Maharashtra : તંત્રની અનોખી પહેલ, છેવાડાના આ ગામ સુધી વેક્સિન પડોંચાડવા કરવામાં આવ્યો ડ્રોનનો ઉપયોગ

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ અનોખી પહેલના ભાગ રૂપે, 300 વેક્સિન ડોઝનો જથ્થો જૌહરથી જાપ ગામ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

Maharashtra : તંત્રની અનોખી પહેલ, છેવાડાના આ ગામ સુધી વેક્સિન પડોંચાડવા કરવામાં આવ્યો ડ્રોનનો ઉપયોગ
Drone used to deliver corona vaccine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 4:14 PM

Maharashtra : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા (Palghar District) પ્રશાસને પ્રાયોગિક ધોરણે દુર્ગમ વિસ્તારમાં સ્થિત એક દૂરના ગામમાં કોરોના રસીના ડોઝ (Vaccine Dose) પહોંચાડવા માટે ડ્રોનનો (Drone) ઉપયોગ કર્યો છે. વહીવટીતંત્રના એક ઉચ્ચ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. આ પ્રયોગનું સંકલન કરનાર જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. માણિક ગુરસાલે (Manik Gursale) જણાવ્યું હતું કે, ગુરુવારે સફળતાપૂર્વક હાથ ધરવામાં આવેલો આ પ્રયોગ લગભગ રાજ્યમાં કરવામાં આવેલો આ પ્રથમ પ્રયોગ છે.

શુક્રવારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ અનોખી પહેલના ભાગ રૂપે, 300 વેક્સિન ડોઝનો જથ્થો જૌહરથી જાપ ગામ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. 40 મિનિટથી વધુ સમય લાગી શકે તેવું કાર્ય ડ્રોન દ્વારા માત્ર નવ મિનિટમાં પૂર્ણ થયું હતું. તમને જણાવી દઈએ કે, આ વેક્સિન ગામની બાજુમાં આવેલા સ્થાનિક જાહેર આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડવામાં આવી હતી.

ગ્રામીણ વિસ્તારોમાં વેક્સિન સરળતાથી પહોંચી જશે

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

એક અધિકારીએ જણાવ્યું હતુ કે, આ ડ્રોન દ્વારા લગભગ 20 કિલોમીટરનું અંતર નવ મિનીટમાં પાર કરવામાં આવ્યુ હતુ. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. દયાનંદ સૂર્યવંશીએ (Dr. Dayanand Suryavanshi) જણાવ્યું હતું કે, ખાનગી કંપનીઓની મદદથી આ શક્ય બન્યું છે. વધુમાં તેમણે કહ્યું કે રસીકરણ ઝુંબેશ હેઠળ જે રસીકરણ કેન્દ્રો સુધી વેક્સિન પહોંચવામાં મુશ્કેલી પડે છે, તેવા વિસ્તારોમાં આ ડ્રોનનો સરળતાથી ઉપયોગ થઈ શકશે.

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત

શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના 902 નવા કેસ નોંધાયા બાદ સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 66,47,840 પર પહોંચી છે. આ સિવાય 12 દર્દીઓના મોત સાથે કુલ મૃતકોની સંખ્યા 1,41,329 થઈ છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે રાજ્યમાં ચેપના 877 નવા કેસ નોંધાયા હતા અને 12 દર્દીઓના મોત થયા હતા. જ્યારે સંક્રમણમાંથી સાજા થયેલા કુલ 680 લોકોને રજા આપવામાં આવી છે, જેની સાથે સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 64,95,929 પર પહોંચી ગઈ છે. હાલ રાજ્યમાં સંક્રમણ દર 2.12 ટકા છે.

આ પણ વાંચો : કોરોનાનો કહેર યથાવત : ઓમિક્રોનના ખતરા વચ્ચે મુંબઈની એક શાળાના 16 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, વાલીઓની વધી ચિંતા

આ પણ વાંચો : Defamation Case : માનહાનિ કેસમાં બોલિવુડ ક્વીને ખખડાવ્યા સેશન્સ કોર્ટના દ્વાર, કંગનાએ કોર્ટ સમક્ષ કરી આ માગ

g clip-path="url(#clip0_868_265)">