OBC Reservation: ઓબીસી અનામત મુદ્દે મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય, વટહુકમ દ્વારા આપવામાં આવશે અનામત

ઓબીસી અનામત માટે વટહુકમ લાવવામાં આવશે. આ માહિતી ઠાકરે સરકારના મંત્રી છગન ભુજબલે (Chhagan Bhujbal) આપી હતી. અનામત આપવા માટે આંધ્રપ્રદેશ અને તેલંગાણાનું મોડેલ અપનાવવામાં આવશે.

OBC Reservation: ઓબીસી અનામત મુદ્દે મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય, વટહુકમ દ્વારા આપવામાં આવશે અનામત
ઉદ્ધવ ઠાકરે (ફાઈલ ઈમેજ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 10:36 PM

ઓબીસીના રાજકીય અનામતના (OBC Reservation) મુદ્દે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની (CM Uddhav Thackeray) આગેવાનીવાળી મહા વિકાસ આઘાડી સરકારે (Maha Vikas Aghadi) બુધવારે (15 સપ્ટેમ્બર) એક મહત્વનો નિર્ણય લીધો છે.

ઓબીસી અનામત માટે વટહુકમ લાવવામાં આવશે. આ માહિતી ઠાકરે સરકારના મંત્રી છગન ભુજબલે (Chhagan Bhujbal) આપી હતી. છગન ભુજબલે કહ્યું કે અનામત આપવા માટે આંધ્ર પ્રદેશ અને તેલંગાણાનું મોડેલ અપનાવવામાં આવશે. જોકે 10થી 12 ટકા જગ્યા ઓછી હશે. પરંતુ સુપ્રીમ કોર્ટે રદ કરતા પહેલા જેટલુ અનામત મળી રહ્યું હતું, તેમાંથી 90 ટકા સુધી બચાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સુપ્રીમ કોર્ટના આદેશનું શું થશે?

તમને જણાવી દઈએ કે રાજ્યનું ઓબીસી અનામત રદ કરતી વખતે ઈન્દિરા સાહનીના નિર્ણય હેઠળ સુપ્રીમ કોર્ટે એક મહત્વની વાત કહી હતી કે કોઈ પણ સંજોગોમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધુ ન હોઈ શકે. પરંતુ મહારાષ્ટ્રમાં ઓબીસીનું રાજકીય અનામત આ મર્યાદા પાર કરી રહ્યું હતું. આ કારણે સુપ્રીમ કોર્ટે આ આરક્ષણ રદ કર્યું. આ અંગે બોલતા છગન ભુજબલે કહ્યું કે દેશમાં ઘણી જગ્યાએ અનામતની આ મર્યાદા પાર થઈ ગઈ છે. પરંતુ અમે આ મર્યાદાને પાર કરીશું નહીં. 50 ટકાની મર્યાદામાં રહીને જ અમે વટહુકમ લાવીશું.

5 જિલ્લા પરિષદો અને પંચાયત સમિતિઓની ચૂંટણી પહેલા લેવાયેલો નિર્ણય

ઓબીસી અનામતને લઈને રાજ્યમાં જોરદાર રાજકારણ શરૂ થઈ રહ્યું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના નિર્દેશને ધ્યાનમાં રાખીને રાજ્યના ચૂંટણી પંચે (Election Commission) 5 જિલ્લા પરિષદો અને તેમની સંબંધિત પંચાયત સમિતિઓની પેટાચૂંટણી (By Election for 5 Zila Parishad and Panchayat Samiti) માટે ટાઈમટેબલ જાહેર કર્યું છે.

5 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને 6 ઓક્ટોબરે મત ગણતરી થશે. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ જાહેરાત કરી છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઓબીસી અનામત માટે વટહુકમ લાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને મંત્રી છગન ભુજબલે તે અંગે પત્રકાર પરિષદ યોજી હતી.

કોંગ્રેસના નેતાએ બે દિવસ પહેલા વટહુકમ લાવવાનો સંકેત આપ્યો હતો

આના બે દિવસ પહેલા કોંગ્રેસના નેતા અને મંત્રી વિજય વડેટ્ટીવારે (Vijay Wadettiwar) વટહુકમ બહાર પાડવાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઓબીસી સમાજના લોકો સાથે સંબંધિત ઈમ્પિરિકલ ડેટા ઉપલબ્ધ થયો નથી અને ચૂંટણી નજીક આવી રહી છે. આવી પરીસ્થિતિમાં વટહુકમ લાવીને અનામતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.

આ પણ વાંચો :  Maharashtra : સાકીનાકા રેપ કેસ બાદ પોલીસનો મહત્વનો નિર્ણય , મુંબઈના દરેક પોલીસ સ્ટેશનમાં ‘નિર્ભયા સ્કવોડ’ તૈનાત કરવામાં આવશે

g clip-path="url(#clip0_868_265)">