Maharashtra : રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો આજથી હડતાલના માર્ગ, લેખિત ખાતરી આપવાની માંગ સાથે ડોક્ટરો અડગ

|

Oct 01, 2021 | 3:06 PM

એશોસિયેશનના પ્રમુખ ડો.ડી.ડી. પાટીલે જણાવ્યુ હતુ કે, અમે છેલ્લા 5 મહિનાથી સરકાર સમક્ષ અમારી માંગણીઓ કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

Maharashtra : રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો આજથી હડતાલના માર્ગ, લેખિત ખાતરી આપવાની માંગ સાથે ડોક્ટરો અડગ
Resident Doctors Strike in Maharashtra

Follow us on

Maharashtra: મહારાષ્ટ્રમાં રેસિડેન્ટ ડોક્ટર્સ એસોશિયેશને (MARD) શુક્રવારથી હડતાળની જાહેરાત કરી છે. સમગ્ર રાજ્યના રેસિડેન્ટ ડોક્ટરો તેમની પડતર માંગણીઓને લઈને આજથી હડતાલ પર ઉતર્યા છે.

રેસિડેન્ટ ડોક્ટરોના જણાવ્યા અનુસાર, હડતાળ દરમિયાન ઓપીડી સુવિધા પણ બંધ રહેશે. જો કે, આ સમય દરમિયાન દર્દીઓને કટોકટી સેવા પૂરી પાડવામાં આવશે. આ હડતાલ અંગે મહારાષ્ટ્ર રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (Maharashtra Resident Doctors Association) એ આ હડતાલ અંગે જણાવ્યુ હતુ કે,જ્યાં સુધી સરકાર એસોસિએશનની તમામ માંગણીઓ સ્વીકારે નહીં ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પડતર માંગણીઓને લઈને ડોકટરો અડગ

ડોકટરોની હડતાળનુ મુખ્ય કારણ એ છે કે, કોરોના સમયગાળા દરમિયાન શિક્ષણ ફી (Education Fee) માફ કરવાના વચનને સરકારે હજુ સુધી પૂર્ણ કર્યુ નથી. આ સાથે છાત્રાલયોમાં પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. છાત્રાલયોમાં પ્રાથમિક સુવિધાઓ ન હોવાને કારણે હાલ તબીબોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જ્યાં સુધી સરકાર લેખિતમાં ખાતરી નહી આપે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે : MARD

સરકાર વચન આપીને ભુલી ગઈ છે : એશોસિયેશન

એશોસિયેશનના પ્રમુખ ડો.ડી.ડી.પાટીલે જણાવ્યું હતું કે, થોડા મહિના પહેલા તબીબી શિક્ષણ મંત્રી અમિત દેશમુખ સાથે યોજાયેલી બેઠકમાં કોરોનાના સમયગાળા દરમિયાન રેસિડેન્ટ ડોકટરોને (Resident Doctors) થતા શૈક્ષણિક નુકસાનને ધ્યાનમાં રાખીને ટ્યુશન ફી માફ કરવાની ખાતરી આપવામાં આવી હતી. જો કે કોરોનાની લહેર સમાપ્ત થતાં જ રાજ્ય સરકાર રેસિડેન્ટ ડોકટરો અને તેમને આપવામાં આવેલા આશ્વાસનોને ભૂલી ગઈ છે.

રેસિડેન્ટ ડોક્ટર્સે સરકારને આપી ચેતવણી

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, અમે છેલ્લા 5 મહિનાથી અમે સરકાર સમક્ષ (Maharashtra Government) માંગણી કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ પગલા લેવામાં આવ્યા નથી.આજથી હડતાલ પર ઉતરેલા રેસિડેન્ટ ડોક્ટર્સ સરકારને ચેતવણી આપી છે કે, જ્યાં સુધી તેમની તમામ માંગણીઓને સ્વીકારવામાં નહી આવે ત્યાં સુધી આ હડતાલ શરૂ રહેશે.

 

આ પણ વાંચો: Video : આ ખુરશી તો ભારે શોખીન ! મહારાષ્ટ્રથી માન્ચેસ્ટર સુધીની મુસાફરી કરી આ ખુરશીએ, કારણ જાણીને તમને પણ આશ્વર્ય થશે

આ પણ વાંચો:  મુંબઈ પોલીસનો નવતર પ્રયોગ, સિનેમાના ડાયલોગનો ઉપયોગ કરીને સમાજને આપ્યો સંદેશો

Next Article