AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Political Crisis: શિવસેના કેસમાં સુપ્રીમ કોર્ટ 1 ઓગસ્ટે ફરી સુનાવણી કરશે, ઉદ્ધવ-શિંદે જૂથની દલીલો પર તમામ પક્ષો પાસેથી એફિડેવિટ માગી

સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ઉદ્ધવ ઠાકરે અને શિંદે જૂથ (Eknath shinde) દ્વારા દાખલ કરવામાં આવેલી કેટલીક અરજીઓ પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે.

Maharashtra Political Crisis: શિવસેના કેસમાં સુપ્રીમ કોર્ટ 1 ઓગસ્ટે ફરી સુનાવણી કરશે, ઉદ્ધવ-શિંદે જૂથની દલીલો પર તમામ પક્ષો પાસેથી એફિડેવિટ માગી
Supreme Court to hear Shiv Sena case again on August 1
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 12:45 PM
Share

મહારાષ્ટ્ર(Maharashtra) માં રાજકીય સંકટ હજુ સમાપ્ત થયું નથી. સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને શિંદે જૂથ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર આજે સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથ વતી વકીલ કપિલ સિબ્બલ અને શિંદે જૂથ વતી વકીલ હરીશ સાલ્વેએ દલીલો રજૂ કરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમને સંકેત આપ્યો છે કે આ મામલાની સુનાવણી મોટી બેંચ દ્વારા કરવામાં આવી શકે. ઉદ્ધવ જૂથના વકીલો CJIના મંતવ્ય સાથે સંમત થયા કે આ મામલો બંધારણીય બેંચને મોકલવામાં આવે. સીજેઆઈએ કહ્યું કે અમે આ મામલાને મોટી બેંચને મોકલવાનો આદેશ નથી આપી રહ્યા ખાલી વિચારી રહ્યા છે હવે આ મામલે 1 ઓગસ્ટે સુનાવણી થશે. આ સાથે તમામ પક્ષકારો પાસેથી એફિડેવિટ પણ માંગવામાં આવી છે. 

આ દરમિયાન હરીશ સાલ્વેએ કહ્યું કે તેઓ ઉદ્ધવ જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર એફિડેવિટ દાખલ કરવા માંગે છે. આવી સ્થિતિમાં તેમને તેના માટે એક સપ્તાહનો સમય આપવો જોઈએ. આના પર CJI NV રમન અરજીઓના જવાબમાં એફિડેવિટ દાખલ કરવા સંમત થયા. સાલ્વેએ આ દરમિયાન કહ્યું હતું કે હવે અયોગ્યતાની કાર્યવાહી લાગુ પડતી નથી. ગેરલાયકાતની કાર્યવાહી સમગ્ર લોકશાહી પ્રણાલીની વિરુદ્ધ છે. જેની શરૂઆત તત્કાલીન સ્પીકરે કરી હતી. જ્યારે ધારાસભ્યોએ તેમને હટાવવા માટે અવિશ્વાસની દરખાસ્ત આપી હતી.

સુપ્રીમ કોર્ટે સાલ્વેને કહ્યું કે આ રાજકીય રીતે સંવેદનશીલ મામલો છે, સવાલ એ છે કે જો વિભાજન થયું નથી, તો તેની અસર શું છે? આના પર સાલ્વેએ કહ્યું કે આમાં કોઈ અયોગ્યતા નથી. એક વ્યક્તિ જે પોતાના સમર્થનમાં 20 લોકો પણ ન રાખી શકે, તે કોર્ટમાંથી રાહતની આશા રાખી રહ્યો છે. આ દરમિયાન કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે જો આ કેસને મંજૂરી આપવામાં આવશે તો દેશની દરેક ચૂંટાયેલી સરકારને ગબડાવવાનું જોખમ વધી જશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે શિંદે ગ્રૂપ અને ઉદ્ધવ ઠાકરે ગ્રૂપ સામે કોઈ કાર્યવાહી થશે નહીં. આ પછી, રાજ્યપાલ વતી એસજી તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ સાથે સંબંધિત મુદ્દાઓ ઉઠાવતી અરજીઓનો સમૂહ ઘણા બંધારણીય પ્રશ્નો ઉભા કરે છે. આ કારણે સરકાર બદલાઈ. અરજીઓની સુનાવણી 5 જજોની બેંચ સમક્ષ થવાની જરૂર પડી શકે છે.

સિબ્બલે ઉદ્ધવ ઠાકરે જૂથ વતી દલીલો રજૂ કરી હતી

ઉદ્ધવ જૂથ વતી હાજર રહેલા કપિલ સિબ્બલે કહ્યું કે, જો રાજ્ય સરકારો ઉથલાવી દેવામાં આવશે તો લોકશાહી જોખમમાં આવશે. સિબ્બલે કહ્યું કે કોઈ રાજકીય પક્ષના સભ્યો જે અચાનક કોઈ કારણસર અલગ થઈ ગયા હોય તેમને દસમી અનુસૂચિમાં કોઈ છૂટ નથી. આવી પરંપરાની શરૂઆત કોઈ પણ રીતે સારી નથી ન માત્ર મહારાષ્ટ્રમાં પરંતુ દેશમાં ક્યાંય પણ.

સિબ્બલે કહ્યું કે ઉદ્ધવ શિવસેના જૂથના ધારાસભ્યોને કોઈ રક્ષણ નથી. તેમણે કહ્યું કે રાજ્યપાલે એકનાથ શિંદેને શપથ લેવડાવ્યા, તેમ છતાં તેઓ જાણતા હતા કે તેમની ગેરલાયકાતનો મામલો હજુ પણ સ્પીકર સમક્ષ પેન્ડિંગ છે. જ્યાં સુધી તે નક્કી ન થાય કે આવા સભ્યો ગેરલાયક છે કે નહીં, રાજ્યપાલ તેમને ગૃહમાં મતદાન કરવાનો અધિકાર આપે છે. સિબ્બલે કહ્યું કે સુપ્રીમ કોર્ટે સ્પીકરની કાર્યવાહી પર સ્ટે મૂકતાની સાથે જ ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. પક્ષપલટાને રોકવા માટે જે કાયદો બનાવવામાં આવ્યો હતો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">