Maharashtra: રાજ્યપાલના નિવેદનનો વિવાદ, આ ધારાસભ્યએ વિરોધ દર્શાવવા કર્યુ શીર્ષાસન, જુઓ વીડિયો

મહારાષ્ટ્ર વિધાનસભા બજેટ સત્ર દરમિયાન એનસીપી ધારાસભ્યોએ પોતાની નારાજગી જાહેર કરી. ગુરુવારે બજેટ સત્ર શરૂ થતાંની સાથે જ મહાવિકાસ અઘાડી (MVA) ના ધારાસભ્યોએ નારા લગાવ્યા અને કોશ્યારીનો વિરોધ કર્યો.

Maharashtra: રાજ્યપાલના નિવેદનનો વિવાદ, આ ધારાસભ્યએ વિરોધ દર્શાવવા કર્યુ શીર્ષાસન, જુઓ વીડિયો
NCP leader Sanjay Daund (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 4:53 PM

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી  (Bhagat Singh Koshyari) દ્વારા છત્રપતિ શીવાજી મહારાજ (Chhatrapati Shivaji Maharaj) પર આપવામાં આવેલા નિવેદનનો વિવાદ વકર્યો છે. મહાવિકાસ અઘાડી સરકારના ધારાસભ્યો દ્વારા નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.  મહારાષ્ટ્ર વિધાનસભા બજેટ સત્ર દરમિયાન એનસીપી ધારાસભ્યોએ પોતાની નારાજગી જાહેર કરી. ગુરુવારે બજેટ સત્ર શરૂ થતાંની સાથે જ મહાવિકાસ અઘાડી (MVA)ના ધારાસભ્યોએ નારા લગાવ્યા અને કોશ્યારીનો વિરોધ કર્યો. એનસીપી ધારાસભ્ય સંજય દૌંડે રાજ્યપાલના નિવેદનનો વિરોધ કરવા શીર્ષાસન પણ કર્યું હતું અને અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો.

જુઓ વિડીયો

શું છે સમગ્ર મામલો ?

એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ કહ્યું હતું કે, ‘ચંદ્રગુપ્તને ચાણક્ય વિના કોણ પૂછશે? એ જ રીતે સ્વામી સમર્થ વિના શિવાજી મહારાજને કોણ પૂછે? જીવનમાં ગુરુનું ઘણું મહત્વ છે. કોશ્યારીના આ નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. NCP ધારાસભ્યો, સાંસદો પોતપોતાની રીતે રાજ્યપાલ કોશ્યારીને નિશાન બનાવી રહ્યા છે.

સુત્રોચ્ચાર વચ્ચે પોતાનું સંબોધન પુરુ ન કરી શક્યા રાજ્યપાલ

મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાનસભાનું (Maharashtra Assembly) બજેટ સત્ર ગઈકાલે એટલે કે ગુરુવારે ભારે હંગામા સાથે શરૂ થયુ. પ્રોટોકોલ મુજબ રાજ્યપાલના (Bhagat Singh Koshyari) અભિભાષણ સાથે બજેટ સત્રની શરૂઆત થાય છે, પરંતુ  મહાવિકાસ અઘાડી (MVA)ના ધારાસભ્યોએ ‘શિવાજી મહારાજ કી જય’ના ​​નારા લગાવીને સત્રની શરૂઆત કરી હતી અને જ્યારે રાજ્યપાલે સેન્ટ્રલ હોલમાં પોતાનું ભાષણ શરૂ કર્યું, ત્યારે ભારે સુત્રોચ્ચાર વચ્ચે તેઓ પોતાનું ભાષણ પુરુ કરી શક્યા ન હતા. રાજ્યપાલે માત્ર 22 સેકન્ડમાં ટેબલ પરનું ભાષણ પૂરું કર્યું. રાજ્યપાલના ભાષણમાં મહાત્મા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેના નામનો ઉલ્લેખ કર્યા સંબોધન સમાપ્ત થયું.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મંત્રી જયંત પાટીલે (Jayant Patil) ભાજપના ધારાસભ્યોના આ વર્તનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું અને તેની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આ સંપૂર્ણ રીતે મહામહિમ રાજ્યપાલનું અપમાન છે. બજેટ સત્રની શરૂઆત તેમના ભાષણથી થાય છે, પરંતુ તેમને તેમનું ભાષણ પૂરું કરવા દેવામાં આવ્યું ન હતું, આ ખોટી વાત છે, આવું ક્યારેય બન્યું નથી. વરિષ્ઠ પત્રકાર સંજય જોગના જણાવ્યા અનુસાર આવું ક્યારેય બન્યું નથી કે જ્યાં રાજ્યપાલને તેમનું ભાષણ અધૂરું છોડવું પડ્યું હોય, હાલમાં રાજ્યના ઈતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે.

આ પણ વાંચો :  Maharashtra: અનિલ દેશમુખનું નિવેદન નોંધવા જેલ પહોંચી CBI ટીમ, પૂર્વ ગૃહમંત્રીની વધી શકે છે મુશ્કેલી

g clip-path="url(#clip0_868_265)">