AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Pune Breaking News : ગણેશોત્સવ પહેલાં સ્વાઇન ફ્લૂનું ટેન્શન! ઓગસ્ટમાં અચાનક 31 કેસ આવતાં આરોગ્ય વિભાગમાં મચ્યો હડકંપ !

ગણેશોત્સવને હવે થોડ જ દિવસ બાકી છે અને તે પહેલા, પુણેના પિંપરી-ચિંચવડમાં સ્વાઇન ફ્લૂના કેસેસ વધ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 37 લોકોને H1N1 ચેપ લાગ્યો છે. જે ઓગસ્ટમાં સૌથી વધુ 31 કેસ છે.

Maharashtra Pune Breaking News : ગણેશોત્સવ પહેલાં સ્વાઇન ફ્લૂનું ટેન્શન! ઓગસ્ટમાં અચાનક 31 કેસ આવતાં આરોગ્ય વિભાગમાં મચ્યો હડકંપ !
Maharashtra Pune Swine Flu H1N1Image Credit source: iStock
| Updated on: Sep 03, 2026 | 2:43 PM
Share

ગણેશોત્સવ પહેલા પુણેના પિંપરી-ચિંચવડમાં સ્વાઇન ફ્લૂના કેસોની વધતી સંખ્યાએ આરોગ્ય વિભાગમાં ચિંતા વધારી છે. આ વર્ષે અત્યાર સુધીમાં શહેરમાં 37 લોકોને સ્વાઇન ફ્લૂની પુષ્ટિ થઈ છે. સૂત્રો અનુસાર, આમાંથી જાન્યુઆરીમાં એક કેસ, જુલાઈમાં પાંચ અને ઓગસ્ટમાં સૌથી વધુ 31 કેસ નોંધાયા હતા. જોકે, રાહતની વાત એ છે કે તમામ ચેપગ્રસ્ત દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

વહીવટીતંત્રે નાગરિકોને ગભરાવાને બદલે સાવધાની રાખવાની અપીલ કરી છે. પાછલા અમુક વર્ષોના ડેટા પર નજર કરીએ તો, 2022 માં સ્વાઇન ફ્લૂના કુલ 58 કેસ નોંધાયા હતા. જેમાંથી 34 કેસ ફક્ત ઓગસ્ટમાં જ નોંધાયા હતા. ત્યારબાદ 2024 માં 15 કેસની પુષ્ટિ થઈ હતી. વર્તમાન પરિસ્થિતિને જોતાં વહીવટીતંત્ર કહે છે કે ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.

આરોગ્ય અધિકારીઓએ જનતાને આપી સલાહ

ગણેશોત્સવ દરમિયાન, મોટી સંખ્યામાં લોકો ભગવાન ગણેશજીના દર્શન કરવા માટે એક થાય છે. તેથી મોટા પ્રમાણમાં ભીડ એકઠી થાય છે. તેથી, આરોગ્ય અધિકારીઓએ લોકોને ભીડવાળી જગ્યાઓ ટાળવાની સલાહ આપી છે. જો જરૂરી હોય તો માસ્ક પહેરવાની અને હાથની સ્વચ્છતા રાખવાની ખાસ સલાહ આપી છે. ઉપરાંત, જો તમને શરદી, ખાંસી અથવા તાવનો અનુભવ થાય તો નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ.

સ્વાઇન ફ્લૂના લક્ષણો અને સારવાર

મહાનગરપાલિકાની હોસ્પિટલમાં ડોક્ટર પાસે તપાસ કરાવીને તેમની સલાહ મુજબ જ દવાઓ લેવી જોઈએ. સ્વાઈન ફ્લૂને સ્વાઈન ઇન્ફ્લુએન્ઝા તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વાઈન ફ્લૂનો વાયરસ મુખ્યત્વે સંક્રમિત વ્યક્તિના છીંકવા અથવા ઉધરસ દ્વારા મનુષ્યોમાં ફેલાય છે.

સ્વાઈન ફ્લૂના સામાન્ય લક્ષણોમાં શરદી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગળામાં દુખાવો, સતત ઉધરસ, નાકમાંથી પાણી વહેવું, આંખોમાંથી પાણી આવવું, માથાનો દુખાવો, લુસ મોશન અને વધારે થાક જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે. આવા લક્ષણો ધરાવતા વ્યક્તિએ પોતાને અન્ય લોકોથી અલગ રાખીને તાત્કાલિક નજીકના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ઘરે જાતે દવા લેવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો, Banaskantha Breaking News : બનાસકાંઠામાં રોગચાળાએ ઉચક્યું માથું, શરદી-ઉધરસ-તાવના કેસમાં 20થી 25% નો વધારો ! જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">