મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, મુંબઈમાં પ્રવેશવા નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ

|

Oct 14, 2024 | 12:08 PM

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા શિંદે કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. મુંબઈમાં ટોલ પ્લાઝા પર કોઈ ટેક્સ નહીં લાગે. મુંબઈમાં પ્રવેશ સમયે આવતા તમામ પાંચ ટોલ બૂથ પર ટોલ ટેક્સ ફ્રી કરવામાં આવ્યો છે. જેનો લાભ હવે લાખો લોકોને મળશે. આ ટોલ બૂથ દ્વારા દરરોજ હજ્જારોની સંખ્યામાં વાહનો મુંબઈમાં પ્રવેશે છે અને બહાર નીકળે છે.

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, મુંબઈમાં પ્રવેશવા નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ

Follow us on

મહારાષ્ટ્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલા શિંદે કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. મુંબઈમાં ટોલ પ્લાઝા પર કોઈ ટેક્સ નહીં લાગે. મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બૂથ પર તમામ નાના ફોર-વ્હીલર માટે કોઈ ટોલ ટેક્સ લાગશે નહીં. શિંદે સરકારના આ નિર્ણયનો અમલ આજે 14મી ઓક્ટોબરની મધ્ય રાત્રે 12 વાગ્યાથી થશે.

વાસ્તવમાં, આ 5 ટોલ પોઈન્ટના નામ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો, મુલુંડ, વાશી, દહિસર, આનંદ નગર અને ઐરોલી… આ 5 ટોલ પ્લાઝા છે જેને ફોર-વ્હીલર માટે ફ્રી કરવામાં આવ્યા છે. આ ટોલ દ્વારા, દરરોજ મોટી માત્રામાં વાહનો મુંબઈમાં પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે. આવી સ્થિતિમાં, માત્ર મુંબઈના લોકો જ નહીં પરંતુ અન્ય રાજ્ય અને બહારના શહેરોમાંથી મુંબઈ આવતા લોકોને પણ ટોલટેક્સ ફ્રી જાહેરાતનો લાભ મળશે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

કાર અને ટેક્સીને ટોલ ટેક્સમાંથી રાહત

આજે રાત્રે 12 વાગ્યા પછી મુંબઈમાં આવતી કાર અને ટેક્સીઓને ટોલ ટેક્સમાંથી રાહત મળી શકશે. આ છૂટ હળવા ફોર વ્હીલર વાહનો માટે આપવામાં આવી છે. કાર, ટેક્સી, જીપ, વાન, નાની ટ્રક, ડિલિવરી વાન જેવા વાહનો હળવા વાહનોની શ્રેણીમાં આવે છે.

Published On - 11:43 am, Mon, 14 October 24

Next Article