Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું કોરોનાનો ‘XE’ વેરિઅન્ટ ઓમિક્રોન કરતાં પણ ખતરનાક ? મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાને આપ્યુ મોટુ નિવેદન

સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ (Rajesh Tope) કહ્યું કે, અત્યાર સુધી મળેલી માહિતી મુજબ કોવિડનું 'XE' વેરિઅન્ટ ( Corona new variant) ઓમિક્રોન કરતાં 10 ટકા વધુ ચેપી છે. રિપોર્ટ આવ્યા બાદ જ અમે તેના વિશે વિગતવાર વાત કરીશું.

શું કોરોનાનો 'XE' વેરિઅન્ટ ઓમિક્રોન કરતાં પણ ખતરનાક ? મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાને આપ્યુ મોટુ નિવેદન
Maharashtra Health minister Rajesh Tope (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 1:29 PM

વિશ્વમાં કોરોના વાયરસ (Covid-19) નો ફેલાવો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ લડાઈ એક વેરિઅન્ટથી પૂરી થતી નથી કે બીજા વેરિઅન્ટનો ખતરો વધવા લાગે છે. વિશ્વના ઘણા દેશોમાં ફરી એકવાર કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને ચીન(China)  અને યુરોપના(Europe)  ઘણા ભાગોમાં દૈનિક કેસ ઝડપથી (Corona Case) વધી રહ્યા છે. આ દરમિયાન ભારતમાં કોરોનાના ‘XE’ પ્રકારનો પ્રથમ કેસ મુંબઈમાં મળી આવ્યો છે. તમને જણાવી દઈએ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના વૈજ્ઞાનિકોએ તેમના તાજેતરના રિપોર્ટમાં લોકોને કોરોનાના નવા ઉભરતા ખતરા XE વેરિઅન્ટ વિશે ચેતવણી આપી હતી. આ વેરિઅન્ટ Omicron, BA.1 અને BA.2ના બે વેરિઅન્ટથી બનેલું છે.

આ નવા XE વેરિઅન્ટ વિશે, મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે(Rajesh Tope)  કહ્યું છે કે, આરોગ્ય વિભાગ ‘XE’ વેરિઅન્ટ પર કોઈ પુષ્ટિ કરી શક્યું નથી. કારણ કે હજુ સુધી NIB (National Institute of Biological) નો રિપોર્ટ નથી. જનતાને અપીલ કરતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ અંગે ગભરાવાની જરૂર નથી. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ (Rajesh Tope) કહ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ કોવિડનું ‘XE’ પ્રકાર ઓમિક્રોન વેરિઅન્ટ કરતા 10 ટકા વધુ ચેપી છે. વધુમાં તેણે કહ્યું કે,રિપોર્ટ આવ્યા બાદ જ અમે તેના વિશે વિગતવાર વાત કરીશું.ઉલ્લેખનીય છે કે, બુધવારે Omicron વેરિઅન્ટના સબ XE વેરિઅન્ટનો પહેલો કેસ મુંબઈમાં જોવા મળ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સંક્રમિત વ્યક્તિની હાલત નાજુક નથી.

XE વેરિઅન્ટની લાક્ષણિકતાઓ

આ વેરિઅન્ટના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ અને શરદી, ચામડીમાં બળતરા, પેટમાં અસ્વસ્થતા વગેરેનો સમાવેશ થાય છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં આ નવા વેરિઅન્ટના માત્ર 600 કેસ સામે આવ્યા છે. ઉપરાંત XE વેરિઅન્ટ વધુ ગંભીર હોવાના હજુ સુધી કોઈ પુરાવા નથી. તે ઓમિક્રોનના તમામ પ્રકારોથી બનેલું છે. જો કે ઓમિક્રોનની સ્થિતિ બહુ ગંભીર જોવા મળી નહોતી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Ranbir Alia Wedding : રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ શરૂ થઈ, પંજાબી રીતિ-રિવાજથી બંને લગ્ન કરશે

MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
g clip-path="url(#clip0_868_265)">