AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ને લઈને સુપ્રિયા સુલેએ કર્યો સવાલ, કાશ્મીરી પંડિતો માટે શું કરી રહી છે મોદી સરકાર

સુપ્રિયા સુલેએ સંસદમાં બોલતા કહ્યું, 'જો બાળક કુપોષિત રહી જાય છે, તો માતા તેની સાથે શું કરે છે? સાત વર્ષ સુધી તેને સારું ખાવા-પીવાનું આપશે અને તેને સ્વસ્થ બનાવશે. મારું બાળક કુપોષિત છે. એમ ચીસો પાડીને ભટકશે નહીં. છેલ્લા સાત વર્ષમાં ભાજપની કેન્દ્ર સરકારે કાશ્મીરી વિસ્થાપિતો માટે શું કર્યું છે ?

'ધ કાશ્મીર ફાઇલ્સ' ને લઈને સુપ્રિયા સુલેએ કર્યો સવાલ, કાશ્મીરી પંડિતો માટે શું કરી રહી છે મોદી સરકાર
NCP MP Supriya Sule questions Modi government in Lok Sabha
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2022 | 9:57 PM
Share

મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)  બીજેપી સંસદીય સમિતિની બેઠકમાં ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) પર ચર્ચા કરી અને તેને જોવા માટે હાકલ કરી. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની દુર્દશા પર આધારિત છે જેમને જમ્મુ-કાશ્મીરમાંથી હિજરત કરવાની ફરજ પડી હતી. આ ફિલ્મનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, ‘આ પ્રકારની વધુ ફિલ્મો બનવી જોઈએ. સત્ય દરેક સ્વરૂપે બહાર આવવું જોઈએ. જે સત્ય દાયકાઓથી દબાયેલું હતું, તે સત્ય આ ફિલ્મમાં સામે આવ્યું છે. જેઓ વિચારે છે કે આ સાચું નથી તેઓ બીજી ફિલ્મ બનાવી શકે છે. કોણે રોક્યા છે?’ બીજી તરફ શરદ પવારની પુત્રી અને મહારાષ્ટ્રના એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ લોકસભામાં મોદી સરકારને સવાલ કર્યો કે સત્તાના સાત વર્ષમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે શું કર્યું?

સુપ્રિયા સુલેએ સંસદમાં બોલતા કહ્યું, ‘જો બાળક કુપોષિત રહી જાય છે, તો માતા તેની સાથે શું કરે છે ? સાત વર્ષ સુધી તેને સારું ખાવા-પીવાનું આપશે અને તેને સ્વસ્થ બનાવશે. મારું બાળક કુપોષિત છે. એમ ચીસો પાડીને ભટકશે નહીં.

બજેટમાં વિસ્થાપિત પંડિતો માટે શું, સાંસદ સુપ્રિયા સુલેએ પૂછ્યું

સાંસદ સુપ્રિયા સુલેએ સવાલ કર્યો કે બજેટમાં જમ્મુ-કાશ્મીર માટે અલગથી શું જોગવાઈ કરવામાં આવી છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતોની સ્થિતિ સુધારવા માટે નવા કાર્યક્રમો શું છે ? છેલ્લા 60 વર્ષમાં જે થયું તે થયું, હજુ કેટલા વર્ષો સુધી તેનું પુનરાવર્તન થશે. હવે તેઓ આ સાંભળીને થાકી ગયા છે. લોકસભામાં જમ્મુ-કાશ્મીરના બજેટ પર ચર્ચા કરતી વખતે સુપ્રિયા સુલેએ આ સવાલો ઉઠાવ્યા હતા.

‘તમને સત્તામાં આવ્યાને સાત વર્ષ થઈ ગયા, તમે કેટલા અદ્ભુત કામો કર્યા છે ?’

સુપ્રિયા સુલેએ વધુમાં કહ્યું કે, ‘જો તમે કાશ્મીરી પંડિતોની સ્થિતિને લઈને આટલા જ ચિંતિત છો તો તેમનાથી સંબંધિત યોજનાઓને બજેટમાં સામેલ કરો. તેમની સુધારણા માટે અલગ યોજના લાવો. છેલ્લા સાઠ વર્ષમાં તેની સાથે કેટલો અત્યાચાર થયો છે તે કહેવાની હંમેશા જરૂર નથી. તમને સત્તામાં આવ્યાને સાત વર્ષ થઈ ગયા છે. હવે જે થયું તે છોડો. તમે તેમને મદદ કેમ નથી કરતા ?’

સુપ્રિયા સુલેએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે કાશ્મીરી લોકો માટે હજારો નોકરીઓનું આશ્વાસન આપ્યું છે. આ અંગે જમીન પર કંઈ થયું નથી. સુપ્રિયા સુલેએ એવો પણ સવાલ કર્યો હતો કે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી વાસ્તવિકતામાં શું બદલાવ આવ્યો છે તે જાણવાની જરૂર છે. સાંસદે જમ્મુ-કાશ્મીરની જીડીપી અને દેવાની સ્થિતિને ચિંતાજનક ગણાવી અને ત્યાંના સ્માર્ટ સિટી પ્રોજેક્ટને નિષ્ફળ ગણાવ્યો.

આ પણ વાંચો :  ભાજપની માંગ સામે મહારાષ્ટ્ર સરકાર ઝૂકી, બિલ ન ભરવા પર ખેડૂતોના વીજ જોડાણ નહી કપાય

Follow Us
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
g clip-path="url(#clip0_868_265)">