AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Corona Update: 5 મહિના બાદ 10 હજારથી વધુ નવા કેસ, 53 લોકોના મૃત્યુ

Maharashtra: મહારાષ્ટ્રમાં Corona સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા લગભગ 5 મહિના બાદ મહારાષ્ટ્રમાં 10,000થી પણ વધુ Coronaના નવા કેસ સામે આવ્યા છે.

Maharashtra Corona Update: 5 મહિના બાદ 10 હજારથી વધુ નવા કેસ, 53 લોકોના મૃત્યુ
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 06, 2021 | 9:16 PM
Share

Maharashtra: મહારાષ્ટ્રમાં Corona સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા લગભગ 5 મહિના બાદ મહારાષ્ટ્રમાં 10,000થી પણ વધુ Coronaના નવા કેસ સામે આવ્યા છે. 6 માર્ચને શનિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 10,216 નવા કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાથી 53 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા હવે વધીને 21,98,399 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં શુક્રવારે કોવિડ-19થી વધુ 53 લોકોના મોતને કારણે રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 52,393 થઈ ગઈ છે તો છેલ્લા 24 કલાકમાં 6,467 લોકો સાજા થતાં તેઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 20,55,951 લોકો સાજા થયા છે.

મુંબઈમાં 1,174,  પૂણેમાં 849 નવા કેસ

મુંબઈમાં કોરોના વાયરસના 1,174 નવા કેસ આવ્યા બાદ કુલ કેસની સંખ્યા વધીને 3,31,020 થઈ ગઈ છે. આ સાથે જ કોરોનાના કારણે વધુ ત્રણ લોકોના મોત સાથે મૃતકોની સંખ્યા 11,495 પર પહોંચી ગઈ છે. પુણે શહેરમાં 849 લોકો કોરોના સંક્રમિત થયા છે, જેના કારણે પૂણેમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 2,13,38 થઈ ગઈ છે. કોરોનાને કારણે વધુ ચાર લોકોના મોતથી પુણેમાં મૃત્યુઆંક વધીને 4,587 થયો છે.

નાગપુરમાં પ્રતિબંધો 14 માર્ચ સુધી લંબાવાયા  નાગપુરમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને શુક્રવારે વિવિધ પ્રવૃત્તિઓ અને સંસ્થાઓ પર લાગુ પ્રતિબંધોને 14 માર્ચ સુધી લંબાવી દીધા છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર રાધાકૃષ્ણને જાહેરનામું બહાર પાડ્યું હતું. જાહેરનામા મુજબ શાળાઓ, કોલેજો, કોચિંગ ક્લાસીસ, બજારો અને સ્વિમિંગ પુલ 14 માર્ચ સુધી બંધ રહેશે અને ત્યાં સુધી કોઈ પણ રમતની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો: Gujarat Corona Update: કોરોનાના નવા કેસોમાં ઉત્તરોત્તર વધારો, નવા 571 કેસ, એક્ટિવ કેસ 3,000ને પાર

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">