મહારાષ્ટ્ર : શિવસેના નેતા રઘુનાથ કુચિકની વધી મુશ્કેલી, બળાત્કારના આરોપમાં કુચિક વિરુદ્ધ FIR દાખલ
કુચિકની ધરપકડ અંગે સિનિયર ઈન્સ્પેક્ટરે કહ્યુ કે, કુચિક વિરુદ્ધ IPCની કલમ 376, 313 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને ટુંક સમયમાં જ તેની ધરપકડ કરવામાં આવશે.
Maharashtra : પુણેના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 376 અને 313 હેઠળ શિવસેનાના ઉપનેતા રઘુનાથ કુચિક (Raghunath Kuchik) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ગઈકાલે રાત્રે પૂણેના (Pune) શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને બળજબરીથી ગર્ભપાતની ફરિયાદ બાદ નેતા સામે FIR નોંધવામાં આવી છે. 24 વર્ષની મહિલાએ નેતા પર લગ્નના ખોટા વચનો આપવા અને બળજબરીથી ગર્ભપાત કરાવવાનો પણ આરોપ લગાવ્યો છે.
Maharashtra | FIR registered against Shiv Sena Deputy leader Raghunath Kuchik under IPC Sec 376 and 313 in Shivajinagar Police Station of Pune City Police. FIR registered after a complaint of rape and forceful abortion received last night at the Polie Station.
— ANI (@ANI) February 17, 2022
મહિલાની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં
મહિલાની ફરિયાદ બાદ આ મામલે કુચિક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે કુચિકે લગ્નનું ખોટું વચન આપીને વર્ષ 2020 અને 2021 વચ્ચે અલગ-અલગ જગ્યાએ તેની સાથે અનેકવાર બળાત્કાર કર્યો હતો.ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર, કુચિકના ટ્વિટર પ્રોફાઈલ પર તેણે પોતાને શિવસેનાના ઉપનેતા અને ભારતીય કામદાર સેનાના મહાસચિવ અને લઘુત્તમ વેતન સલાહકાર સમિતિના અધ્યક્ષ ગણાવ્યા છે, જે રાજ્ય મંત્રીનો દરજ્જો ધરાવે છે.
વરિષ્ઠ નિરીક્ષક અનિતા મૌરેએ જણાવ્યું કે ,કુચિક પર મહિલાની ઈચ્છા વિરુદ્ધ ખોટા વચનો આપીને બળાત્કાર અને ગર્ભપાતનો આરોપ છે.કુચિકની ધરપકડ અંગે તેમણે કહ્યું કે, તેની ધરપકડ માટે ટીમો રવાના થઈ ગઈ છે. કુચિક વિરુદ્ધ IPC ની કલમ 376, 313 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ફોજદારી કેસોમાં 26 ટકાનો વધારો
2021માં મુંબઈમાં અપરાધિક કેસોમાં 26 ટકાનો વધારો થયો છે. કોવિડના કારણે આંશિક લોકડાઉન હોવા છતાં ગુનામાં કોઈ ઘટાડો થયો નથી.મુંબઈ પોલીસે મંગળવારે આ આંકડા જાહેર કર્યા છે. 2021માં શહેરમાં કુલ 64656 ફોજદારી કેસ નોંધાયા હતા. અગાઉ 2020માં કુલ 51068 કેસ નોંધાયા હતા. મુંબઈ પોલીસ કમિશનર(Mumbai Police Commissioner) હેમંત નાગરાલેએ વાર્ષિક કોન્ફરન્સમાં આ આંકડા રજૂ કર્યા છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2019માં કુલ 41951 કેસ નોંધાયા હતા જ્યારે 2018માં માત્ર 33182 કેસ નોંધાયા હતા. મુંબઈમાં ચાર વર્ષમાં ગુનામાં 94 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
આ પણ વાંચો : રાઉત અને શિવસેના નેતૃત્વ પર પણ દબાણ, શિવસેનાના નેતા પ્રેસ કોન્ફરન્સમાંથી કેમ ગાયબ ? ભાજપના તમામ નેતાઓનો એક જ સવાલ!