત્તાર

ભાજપમાંથી આમને મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે.

1. સુધીર મુંગતીવાર

2. ગિરીશ મહાજન

3. આશિષ શેલાર

4. મંદા મ્હાત્રે

5. શંભુરાજે દેસાઈ

6. ચંદ્રકાંત પાટીલ

7. ચંદ્રશેખર બાવનકુલે

8. પ્રસાદ લાડ

9. પ્રવીણ દરેકર

10. પંકજા મુંડે

11. પરિણય ફુકે

12. સંજય કુટે

સુપ્રીમ કોર્ટે મંગળવારે ચૂંટણી પંચની કાર્યવાહી સામે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર 1 ઓગસ્ટે સુનાવણી કરવા સંમત થઈ છે. શિંદેની આગેવાની હેઠળના જૂથે વાસ્તવિક શિવસેના તરીકે માન્યતા આપવા અનુરોધ કર્યો છે. ત્યારે આ નિર્ણયથી ઠાકરે જૂથને થોડી રાહત મળી છે. ઉદ્વવ ઠાકરે જૂથ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દેશની સર્વોચ્ચ અદાલતમાં ચીફ જસ્ટિસ એન. વી. રમણ, જસ્ટિસ કૃષ્ણા મુરારી અને જસ્ટિસ હિમા કોહલીની બેંચને કહ્યું કે ચૂંટણી પંચ સમક્ષ ચાલી રહેલી કાર્યવાહી પર સ્ટે મૂકવો જરૂરી છે. કારણ કે તે અહીં કેસની સુનાવણીને અસર કરશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તે આ અરજીની સાથે પેન્ડિંગ અરજીઓ પર 1 ઓગસ્ટે સુનાવણી કરશે.

બંને જૂથોને દસ્તાવેજો સબમિટ કરવાની સૂચના

નોંધનીય છે કે, ચૂંટણી પંચે તાજેતરમાં શિવસેનાના બંને પ્રતિસ્પર્ધી જૂથોને 8 ઓગસ્ટ સુધીમાં પક્ષ અને તેના પ્રતીક (ધનુષ અને તીર) પરના તેમના દાવાઓના સમર્થનમાં દસ્તાવેજો સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે બંને પક્ષોને દસ્તાવેજો સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં પક્ષના ધારાસભ્ય અને સંગઠનાત્મક પાંખના સમર્થન પત્રો અને પ્રતિસ્પર્ધી જૂથોના લેખિત નિવેદનોનો સમાવેશ થાય છે.

g clip-path="url(#clip0_868_265)">