મહારાષ્ટ્ર: છગન ભુજબળે મનોજ જારાંગે પાટીલ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું ‘તમારી જેમ સાસુના ઘરનું ખાતો નથી’

ભુજબળે કહ્યું કે મરાઠા અનામતને લઈને પહેલા જ આંદોલન થયા. ખત્રી આયોગ, બાપટ આયોગ, સરાફા આયોગ અને ઘણા પણ તમામે અંતમાં કહ્યું કે આપી શકતા નથી. એમાં અમારો શું દોષ છે. અમને તો બંધારણે આપ્યું છે. બાબા સાહેબે આપ્યુ. મંડળ કમીશને આપ્યું.

મહારાષ્ટ્ર: છગન ભુજબળે મનોજ જારાંગે પાટીલ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું 'તમારી જેમ સાસુના ઘરનું ખાતો નથી'
Chhagan Bhujbal And Manoj Jarang PatilImage Credit source: File Image
Follow Us:
| Updated on: Nov 17, 2023 | 6:26 PM

મહારાષ્ટ્રના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભૂજબળે મરાઠા નેતા મનોજ જારાંગે પાટીલ પર વળતા પ્રહારો કર્યા છે. અંબાડમાં આયોજિત ઓબીસી અલ્ગાર પરિષદની રેલીમાં તેમને જારાંગેની કડક શબ્દોમાં આલોચના કરી છે. તેમને જારાંગે વિશે બોલતા કહ્યું કે હું પોતાની મહેનતનું ખાવું છું, તમારી જેમ સાસુના ઘરનું ખાતો નથી પણ જારાંગેએ પલટવાર કરતા આરોપ લગાવ્યો કે ભુજબળની ભાષા નિમ્ન કક્ષાની છે અને તે ઉંમરલાયક થઈ ગયા છે.

જારાંગેએ આરોપ લગાવ્યો કે તે રાજ્યમાં માહોલ ખરાબ કરવા ઈચ્છે છે. તેમને એમ કહીને વાત ખત્મ કરી દીધી કે મરાઠા સમાજ હવે ભુજબળોને મહત્વ આપતુ નથી. જણાવી દઈે કે છેલ્લા કેટલાક દિવસથી ભુજબળ અને જારાંગે પાટિલની વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયુ છે.

છગન ભુજબળે જારાંગે પર કર્યા પ્રહારો

ભુજબળે જારાંગે પર હુમલો કરતા કહ્યું કે તે કહે છે કે આ ભુજબળ બે વર્ષ જેલની રોટલી ખાઈને આવ્યા છે. હા સાચુ છે હું જેલની રોટલી ખાઈને આવ્યો છું, ભુજબળ દિવાળીમાં પણ ડુંગળી-રોટલી ખાય છે. તમારી જેમ સાસુના ઘરે રોટલા ખાતો નથી.

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે

છગન ભુજબળે અનામત મુદ્દા પર મનોજ જરાંગે પાટિલ પર હુમલો કર્યો. તેમને અનામતનો ઈતિહાસ પણ જણાવ્યો. શું તમે ખાઈ રહ્યો છો? આવો સવાલ છગન ભુજબળે પુછ્યો, છગન ભુજબળે હુમલો કરતા કહ્યું કે તે તેમના મગજની બહારની વાત છે.

તેમને કહ્યું કે 7 જૂન 1993માં આજ ઝાલનામાં મહાત્મા ફૂલે સમતા પરિષદના લાખો લોકોની રેલી થઈ હતી. તે સમયે શરદ પવાર મુખ્યપ્રધાન હતા. રેલીમાં સીતારામ કેસરી, વિલાસરાવ દેશમુખ સહિત બધા જ હતા. તે સમયે અમે મંડળ કમિશન લાગુ કરવાની માંગણી કરી હતી.

અનામનતી સમગ્ર કહાની જણાવી

તેમને કહ્યું કે શરદ પવારે આ જિલ્લાની માંગ પુરી કરવાનો વાયદો કર્યો છે. આજે ઘણા લોકો કહી રહ્યા છે કે શરદ પવારે ઓબીસીને અનામત આપી. અમને નુકસાન પહોંચાડ્યુ પણ તેવી વાત નથી. તેમને કહ્યું કે જ્યારે મંડળ કમિશને અનામત આપી. તેમ છતાં ઘણા લોકો કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટમાં 9 જ્જ બેઠા હતા. તેમાં પૂર્વ જસ્ટિસ પીબી સાવંત પણ હતા. આ વખતે કોર્ટે કહ્યું કે ઓબીસીનો મુદ્દો યોગ્ય છે અને તેમને અનામત આપવામાં આવવું જોઈએ.

તેમને કહ્યું કે ત્યારે 201 જાતિઓને ઓબીસીમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમને કહ્યું કે તેને સુપ્રીમ કોર્ટની મહોર વાગી હતી. ત્યારબાદ તેનો જીઆર જાહેર કરવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">