AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: કેન્દ્રીય મંત્રી રાણેનો ઠાકરે પર જોરદાર હુમલો, કહ્યું ‘શિંદે પહેલા નથી, મને પણ મારવાની આપવામાં આવી હતી સોપારી’

નારાયણ રાણેએ કહ્યું કે જ્યારે ઉદ્ધવ ઠાકરે સીએમ હતા, ત્યારે સંજય રાઉતે જે ઈન્ટરવ્યુ લીધો હતો તેમાં બાળાસાહેબ બેકગ્રાઉન્ડમાં દેખાતા નહોતા. ખુરશી ગઈ ત્યારે બાળાસાહેબ યાદ આવ્યા, હિન્દુત્વ યાદ આવ્યું. તે નંબર વન નાટ્યકાર છે.

Maharashtra: કેન્દ્રીય મંત્રી રાણેનો ઠાકરે પર જોરદાર હુમલો, કહ્યું 'શિંદે પહેલા નથી, મને પણ મારવાની આપવામાં આવી હતી સોપારી'
Uddhav Thackeray and Narayan raneImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 9:41 PM
Share

સીએમ એકનાથ શિંદે (Eknath Shinde) પહેલા નથી, જેમની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જ્યારે હું શિવસેના છોડી રહ્યો હતો ત્યારે મને મારી નાખવાનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો હતો. જેને સોપારી આપવામાં આવી હતી તેણે મને આ વાત કહી હતી. ઉદ્ધવ ઠાકરે એક નંબર વન કપટી, જુઠ્ઠા છે. સંજય રાઉત જોકર છે. તેઓ ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) આંગળીના ઈશારા પર ડાન્સ કરાવે છે. શિવસેનાના સાંસદ સંજય રાઉત દ્વારા લેવાયેલ ઉદ્ધવ ઠાકરેનો ઈન્ટરવ્યુ જાહેર થયા બાદ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ આજે ​​તેમની પત્રકાર પરિષદમાં ઠાકરે અને રાઉત પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

નારાયણ રાણેએ કહ્યું કે જ્યારે ઉદ્ધવ ઠાકરે સીએમ હતા, ત્યારે સંજય રાઉતે જે ઈન્ટરવ્યુ લીધો હતો તેમાં બાળાસાહેબ બેકગ્રાઉન્ડમાં દેખાતા નહોતા. ખુરશી ગઈ ત્યારે બાળાસાહેબ યાદ આવ્યા, હિન્દુત્વ યાદ આવ્યું. તે નંબર વન નાટ્યકાર છે. હું ઉદ્ધવ ઠાકરેને ખૂબ નજીકથી ઓળખું છું. મેં શિવસેનામાં 39 વર્ષ વિતાવ્યા છે. આજે બાળાસાહેબના નામે એક ખેલ શરૂ થયો છે. જ્યારે બાળાસાહેબ ત્યાં હતા, ત્યારે તેઓ બે વાર ઘર છોડવાના હતા, મેં સમજાવ્યું હતું. અત્યારે તેઓ સીએમ શિંદેને કહી રહ્યા છે કે બાળાસાહેબનું નામ લઈને વોટ માંગવા ન જાવ. તેઓ એવું કરી શકતા નથી. બાળાસાહેબ એક વ્યક્તિ નથી, તેઓ એક વિચાર છે. શિવસૈનિકો માટે તેમની સ્થિતિ જાણે અવતાર હોય તેવી છે. શિવસૈનિકનું નામ લેતા કોઈ રોકી શકે નહીં.

‘જેમ શિંદેને મારવાનો પ્રયાસ થયો હતો, તેવી જ રીતે મારી હત્યાનું કાવતરું હતું’

શિવસેનાના પર વધુ પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યારે એકનાથ શિંદે ઉદ્ધવ સાથે હતા, ત્યારે તેઓ નામના મંત્રી હતા. આદિત્ય ઠાકરે જ તેમનું શહેરી વિકાસ મંત્રાલય ચલાવતા હતા. ઠાકરે નામનું હવે કોઈ ભવિષ્ય નથી. હવે તેમના તમામ રહસ્યો બહાર આવશે. સુશાંત સિંહનો કેસ પણ આવશે, દિશા સાલિયાનનો કેસ પણ ખુલશે. નક્સલવાદીઓએ એકનાથ શિંદેને મારી નાખવાની ધમકી આપી હતી. તેની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. બાળાસાહેબે જેમને ઉછેર્યા તે લોકોને ખતમ કરવાનું ષડયંત્ર કોણ કરી રહ્યું છે?

‘જેણે મને મારવા માટે સોપારી આપી, તેણે મને સાચું કહ્યું’

નારાયણ રાણેએ કહ્યું ‘જ્યારે મેં શિવસેના છોડી હતી, ત્યારે મને મારવાનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો હતો. જેને સોપારી આપવામાં આવી હતી તેણે મને સત્ય કહ્યું પણ હું ચૂપ રહ્યો. મારા માતા-પિતાના આશીર્વાદથી હું બચી ગયો. મને મોં ખોલવા માટે દબાણ કરશો નહીં.’

‘અઢી વર્ષમાં ઉદ્ધવ માત્ર ત્રણ કલાક માટે જ મંત્રાલય ગયા’

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અઢી વર્ષમાં ઉદ્ધવ માત્ર ત્રણ કલાક માટે જ મંત્રાલય ગયા હતા. તેમણે શું કર્યું? અઢી વર્ષમાં ક્યારેય શિવસૈનિકો સાથે વાતચીત કરી છે? શિવસૈનિકની કોઈ મદદ? બસ આ રીતે તેઓ બાળાસાહેબના વારસદાર બન્યા. માત્ર લોહીના સંબંધોથી વારસદાર નથી બનતા. વિચારો પર ચાલવાથી બનાય છે.

g clip-path="url(#clip0_868_265)">