Maharashtra Rain : વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં 105ના મોત, 3 જિલ્લામાં સ્થિતિ અત્યંત ખરાબ, NDRFની ટીમો બચાવ કામગીરીમાં લાગી

ગઢચિરોલી જિલ્લામાં, (Gadchiroli district) ગોદાવરી, વૈનગંગા, ઇન્દ્રાવતી અને પ્રાણહિતા નદીઓમાં પૂર અને મુશળધાર વરસાદથી 40 ગામો પ્રભાવિત થયા છે. જિલ્લાની શાળા-કોલેજોમાં બુધવાર સુધી રજા જાહેર કરવામાં આવી છે.

Maharashtra Rain : વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં 105ના મોત, 3 જિલ્લામાં સ્થિતિ અત્યંત ખરાબ, NDRFની ટીમો બચાવ કામગીરીમાં લાગી
Maharashtra Rain Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 1:45 PM

મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરના (Maharashtra Rain and flood) કારણે સ્થિતિ ગંભીર બની ગઈ છે. છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા આ ભારે વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં 105 લોકોના મોત (Death toll rises to 105) થયા છે. હજારો લોકો પ્રભાવિત થયા છે. રાજ્યના ત્રણ જિલ્લામાં સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. હજારો હેક્ટરની ખેતી બરબાદ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના વર્ધા, યવતમાલ અને ગઢચિરોલી જિલ્લામાં પૂરથી સેંકડો લોકો પ્રભાવિત થયા છે.

વર્ધા જિલ્લાના હિંગણઘાટના નિધા ગામ અને તેની આસપાસના ચાર-પાંચ ગામોના 400 લોકો સંગમ નદીમાં આવેલા પૂરમાં ફસાઈ ગયા છે. એનડીઆરએફની ટીમ એક્શનમાં છે અને બચાવ કામગીરી ચાલુ છે. પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત વિસ્તારોમાં લઈ જવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવી જ રીતે ગઢચિરોલીમાં પણ સ્થિતિ ગંભીર છે. સમગ્ર વિદર્ભ પ્રદેશમાં આ અઠવાડિયે 180 ટકાથી વધુ વરસાદ થયો છે. નદી, નાળા, પુલ, રસ્તાઓ પાણીની નીચે આવી ગયા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

મહારાષ્ટ્રના વિદર્ભ જિલ્લામાં ગયા વર્ષે જુલાઈમાં 72.7 મીમી વરસાદ પડ્યો હતો, આ વખતે વિદર્ભમાં એક સપ્તાહમાં 203.2 મીમી વરસાદ નોંધાયો છે. જૂનના અંત સુધી વિદર્ભમાં માત્ર 127 મીમી વરસાદ નોંધાયો હતો. તે સરેરાશ કરતા 41 મીમી ઓછું હોવાનું કહેવાય છે. પરંતુ જુલાઇ શરૂ થતાં જ વરસાદે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. નાગપુર, ગઢચિરોલી, વર્ધા, ચંદ્રપુર એટલે કે વિદર્ભમાં સર્વત્ર વરસાદનો કહેર શરૂ થઈ ગયો છે. જૂનથી 17મી જુલાઈ સુધીમાં 339.2 મીમી વરસાદ નોંધાયો હતો, પરંતુ છેલ્લા આઠ-દસ દિવસમાં 482.4 મીમી વરસાદ નોંધાયો હતો. આ સરેરાશ કરતાં 42 ટકા વધુ છે.

ગઢચિરોલી જિલ્લામાં સ્થિતિ ખૂબ જ ખરાબ, 40 ગામો પૂરથી પ્રભાવિત

વિદર્ભની ગોદાવરી, વૈનગંગા, ઇન્દ્રાવતી અને પ્રાણહિતા નદીઓમાં પૂર અને મુશળધાર વરસાદથી 40 ગામો પ્રભાવિત થયા છે. ગઢચિરોલી જિલ્લાની શાળાઓ અને કોલેજોમાં બુધવાર સુધી રજા જાહેર કરવામાં આવી છે. ગોદાવરીમાંથી પાણી છોડતા પહેલા આસપાસના લોકોને જાણ કરવામાં આવી છે અને તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.

સિરોંચામાં ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. મેડીગટ્ટા ડેમમાંથી પાણી છોડવાને કારણે સિરોંચામાં પુરની સ્થિતી છે. ગોદાવરી નદી અને ઈન્દ્રાવતી નદી ખતરાના નિશાનથી ઉપર વધી રહી છે. લક્ષ્મી બેરેજ (મેડીગટ્ટા)ના તમામ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 10 હજાર 606 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 35 મદદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">