Petrol Diesel Price Today : આગામી વર્ષમાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર સુધી પહોંચવાનું અનુમાન, જાણો આજે શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આગામી વર્ષમાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર સુધી પહોંચવાનું અનુમાન, જાણો આજે શું છે 1 લીટર પેટ્રોલ - ડીઝલની કિંમત
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 8:06 AM

Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને ભારત પેટ્રોલિયમ (BPCL) એ આજે સોમવારે પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કર્યા છે. ઓઈલ કંપનીઓએ આજે ​​ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધઘટ યથાવત રહી છે. WTI ક્રૂડના ભાવ 0.72 ટકા ઘટીને પ્રતિ બેરલ 73.26 ડોલર પર ટ્રેડ કરી રહ્યાં છે. જોકે, બ્રેન્ટ ક્રૂડની કિંમત 0.41 ટકા વધીને 76.45 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.

દરરોજ સવારે 6 વાગ્યે નવા રેટ જાહેર થાય છે ઓઈલ કંપનીઓ છેલ્લા 15 દિવસના આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ઈંધણની સરેરાશ કિંમત અને વિદેશી વિનિમય દરોના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ જાહેર કરે છે. ઈન્ડિયન ઓઈલ જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવોની દૈનિક ધોરણે સમીક્ષા કરવામાં આવે છે અને કોઈપણ સુધારાને સવારે 6 વાગ્યાથી અમલમાં મૂકવામાં આવે છે.

2022માં ક્રૂડ 100 ડોલરને પાર કરી શકે છે મોર્ગન સ્ટેનલીએ અનુમાન આપ્યા છે કે ક્રૂડ ઓઈલમાં વધુ વધારાની અપેક્ષા છે અને વર્ષ 2022માં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 90 ડોલરના સ્તરને પાર કરશે, મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઈલની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ માંગ પ્રમાણે ઉત્પાદન વધશે તેવા કોઈ સંકેત નથી તેથી તેલમી કિંમતોમાં વધારો ચાલુ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. ગોલ્ડમેને પણ આવો જ અંદાજ જારી કર્યો છે જો કે તેનો અંદાજ આના કરતા પણ ઘણો વધારે હતો. ગોલ્ડમેનના જણાવ્યા અનુસાર વર્ષ 2022માં ક્રૂડ ઓઈલની માંગ નવા રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે જેના કારણે બ્રેન્ટના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર કરી જશે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો :  ITR Filing : FY 2020-21 માટે 4.43 કરોડ IT રિટર્ન ફાઈલ થયા, વહેલી તકે આ સરળ સ્ટેપ્સ અનુસરી તમારું રિટર્ન ફાઈલ કરો

આ પણ વાંચો :  આ કંપનીએ તેના કર્મચારીઓને આપી ચીમકી! Cryptocurrency નું રોકાણ જાહેર કરો નહીંતર પેનલ્ટી માટે તૈયાર રહો, જાણો શું છે મામલો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">