મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરે CBI ના દરોડા, પુત્ર સલીલ દેશમુખ સામે ધરપકડ વોરંટ
પ્રાપ્ત માહિતી અનુસાર આ દરોડા સવારે આઠ વાગ્યે પાડવામાં આવ્યા હતા. નાગપુરમાં અનિલ દેશમુખના ઘરની અંદર છથી સાત સીબીઆઈ અધિકારીઓ હાજર છે.
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના (Anil Deshmukh) નાગપુરમાં સીબીઆઈએ (CBI) દરોડા પાડ્યા છે. અનિલ દેશમુખના પુત્ર સલીલ દેશમુખ સામે ધરપકડ વોરંટ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘરમાં પરિવારનો કોઈ સભ્ય નથી. આ દરોડા સવારે આઠ વાગ્યે પાડવામાં આવ્યા હતા. નાગપુરમાં અનિલ દેશમુખના ઘરની અંદર છથી સાત સીબીઆઈ અધિકારીઓ હાજર છે. ઘરની બહાર કોઈ હિલચાલ નથી. હંમેશની જેમ, ત્યાં જેટલી સુરક્ષા વ્યવસ્થા છે, એટલા જ સુરક્ષા કર્મચારીઓ હાજર છે. નાગપુર પોલીસના આ સુરક્ષા કર્મચારીઓ રાબેતા મુજબ તેમની ફરજ બજાવી રહ્યા છે. ઘરની બહારનો દરવાજો બંધ છે.
અનિલ દેશમુખની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. મની લોન્ડરિંગ કેસ અને 100 કરોડ વસુલી કેસમાં ED અને CBI ની તપાસ ચાલુ છે. ગયા અઠવાડિયે, મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે શુક્રવારે મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખ વિરુદ્ધ નોટિસ જારી કરી હતી અને તેમને 16 નવેમ્બર સુધીમાં કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.
ED એ દેશમુખ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી કે, સમન્સ હોવા છતાં તે એજન્સી સમક્ષ હાજર થયા નથી. ED એ કહ્યું હતું કે દેશમુખને જૂનથી અત્યાર સુધીમાં ચાર વખત અલગ અલગ સમયે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તે જુદા-જુદા કારણો આપીને હાજર થવામાં નિષ્ફળ રહ્યા હતા. આજે અનિલ દેશમુખ વિરુદ્ધ વોરંટ સાથે સીબીઆઈની ટીમે નાગપુરમાં અનિલ દેશમુખના ઘરે દરોડા પાડ્યા હતા.
100 કરોડની વસૂલાતના કેસમાં તપાસ ચાલી રહી છે જણાવી દઈએ કે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ મની લોન્ડરિંગ કેસમાં ED ની તપાસ હેઠળ છે. ED તેની સામે 100 કરોડની વસૂલાત મામલે કેસ નોંધાવીને કેસની તપાસ કરી રહી છે. ED એ અત્યાર સુધી અનિલ દેશમુખને ઘણી વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.
ED ના સમન્સ સામે હાઇકોર્ટનું વલણ અનેક સમન્સ પાઠવ્યા બાદ પણ અનિલ દેશમુખ હજુ સુધી એજન્સી સમક્ષ હાજર થઈ શક્યા નથી. તેના વકીલો આ મામલે ઇડી ઓફિસ પહોંચ્યા છે અને તેના હાજર ન થવાના કારણો સમજાવ્યા છે. અનિલ દેશમુખે ઇડી દ્વારા જારી કરાયેલા સમન્સ સામે મુંબઇ હાઇકોર્ટમાં પણ અરજી કરી હતી. મની લોન્ડરિંગ કેસની તપાસ કરતી કેન્દ્રીય એજન્સીએ અનિલ દેશમુખના પીએ કુંદન શિંદે અને પીએસ સંજીવ પાલાંદેની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : Power cuts Punjab : પંજાબમાં 13 ઓક્ટોબર સુધી રહેશે વીજળી કાપ, કોલસાથી ચાલતા પ્લાન્ટ 50 ટકા ક્ષમતા પર કાર્યરત છે
આ પણ વાંચો : લગ્ન માટે ધર્મ પરિવર્તન કરતા હિન્દુઓ ખોટુ કરી રહ્યા છે, OTT જોનારા બાળકો પર નજર રાખોઃ મોહન ભાગવત