AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પરમબીર સિંહની વધી મુશ્કેલી ! મુંબઈના ભુતપૂર્વ પોલીસ કમિશનર સામે ચાર્જશીટ દાખલ, અનેક ખુલાસા થવાની શક્યતા

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ભુતપૂર્વ શહેર પોલીસ કમિશનર પરમબીર સિંહ અને અન્ય ત્રણ આરોપી વિરુદ્ધ ઉપનગરીય ગોરેગાંવમાં નોંધાયેલા ખંડણી કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે.

પરમબીર સિંહની વધી મુશ્કેલી ! મુંબઈના ભુતપૂર્વ પોલીસ કમિશનર સામે ચાર્જશીટ દાખલ, અનેક ખુલાસા થવાની શક્યતા
Parambir Singh
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2021 | 12:27 PM
Share

Maharashtra : ખંડણી કેસની ચાર્જશીટમાં (Charge sheet) એવો દાવો કરવામાં આવ્યો છે કે, સેક્રેટરી વાઝેએ મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહ માટે પૈસા ભેગા કર્યા હતા. સાથે જ મુંબઈ પોલીસના દાવા અનુસાર, સસ્પેન્ડેડ પોલીસ ઓફિસર સચિન વાઝેએ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir Singh) વતી પૈસા પડાવ્યા છે. એવો આરોપ છે કે સચિન વાઝેએ વસૂલાતના 75 ટકા પૈસા પરમબીર સિંહને આપ્યા હતા.

વરિષ્ઠ IPS અધિકારી સામે પ્રથમ ચાર્જશીટ દાખલ

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે શનિવારે પૂર્વ શહેર પોલીસ કમિશનર (Former Police Commissioner) પરમબીર સિંહ અને અન્ય ત્રણ વિરુદ્ધ ઉપનગરીય ગોરેગાંવમાં નોંધાયેલા ખંડણીના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. મળતી માહિતી મુજબ, ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસબી ભાજીપાલે સમક્ષ 400 થી વધુ પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, વરિષ્ઠ IPS અધિકારી સામે આ પ્રથમ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં છેડતીના ઓછામાં ઓછા પાંચ કેસમાં પણ પરમબીરનુ નામ સામેલ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આરોપીઓમાં સુમિત સિંહ અને અલ્પેશ પટેલ જામીન પર બહાર છે, જ્યારે વિનાયક સિંહ અને રિયાઝ ભાટી હજુ ફરાર છે.

પરમબીર સિંહના કોડનેમ ?

ચાર્જશીટ મુજબ, ત્રણથી ચાર સાક્ષીઓએ પુષ્ટિ કરી છે કે, વાઝે પરમબીર સિંહને નંબર વન તરીકે બોલાવતો હતો અને આ કોડનેમના (Code Name) આધારે જ તે પૈસા માંગતો હતો. ચાર્જશીટ અનુસાર, વાઝેને (Sachin Vaze) અનેક હાઈપ્રોફાઈલ કેસોની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તે શહેરના પોલીસ વડા સાથે સીધો મળતો હતો. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે, પરમબીર સિંહ, અને અન્ય આરોપીઓ દ્વારા હોટલ અને બારના માલિકો પાસેથી પૈસા પડાવતા હતા અને જો તેઓ પૈસા ન આપે તો તેમની ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટની દસ્તકથી તંત્રની વધી ચિંતા, સંપર્કમાં આવેલા તમામ લોકોની કરવામાં આવી તપાસ

આ પણ વાંચો : શું ભારતમાં આવી રહી છે કોરોનાની ત્રીજી લહેર ? ઓમિક્રોન સહીતના આંકડાઓએ વધારી ચિંતા

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">