Maharashtra: ફોન ટેપિંગ કેસમાં IPS રશ્મિ શુક્લાને આંચકો, પુણે પોલીસે FIR નોંધી

|

Feb 26, 2022 | 6:48 PM

મહારાષ્ટ્ર ગુપ્તચર વિભાગના ભૂતપૂર્વ કમિશનર અને પુણેના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રશ્મિ શુક્લા (Rashmi Shukla) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રશ્મિ શુક્લા પર લોકોના ફોન ખોટી રીતે ટેપ કરવાનો આરોપ હતો.

Maharashtra: ફોન ટેપિંગ કેસમાં IPS રશ્મિ શુક્લાને આંચકો, પુણે પોલીસે FIR નોંધી
Rashmi Shukla (File Image)

Follow us on

મહારાષ્ટ્ર ગુપ્તચર વિભાગના ભૂતપૂર્વ કમિશનર અને પુણેના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રશ્મિ શુક્લા (Rashmi Shukla) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. રશ્મિ શુક્લા પર લોકોના ફોન (Phone tapping case) ખોટી રીતે ટેપ કરવાનો આરોપ હતો. આ કિસ્સાએ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી. ફોન ટેપિંગના આરોપોની તપાસ માટે રાજ્ય પ્રશાસન દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. રાજ્યના તત્કાલિન ડીજીપી સંજય પાંડે દ્વારા આ સમિતિની કાર્યવાહી પર નજર રાખવામાં આવી રહી હતી. આ સમિતિ દ્વારા આપવામાં આવેલા અહેવાલ અને રાજ્ય પ્રશાસનના આદેશના આધારે પુણે પોલીસે આ કાર્યવાહી કરી છે. કેસ નોંધાવાથી રશ્મિ શુક્લાની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ મામલે પુણેના બંડ ગાર્ડન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

સંજય પાંડેની કમિટીએ આપેલા અહેવાલના આધારે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વૈશાલી ચાંદગુડેએ બંડ ગાર્ડન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદોના આધારે ટેલિગ્રાફ એક્ટ (સેક્શન 26) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં રશ્મિ શુક્લા કેન્દ્ર વતી હૈદરાબાદમાં ફરજ પર છે.

મુંબઈની સાયબર પોલીસે પણ કેસ નોંધ્યો

રશ્મિ શુક્લા પર ખોટી રીતે ફોન ટેપ કરીને પોલીસ અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગ સંબંધિત સંવેદનશીલ માહિતી લીક કરવાનો આરોપ છે. સાયબર સેલે આ મામલે મુંબઈ પોલીસ તરફથી કેસ પણ નોંધ્યો છે. તે કેસ રદ કરાવવા માટે રશ્મિ શુક્લા મુંબઈ હાઈકોર્ટમાં પણ ગઈ હતી.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

આ કેસમાં સરકારી વકીલે કહ્યું હતું કે, “આ કેસ પોલીસ અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ સંબંધિત ભ્રષ્ટાચાર, ફોન ટેપિંગ, રાજ્યના તત્કાલિન મુખ્ય સચિવ સીતારામ કુંટે, ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સાથે સંબંધિત CBI તપાસ સંબંધિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત નથી. પરંતુ ફોન ટેપિંગથી સબંધિત રિપોર્ટથી જોડાયેલી સંવેદનશીલ જાણકારીઓને જાહેર કરવા સબંધિત છે.”

ફડણવીસે પોલીસ ટ્રાન્સફર-પોસ્ટિંગમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો

રાજ્યના ઈન્ટેલિજન્સ યુનિટના કમિશનર તરીકે શુક્લાએ તત્કાલિન ડીજીપીને એક ગોપનીય અહેવાલ મોકલ્યો હતો. તે માર્ચ 2021 માં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ અહેવાલની માહિતીના આધારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર પોલીસ ટ્રાન્સફર-પોસ્ટિંગમાં કમિશનખોરીનો આરોપ મૂક્યો હતો.

આ પછી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે અને એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડે રશ્મિ શુક્લા પર દેવેન્દ્ર ફડણવીસને ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી ફોન ટેપિંગના મામલામાં મુંબઈ પોલીસના સાયબર યુનિટે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો : Mumbai School: મુંબઈમાં 2 માર્ચથી શાળાઓ સંપૂર્ણ ક્ષમતાથી શરૂ થશે, BMCએ પરિપત્ર બહાર પાડ્યો

Next Article