Maharashtra : મહારાષ્ટ્ર વિધાનસભા ભવનમાં બાલાસાહેબ ઠાકરેનુ તૈલચિત્ર લગાવાશે, આમંત્રણ કાર્ડમાં ઉદ્ધવ ઠાકરેનુ નથી નામ
મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે આ ઓઇલ પેઇન્ટિંગનું અનાવરણ થવાનું છે. વિધાનસભા પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવે, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અજિત પવાર અને સંસદીય કાર્ય મંત્રી ચંદ્રકાંત પાટીલ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
મહારાષ્ટ્રમા જ્યારથી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેના વિરુદ્ધમા જઈ ભાજપ સાથે મળીને સરકાર બનાવી છે, ત્યારથી શિંદે જૂથ અને ઠાકરે જૂથે એકબીજા પર આકરા પ્રહાર કરતા જોવા મળે છે. બંનેનું રાજકારણ બાલાસાહેબ ઠાકરેના નામ પર નિર્ભર છે, પરંતુ આ બંને પક્ષના લોકો સતત એકબીજા પર નફરત વરસાવતા જોવા મળે છે. મહારાષ્ટ્રના વિધાનસભા ભવનમાં શિવસેનાના દિવંગત પ્રમુખ બાલાસાહેબ ઠાકરેનું ઓઇલ પેઇન્ટિંગ લગાવવામાં આવશે.
મહારાષ્ટ્રમાં આ સંદર્ભમાં 23 જાન્યુઆરીએ બાલાસાહેબ ઠાકરેની જન્મજયંતિના રોજ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ ઓઇલ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું ત્યારે ઠાકરે જૂથે તેની સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. ઠાકરે જૂથે કહ્યું હતું કે આ પેઇન્ટિંગ અપેક્ષા મુજબ બનાવવામાં આવ્યું નથી. આ કાર્યક્રમના અનાવરણ માટે આમંત્રણના કાર્ડ છપાવવામાં આવ્યા છે. જેમા ઉદ્ધવ ઠાકરે તેમજ ઠાકરે પરિવારના કોઈ સભ્યોનું નામ લખવામાં આવ્યા નથી.
આ પણ વાંચો : PM Modi મુંબઈ મેટ્રો લાઈનનું કરશે ઉદ્દઘાટન, ડબલ એન્જિન સરકાર હેઠળ ફાસ્ટ ટ્રેક પર છે મુંબઈનો વિકાસ
બાલાસાહેબ ઠાકરેનું ઓઈલ પેન્ટિંગ ક્યાં લગાવવામા આવશે
મુંબઈમાં વિધાન ભવનના સેન્ટ્રલ હોલમાં હિન્દુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેનું તૈલચિત્ર સ્થાપિત કરવામાં આવશે . આ તૈલ ચિત્રનો અનાવરણ સમારોહ હિંદુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની આગામી જન્મજયંતિ એટલે કે સોમવાર, 23 જાન્યુઆરી, 2023ના રોજ સાંજે 5:00 કલાકે સેન્ટ્રલ ઓડિટોરિયમ, વિધાનસભા ભવન, મુંબઈમાં યોજાશે.
સીએમ શિંદે અને ડેપ્યુટી સીએમ ફડણવીસ અનાવરણ
મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે આ ઓઇલ પેઇન્ટિંગનું અનાવરણ થવાનું છે. વિધાનસભા પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવે, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અજિત પવાર અને સંસદીય કાર્ય મંત્રી ચંદ્રકાંત પાટીલ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
હમણાં જ આમંત્રણ આપવામાં આવ્યું છે
એ કહેવુ ખોટુ છે કે વિધાનસભા ગૃહમાં આયોજિત આ કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપવામાં આવ્યું નથી. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આ મુદ્દાને વધુ મહત્વ ન આપવા અંગે સ્પષ્ટતા કરી છે. રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું કે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ ઝિરવાલ અને વિધાનસભાના ઉપાધ્યક્ષ નીલમ ગોરહેનું નામ પણ આમંત્રિતોની યાદીમાં છે.