Breaking News: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ફેરબદલ, શીંદે સરકારમાં જોડાઈ શકે છે NCP નેતા અજિત પવાર
મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. NCPના 30 ધારાસભ્યો સાથે અજિત પવાર રાજભવન પહોંચ્યા છે

મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. NCPના નેતા અજિત પવાર તેમના 25થી વધુ ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા છે. ત્યારે બીજી તરફ મોટી ખબરો પણ સામે આવી રહી છે કે આ સીએમ શીંદે પણ રાજભવન પહોચ્યાં છે. અજીત પવારના આ પગલાથી શીંદે જૂટમાં સમર્થન જાહેર કરી શકે છેની પણ માહિતી મળી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે અજીત પવારને શીંદે સરકારમાં ડેપ્યૂટી સીએમ પણ બનાવવામાં આવી શકે છે.
શીંદે સરકારમાં બની શકે છે ડેપ્યૂ. CM
તમને જણાવી દઈએ તો આ પહેલા NCP નેતા શરદ પવાર સાથે અજિત પવારના અણબનાવના સમાચાર સામે આવ્યા હતા. અજિત પવારે થોડા દિવસ પહેલા જ સંગઠન છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બીજી તરફ લેટેસ્ટ અપડેટ મુજબ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ રાજભવન પહોંચી ગયા છે.
અજીત પવાર NCP પદેથી આપશે રાજીનામું?
કહેવામાં આવી રહ્યું છે કે અજિત પવાર પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા. જે બાદ ઓ મોટો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. અજિત પવારે થોડા દિવસ પહેલા સંગઠનમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.આવી સ્થિતિમાં અજિત પવાર આજે મુંબઈમાં છે. જો કે આ બધાની વચ્ચે અન્ય 9 NCP નેતા પણ મંત્રી બની શકે છે.
બેઠક બાદ સીધા રાજભવન પહોચ્યાં અજિત પવાર
અજિત પવારના ઘરે NCP નેતાઓની બેઠક યોજાઈ હતી જે બાદ ટૂંકી વાતચીત બાદ અજિત પવાર સીધા રાજભવન પહોંચી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અજિત પવારના ઘરે આયોજિત બેઠકમાં NCP કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે, પ્રફુલ પટેલ, ધારાસભ્ય દિલીપ વાલસે પાટીલ, હસન મુશ્રીફ, ધનંજય મુંડે અને અન્ય નેતાઓ બેઠક માટે અજિત પવારના ઘરે પહોંચ્યા હતા.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
