AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra OBC Quota: સ્થાનિક ચૂંટણીઓમાં OBCને 27 ટકા અનામત નહીં મળે, સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે

સુપ્રીમ કોર્ટે વટહુકમ પર સ્ટે મુકતા ઓબીસીને 27 ટકા અનામત ક્વોટા આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે આયોગની રચના વિના અને પ્રતિનિધિત્વની અયોગ્યતા વિશેના ડેટા એકત્રિત કર્યા વિના અનામતનો અમલ કરી શકાતો નથી

Maharashtra OBC Quota: સ્થાનિક ચૂંટણીઓમાં OBCને 27 ટકા અનામત નહીં મળે, સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે
Supreme court ( File photo )
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 5:10 PM
Share

મહારાષ્ટ્ર સરકાર (Government of Maharashtra) સ્થાનિક ચૂંટણીઓમાં (local elections) અન્ય પછાત વર્ગોને 27 ટકા અનામત આપી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે (Supreme Court) આના પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના સ્ટે પછી, મહારાષ્ટ્ર સરકાર હવે સ્થાનિક ચૂંટણીમાં OBC વર્ગને 27 ટકા અનામત આપી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે અનામત પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને (State Election Commission) 27 ટકા અનામતને આગળ ન વધવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે ટ્રિપલ ટેસ્ટને અનુસર્યા વિના OBC અનામત માટે વટહુકમ લાવવાના રાજ્ય સરકારના નિર્ણયને સ્વીકારવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટે વટહુકમ પર સ્ટે મુકતા ઓબીસીને 27 ટકા અનામત ક્વોટા આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે આયોગની રચના વિના અને પ્રતિનિધિત્વની અયોગ્યતા વિશેના ડેટા એકત્રિત કર્યા વિના અનામતનો અમલ કરી શકાતો નથી. આ સાથે કોર્ટે કહ્યું કે જનરલ કેટેગરી સહિત અન્ય અનામત સીટો માટે બાકી રહેલ ચૂંટણી કાર્યક્રમમાં વધારો કરી શકાય છે. આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ રવિકુમારની બેન્ચે આ ચૂકાદો આપ્યો હતો.

ઓબીસીને 27 ટકા અનામત આપવામાં આવશે નહીં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને વટહુકમને પડકારવામાં આવ્યો હતો. સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસીને 27 ટકા અનામત આપવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે મહારાષ્ટ્ર સરકાર ટ્રિપલ ટેસ્ટનું પાલન કર્યા વિના જ વટહુકમ લાવી છે. તેથી જ OBCને 27 ટકા અનામત આપવાના નિર્ણય પર રોક લગાવવામાં આવી રહી છે. આ સાથે જ કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને પણ આ નિર્ણય પર આગળ ન વધવા જણાવ્યું છે.

આ પણ વાંચોઃ

Honeytrap Racket : ફેસબુકમાં મિત્રતા કરી યુવતી બોલાવતી હતી મળવા, અને પછી થતી નકલી પોલીસની એન્ટ્રી, પોલીસે કર્યો હનીટ્રેપ રેકેટનો પર્દાફાશ

આ પણ વાંચોઃ

Nagaland firing : લોકસભામાં અમિત શાહનું નિવેદન – શંકાના કારણે બની ઘટના, SITની કરાઈ છે રચના, સ્થિતિ તંગ પરંતુ નિયંત્રણમાં

Follow Us
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
g clip-path="url(#clip0_868_265)">