AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: નવાબને મંત્રીમંડળમાંથી હટાવો, બીજેપીએ કરી સીએમ ઉદ્વવ ઠાકરે પાસે માંગ

નીલેશ રાણેએ નવાબ મલિક પર પણ કટાક્ષ કરતા કહ્યું હતું કે જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેઓ EDની ઓફિસમાંથી મુઠ્ઠી ઉંચકીને બહાર આવી રહ્યા હતા જાણે કે તેઓ મહાન સ્વાતંત્ર્ય સેનાની હોય. જાણે કોઈ મોટી લડાઈ જીતીને આવી રહ્યા હોય. સમગ્ર મુંબઈમાં બેનરો લગાવવામાં આવ્યા, 'હું ઝૂકીશ નહીં' આટલો જ લડવાનો શોખ છે તો તેમને યુક્રેન મોકલી દેવા જોઈએ.

Maharashtra: નવાબને મંત્રીમંડળમાંથી હટાવો, બીજેપીએ કરી સીએમ ઉદ્વવ ઠાકરે પાસે માંગ
Uddhav Thackeray, Nawab Malik, Sharad Pawar
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 6:40 PM
Share

મહારાષ્ટ્રની (Maharashtra) ઠાકરે સરકારમાં નવાબનું મહોરું પહેરીને ફરતા મલિક નામના મંત્રી સીધી રીતે  કુખ્યાત આંતરરાષ્ટ્રીય આતંકવાદી અને દેશદ્રોહી દાઉદ ઈબ્રાહિમ સાથે સંબધ હોવાનુ તપાસનીશ એજન્સી માને છે. ઈડીની ચાર્જશીટમાં આ સ્પષ્ટ થઈ ગયું છે. આમ છતાં આ મંત્રીના બચાવમાં આખી ઠાકરે સરકાર કૂદી પડી છે. તેમ ભાજપનું કહેવુ છે. દેશદ્રોહી દાઉદ સાથે સંબંધિત વ્યક્તિને સમર્થન આપતી ઠાકરે સરકાર મહારાષ્ટ્રના લોકોના જીવ સાથે રમત રમી રહી છે અને દાઉદના હાથનું રમકડું બની રહી છે. ઠાકરે સરકારે સત્તાની સુરક્ષા માટે જનતાની સુરક્ષાને દાવ પર લગાવવાની રમત તાત્કાલિક બંધ કરવી જોઈએ અને ડી કંપની સાથે જોડાણ ધરાવતા નવાબ મલિકને (Nawab Malik) કેબિનેટમાંથી તાત્કાલિક બહાર કરવા જોઈએ. આ માંગ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ માધવ ભંડારી અને ધારાસભ્ય નિરંજન ડાવખરેએ મંગળવારે તેમની પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી.

ભાજપના ધારાસભ્ય આશિષ શેલારે પણ મંગળવારે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરીને નવાબ મલિકને કેબિનેટમાંથી હટાવવાની માંગ કરી હતી. સીએમ ઉદ્ધવ ઠાકરેને સંબોધતા તેમણે કહ્યું, ‘કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા આતંકવાદ સામેની લડાઈમાં સહયોગ કરો. દેશ અને ધર્મ પર માત્ર શાબ્દિક વાણીવિલાસ જ નહીં, હવે એક્શનનો સમય આવી ગયો છે. ઉદ્ધવજી, તમે દાઉદ અને તેના સહયોગીઓ સામે ફોજદારી કેસ દાખલ કરવાનો આદેશ આપો. શરદ પવાર સામે ઝુકશો નહીં, નવાબ મલિકને તરત જ કેબિનેટમાંથી બહાર કરી દો. મહા વિકાસ આઘાડી સરકારના ત્રણેય પક્ષોમાંથી અમારી આશા ઉદ્ધવ ઠાકરે પાસેથી જ છે. અન્ય બંને પક્ષો પાસેથી અપેક્ષાઓ વ્યર્થ છે, જો તમે નક્કર ભૂમિકા અપનાવો તો ભાજપ શિવસેનાને બિનશરતી સહકાર આપશે.

શું ખબર નવાબ જ નીકળે દાઉદના ફ્રન્ટમેન, નિલેશ રાણેનું સનસનાટીભર્યું નિવેદન

ભાજપના અલગ-અલગ નેતાઓના આરોપો બાદ ભાજપના પ્રદેશ સચિવ અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ પણ મંગળવારે નવાબ મલિક વિશે સનસનાટીભર્યું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, નવાબ મલિકે દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત લોકો સાથે જમીનનો સોદો કર્યા બાદ મુંબઈમાં ત્રણ બોમ્બ વિસ્ફોટ થયા હતા. નવાબ મલિકે દાઉદના લોકો પાસેથી પાણીના ભાવે મિલકત ખરીદી હતી. આમાં 100% કાળા નાણાનો ઉપયોગ થયો. દાઉદ દેશનો નંબર વન દુશ્મન છે.  તેના લોકો સાથે તેઓ જમીનના સોદા કરે છે.

શું ખબર કાલે નવાબ મલિક, દાઉદ ઈબ્રાહિમના અસલી ફ્રન્ટમેન સાબિત થઈ જાય. જો દાઉદ ઈબ્રાહિમ અહીં રિયલ એસ્ટેટ બિઝનેસમાં આવવા માંગે છે તો તેને નવાબ મલિક જેવા ફ્રન્ટમેનની જરૂર છે.” આ દાવો નિલેશ રાણેએ કર્યો છે.

‘નવાબ દેખાડી રહ્યા હતા સ્વાતંત્ર્ય સેનાની જેવો રૂઆબ, જાણે કોઈ જંગ જીત્યા હોય જનાબ

નીલેશ રાણેએ નવાબ મલિક પર પણ કટાક્ષ કરતા કહ્યું હતું કે જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેઓ EDની ઓફિસમાંથી મુઠ્ઠી ઉંચકીને બહાર આવી રહ્યા હતા જાણે કે તેઓ મહાન સ્વાતંત્ર્ય સેનાની હોય. જાણે કોઈ મોટી લડાઈ જીતીને આવી રહ્યા હોય. સમગ્ર મુંબઈમાં બેનરો લગાવવામાં આવ્યા, ‘હું ઝૂકીશ નહીં’ આટલો જ લડવાનો શોખ છે તો તેમને યુક્રેન મોકલી દેવા જોઈએ.

આ પણ વાંચો : Maharashtra: હેમંત નાગરેલની બદલીથી રાજકારણ ગરમાયુ, NCP નેતાએ કર્યો ચોંકાવનારો દાવો

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">