મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, હવે તમામ સરકારી વાહનો હશે ઈલેક્ટ્રિક, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ કરી જાહેરાત
1 જાન્યુઆરી, 2022થી રાજ્ય સરકાર તે વાહનો ખરીદશે જે ફક્ત ઈલેક્ટ્રિક પર ચાલે છે. સરકારી સંસ્થાઓ માટે ઈલેક્ટ્રિક વાહનો પણ ભાડે લેવામાં આવશે.
નવા વર્ષની શરૂઆતમાં મહારાષ્ટ્રની ઠાકરે સરકારે (Thackeray Government) રવિવારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. એક દિવસ અગાઉ મુંબઈ (Mumbai)માં 500 ચોરસ ફૂટ સુધીના મકાનો માટે મિલકત વેરો માફ કર્યા બાદ હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 જાન્યુઆરી, 2022થી રાજ્ય સરકાર તે વાહનોનો ઉપયોગ કરશે જે ઈલેક્ટ્રીકથી ચાલે છે. સરકારી સંસ્થાઓ માટે ઈલેક્ટ્રિક વાહનો પણ ભાડે લેવામાં આવશે. પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે (Aaditya Thackeray)એ આ જાહેરાત કરી છે.
આ જાહેરાત કરતી વખતે આદિત્ય ઠાકરેએ સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકારે આ નિર્ણય પહેલેથી જ લઈ લીધો છે. પરંતુ અત્યાર સુધી આ નિર્ણયને 1લી એપ્રિલ 2022થી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ નિર્ણય 1 જાન્યુઆરીથી જ લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ રાજ્યમાં તમામ સરકારી વાહનો ઈલેક્ટ્રીકથી ચાલશે. પ્રદુષણ (pollution) રોકવા માટે પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેની આ મોટી જાહેરાત છે.
પ્રદૂષણ મુક્ત વાતાવરણ માટે ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માટે પ્રોત્સાહન
આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે આ નિર્ણયનું કારણ સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ માટે લોકોને ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા માટે આપ્યું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું છે કે ‘મહારાષ્ટ્ર સરકારે પર્યાવરણ પ્રત્યે તેની પ્રતિબદ્ધતા બનાવવા અને નાગરિકોને આમ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે 1 એપ્રિલના બદલે 1 જાન્યુઆરી, 2022થી આ નિર્ણયનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ હવે સરકારી વાહનો માટે માત્ર ઈલેક્ટ્રિક વાહનો જ ખરીદવામાં આવશે અથવા ભાડે લેવામાં આવશે.
Keeping our commitment to clean mobility and encouraging citizens, the Govt of Maharashtra has decided to implement the decision of Purchasing or Renting only Electric Vehicles for Govt/ Urban Local Bodies/ Corporations from 1st January 2022 instead of 1st April 2022.
— Aaditya Thackeray (@AUThackeray) January 2, 2022
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીના સમર્થન અને સહકારથી આ નિર્ણય લેવામાં આવ્યો
વધુમાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે, ‘પર્યાવરણ મંત્રાલય પ્રદૂષણને રોકવા અને સ્વચ્છ પર્યાવરણ માટે યોજનાઓ અમલમાં મૂકવાના પ્રયાસો કરી રહ્યું છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે ( Chief Minister Uddhav Thackeray), નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર ( Deputy Chief Minister Ajit Pawar) અને મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાટે ( Revenue Minister Balasaheb Thorat) પર્યાવરણ મંત્રાલયના આ હેતુ માટે તેમનો ટેકો અને સહકાર આપ્યો છે, જેના માટે હું તેમનો આભાર માનું છું.
EV વાહનો માટે સરકારના પ્રયાસો ચાલુ
પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનોથી થતાં પ્રદુષણને રોકવા માટે રાજ્યમાં તમામ સરકારી વાહનોને ઈલેક્ટ્રીક બનાવવાના આ નિર્ણયને એક મોટો ક્રાંતિકારી નિર્ણય માનવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલ વાહનોના કારણે પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રીય સ્તરે પણ ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ઈલેક્ટ્રિક વાહનોનું માર્કેટ પણ તેજ ગતિએ વધી રહ્યું છે. ઘણી કંપનીઓ ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં રોકાયેલી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Union Minister Nitin Gadkari) પણ ઈલેક્ટ્રિક વાહનોને લઈને સતત મોટી જાહેરાતો કરી રહ્યા છે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનો વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે.
આ પણ વાંચો: સગી જનેતાએ જ પોતાના ચાર બાળકોને પહેલા કૂવામાં ધકેલી દીધા, બાદમાં પોતે કરી આત્મહત્યા, જાણો સમગ્ર મામલો