AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રના સીએમ કરશે તેલંગણાના સીએમ સાથે મીટીંગ, ટાર્ગેટ પર રહેશે મોદી સરકાર, સંજય રાઉત અને કેસીઆરનું નિવેદન

આ સંદર્ભમાં મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે બુધવારે કહ્યું 'અમે છેલ્લા કેટલાક મહિનાઓથી ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે 2024ની લોકસભાની ચૂંટણી તમામ વિપક્ષી પાર્ટીઓને એકજૂથ કરીને અને સાથે કામ કરીને લડવા માંગીએ છીએ.

મહારાષ્ટ્રના સીએમ કરશે તેલંગણાના સીએમ સાથે મીટીંગ, ટાર્ગેટ પર રહેશે મોદી સરકાર, સંજય રાઉત અને કેસીઆરનું નિવેદન
CM K Chandrashekhar Rao and CM Uddhav Thackeray
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 11:17 PM
Share

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (K Chandrashekhar Rao-KCR) એ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. એટલું જ નહીં, પરંતુ તેમણે કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ વિરુદ્ધ દેશવ્યાપી વિપક્ષી ગઠબંધન બનાવવા માટે ઝડપથી કામ કરવાની જાહેરાત પણ કરી છે. બીજી તરફ શિવસેના પણ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ સરકાર સામે ખૂબ જ આક્રમક છે. આવા સમયે કેસીઆર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) સાથે મુલાકાત કરી રહ્યા છે.  કેસીઆરએ આ વિશે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવાના છે અને દેશના વિકાસ માટે જરૂરી માળખા પર ચર્ચા કરવા માટે હૈદરાબાદમાં નિવૃત્ત IAS અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે.

કેસીઆરએ કહ્યું કે કેન્દ્રની વર્તમાન ભાજપ સરકાર જૂના સમયની કોંગ્રેસ પાર્ટી જેવું વર્તન કરી રહી છે. તે રાજ્યોના અધિકારો અને સ્વતંત્રતાઓ છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. દેશને હાલમાં એક નવા રાજકીય બળ, નવા રાજકીય સંતુલન અને શાસનના નવા ખ્યાલની જરૂર છે.

2024ની ચૂંટણી માટે મહારાષ્ટ્ર અને તેલંગાણાના સીએમની બેઠક નક્કી

એટલે કે કેસીઆરે મોદી સરકાર સામેની લડાઈનો શંખ ફૂંક્યો છે. આ સંદર્ભમાં કેસીઆરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેમને શિવસેના તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો. આ વિશે મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે બુધવારે કહ્યું, ‘અમે છેલ્લા કેટલાક મહિનાઓથી ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે 2024ની લોકસભાની ચૂંટણી તમામ વિપક્ષી પાર્ટીઓને એકજૂથ કરીને અને સાથે કામ કરીને લડવા માંગીએ છીએ. અમને સીએમ કેસીઆર અને સીએમ ઉદ્ધવ ઠાકરેની મુલાકાતથી ઘણી આશાઓ છે.

‘જેપીની જેમ આંદોલન કરીને ભાજપને હરાવવાનું છે’

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ જ કાર્યક્રમમાં તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘ભાજપને જડમૂળથી ઉખેડી નાખવું પડશે. ભાજપ દેશને ગરીબીના દલદલમાં ધકેલી રહી છે. દેશમાં ક્રાંતિકારી પરિવર્તનની જરૂર છે. આ ક્રાંતિ માટે શસ્ત્ર ઉપાડવાની જરૂર નથી. સંસદીય માધ્યમથી આ શક્ય થઈ શકે છે. કોઈ મુદ્દો હોય તો દેશભરમાંથી અવાજ ઉઠવો જોઈએ. યોગ્ય જવાબ આપવો જોઈએ. દેશના ભવિષ્ય માટે આજે અને અત્યારે ઉઠવાનો અને જાગવાનો સમય છે. જયપ્રકાશ નારાયણે જે આંદોલન શરૂ કર્યું હતું તેવું રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવું જરૂરી છે. આવા જ એક આંદોલનમાંથી ભાજપનો પણ ઉદય થયો છે.’

આ પણ વાંચો :  Maharashtra: સચિન વાજેને નોકરી પર ફરી લાવવા માટે સીએમ, ગૃહમંત્રી અને પર્યાવરણ મંત્રીનું હતું દબાણ, પરમબીર સિંહનો મોટો ખુલાસો

Follow Us
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
g clip-path="url(#clip0_868_265)">