Ranbir Alia Wedding : રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ શરૂ થઈ, પંજાબી રીતિ-રિવાજથી બંને લગ્ન કરશે

Rabir Kapoor and Alia Bhatt Wedding : માત્ર રણબીર (Ranbir kapoor) અને આલિયા (Alia Bhatt) જ નહીં પરંતુ તેમના પરિવારે પણ આ મોટા લગ્ન વિશે મૌન સેવ્યું છે, પરંતુ તેમના લગ્ન વિશે દરરોજ નવા સમાચારો સામે આવી રહ્યા છે.

Ranbir Alia Wedding : રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ શરૂ થઈ, પંજાબી રીતિ-રિવાજથી બંને લગ્ન કરશે
Alia Bhatt & Ranbir Kapoor (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 11:45 AM

રણબીર કપૂર  (Ranbir Kapoor)અને આલિયા ભટ્ટ (Alia Bhatt) બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. જ્યારથી બંનેએ તેમના રિલેશનશિપની પુષ્ટિ કરી છે ત્યારથી તેમના ચાહકો તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના (Ranbir Kapoor and Alia Bhatt Wedding) સમાચાર હેડલાઇન્સમાં રહ્યા છે. તેમના લગ્નની વિગતો દરરોજ સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના ફંક્શન(Wedding Function)  13 એપ્રિલથી શરૂ થશે અને 17 એપ્રિલે બંને એકબીજા સાથે સાત ફેરા લેશે. જોકે, રણબીર અને આલિયાએ અત્યાર સુધી તેમના લગ્ન અંગે મૌન સેવ્યું છે.

રણબીર અને આલિયા પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે

આ દરમિયાન રણબીર અને આલિયાના (Actress Alia Bhatt) લગ્નને લઈને એક નવી માહિતી સામે આવી છે. એક TOI અહેવાલ અનુસાર ચેમ્બુરના RK બંગલોમાં આલિયા અને રણબીરના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લગ્નના ફંક્શનો 3 થી 4 દિવસ સુધી ચાલશે. ઉપરાંત બંને પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે. હાલમાં લગ્નની તારીખની પુષ્ટિ થઈ નથી, પરંતુ માનવામાં આવે છે કે 17 એપ્રિલે બંને લગ્નના બંધનમાં બંધાશે.

માત્ર રણબીર અને આલિયા જ નહીં પરંતુ તેમના પરિવારે પણ આ મોટા લગ્ન અંગે મૌન સેવ્યું છે. આ કપૂર ખાનદાનના કદાચ  છેલ્લા લગ્ન હશે, તેથી તેઓ તેને યાદગાર બનાવવા માંગે છે. તમને જણાવી દઈએ કે, આરકે બંગલો ઘણો આલીશાન છે. આ બંગલામાં વિશાળ ગાર્ડન છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રોને આમંત્રણ

મળતા અહેવાલ અનુસાર હાલમાં લગ્ન માટે કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી, પરંતુ નજીકના લોકોને લગ્ન વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી છે. આ લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવશે. આ ઉપરાંત રણબીર કપૂર સાથે છેલ્લા ઘણા સમયથી કામ કરી રહેલા તેના હેરસ્ટાઈલિસ્ટ, ટેકનિશિયન, આસિસ્ટન્ટ અને સ્પોટ બોયઝને પણ આ લગ્નમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : RRR Sequel : શું જુનિયર NTR અને રામ ચરણની ફિલ્મ ‘RRR’ ની સિક્વલ બનશે ? એસએસ રાજામૌલીએ કર્યો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">