Maharashtra Rain: યવતમાલમાં જોત-જોતામાં બસ થઈ પાણીમાં થઈ ગરકાવ, 6માંથી 2ને બચાવાયા, જુઓ Viral Video

આ બસ નાંદેડથી નાગપુર થઈને પુસદ જઈ રહી હતી. નજરે જોનારાઓનું કહેવું છે કે ડ્રાઇવર રસ્તા પર પાણી હોવાને કારણે અંદાજ લગાવી શક્યો ન હતો

Maharashtra Rain: યવતમાલમાં જોત-જોતામાં બસ થઈ પાણીમાં થઈ ગરકાવ, 6માંથી 2ને બચાવાયા, જુઓ Viral Video
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 8:15 AM

Maharashtra Rain: મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં એક મોટો અકસ્માત સામે આવ્યો છે. યવતમાલ (Yavatmal) માં ભારે વરસાદ (Heavy Rain) વચ્ચે બસ રસ્તા પર વહેતા પાણી વચ્ચે સંતુલન ગુમાવી અને ઊંડા નાળામાં ખાબકી હતી (Bus drown in the water). આ બસમાં કુલ છ લોકો હતા અને આ અકસ્માતમાં તેમાંથી એકનું મોત થયું હતું અને બેને બચાવી લેવાયા છે.આ બસ નાંદેડથી નાગપુર થઈને પુસદ જઈ રહી હતી. નજરે જોનારાઓનું કહેવું છે કે ડ્રાઇવર રસ્તા પર પાણી હોવાને કારણે અંદાજ લગાવી શક્યો ન હતો. રસ્તા પર વહેતા પાણી વચ્ચે વાહનોની અવરજવર બંધ હતી, પરંતુ ડ્રાઇવરે રોડ ક્રોસ કરવાનું નક્કી કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર (Maharashtra) માં આ ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. ખાસ કરીને વિદર્ભના વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. ચક્રવાતી તોફાન ગુલાબની અસરને કારણે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. દિલ્હીની જેમ મહારાષ્ટ્રમાં પણ સપ્ટેમ્બર મહિનામાં વધુ વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ડુંગરાળ વિસ્તારોમાં અનેક ભૂસ્ખલન પણ જોવા મળ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

5 જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને 12 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયું

આ દરમિયાન હવામાન વિભાગે મહારાષ્ટ્રના 5 જિલ્લાઓ – પાલઘર, નાસિક, જલગાંવ, ઓરંગાબાદ અને જાલના માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 12 જિલ્લાઓમાં બુલઢાણા, અકોલા, અમરાવતી, વાશિમ, યવતમાલ, વર્ધા, નાગપુર, ચંદ્રપુર, સોલાપુર, સાંગલી, કોલ્હાપુર, સિંધુદુર્ગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય મુંબઈ, રાયગઢ, થાણે, રત્નાગીરી, પુણે, સતારા, અહમદનગર, બીડ, ઉસ્માનાબાદ, લાતુર, પરભણી, હિંગોલી, નાંદેડ, ધુલે, નંદુરબાર જેવા અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પાણીનું સ્તર વધ્યા બાદ ડેમના 18 દરવાજા ખોલવામાં આવ્યા

બીજી બાજુ મહારાષ્ટ્રના મંજારા ડેમને અડીને આવેલા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધ્યા બાદ પાણીના નિકાલ માટે અધિકારીઓએ ડેમના તમામ 18 દરવાજા ખોલ્યા હતા, જેના કારણે બીડ જિલ્લાના કેટલાક ગામોમાં પૂરનું જોખમ વધી ગયું છે, જ્યારે આજુ બાજુના કેટલાક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : પેટ્રોલ – ડીઝલ કિંમતોમાં સતત વધારા બાદ આ સમાચારથી આમ આદમી રાહત અનુભવશે, જાણો આજના ઇંધણના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો: Surgical Strike: જે રાત્રે સેનાએ પાકિસ્તાનમાં 3 કિલોમીટર ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓને ઉડાવી દીધા હતા, 4 કલાકમાં 38 આતંકવાદીઓ માર્યા ગયા હતા

g clip-path="url(#clip0_868_265)">