‘સુશાંત સિંહ અને દિશા સાલિયાનની થઈ હત્યા, માતોશ્રીના ચારેય લોકો માટે EDની નોટિસ તૈયાર’, નારાયણ રાણેના ટ્વિટથી મહારાષ્ટ્રમાં ખળભળાટ
નારાયણ રાણેએ લખ્યું, ટૂંક સમયમાં સુશાંત સિંહ અને જેની સાથે ગેંગરેપ અને હત્યા કરવામાં આવી તે દિશા સાલિયાન, આ બંનેએ આત્મહત્યા નથી કરી પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે. તેની ફરીથી તપાસ કરવામાં આવશે.
હવે બીજેપી અને શિવસેના (BJP vs Shiv Sena) વચ્ચેની લડાઈ દિવસેને દિવસે વધી રહી છે. કિરીટ સોમૈયા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (Narayan Rane) સતત ભાજપ તરફથી શિવસેના પર પ્રહારો કરી રહ્યા છે, જ્યારે શિવસેના તરફથી સંજય રાઉત ભાજપનો સામનો કરીને પલટવાર કરી રહ્યા છે. શુક્રવારે મુંબઈ મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ જુહુમાં નારાયણ રાણેના બંગલાના ગેરકાયદે બાંધકામની તપાસ કરવા આવ્યા હતા. BMCએ આને લગતી નોટિસ પણ મોકલી છે. આ પછી તરત જ નારાયણ રાણેએ એક ખળભળાટ મચાવનારૂ ટ્વિટ કર્યું.
શિવસેનાના સાંસદ વિનાયક રાઉતને સંબોધીને પોતાના ટ્વીટમાં તેમણે દાવો કર્યો હતો કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાને આત્મહત્યા નથી કરી, તેમની હત્યા કરવામાં આવી છે. હવે તેની પુનઃ તપાસ કરવામાં આવનાર છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ‘માતોશ્રી’ (મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું ખાનગી નિવાસસ્થાન)ના ચાર સભ્યો સામે ED નોટિસ તૈયાર છે. આ પછી સાંસદ વિનાયક રાઉતને ટ્વિટમાં પૂછવામાં આવ્યું કે, ‘આ પછી તમારા ‘બોસ’ અને તમે ક્યાં ભાગશો?’
મંગળવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને રાજ્યના ભાજપના ટોચના નેતાઓ પર જોરદાર પ્રહારો કર્યા હતા. આ પછી નારાયણ રાણેએ પણ ભાજપ વતી પ્રેસ કોન્ફરન્સ કરીને વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમની પાસે સંજય રાઉતની કુંડળી છે.
આ પછી સાંસદ વિનાયક રાઉતે નારાયણ રાણે પર વળતો પ્રહાર કર્યો અને ઘણા સમય પહેલાનો કિરીટ સોમૈયાનો વીડિયો બતાવ્યો જેમાં સોમૈયાએ રાણે પર બેનામી સંપત્તિ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે રાણે ભાજપમાં નહોતા. હવે નારાયણ રાણેએ આ ટ્વીટ દ્વારા વિનાયક રાઉત પર પલટવાર કર્યો છે.
નારાયણ રાણેના ટ્વિટમાં સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનની હત્યાનો દાવો
खासदार विनायक राऊत यांच्यासाठी खास बातमी लवकरच सुशांतसिंग व सामुदायिक बलात्कार करून तिची हत्या केली त्या दिशा सालियन या दोघांचीही आत्महत्या नव्हे हत्या झाली त्यांचीही चौकशी परत होईल एवढेच नाही तर मातोश्रीच्या चौघांवर ईडीची नोटीस तयार असल्याचे कळाले.
— Narayan Rane (@MeNarayanRane) February 18, 2022
રાણેએ તેમના બંગલાને BMCની નોટિસ મળતા જ EDની નોટિસથી શિવસેના પર હુમલો કર્યો
પોતાના ટ્વિટમાં નારાયણ રાણેએ લખ્યું કે, સાંસદ વિનાયક રાઉત માટે ખાસ સમાચાર. “ટૂંક સમયમાં સુશાંત સિંહ અને જેની સાથે ગેંગરેપ અને હત્યા કરવામાં આવી તે દિશા સાલિયાન, આ બંનેએ આત્મહત્યા નથી કરી પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે. તેની ફરીથી તપાસ કરવામાં આવશે. એટલું જ નહીં, માતોશ્રી (CM ઉદ્ધવ ઠાકરેનું ખાનગી નિવાસસ્થાન)ના ચાર સભ્યો માટે ED નોટિસ તૈયાર છે.” આ પછી, રાણેએ અન્ય એક ટ્વિટમાં કહ્યું, “વિનાયક રાઉત તમારા બોસ અને તમે આ પછી ક્યાં જશો?”
નારાયણ રાણે શનિવારે સવારે 11 વાગે પત્રકારો સાથે વાત કરશે, તેમના ટ્વિટ સાથે જોડાયેલા રહસ્યો જાહેર કરશે
આ ટ્વીટને લઈને નારાયણ રાણે શનિવારે સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. આ પ્રેસ કોન્ફરન્સ પહેલા, રાજકીય ક્ષેત્રમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે માતોશ્રીના ‘ચાર’ ગણાવતી વખતે રાણે કોનો ઉલ્લેખ કરી રહ્યા છે. શું આ ચાર લોકો મુખ્યમંત્રીના પરિવારના ચાર જ સભ્યો છે? જો હા, તો સવાલ એ ઉઠી રહ્યો છે કે વિનાયક રાઉતનો સુશાંત સિંહ અને દિશા સલિયન કેસ સાથે શું સંબંધ છે?
આ પણ વાંચો : પીએમ મોદીએ થાણે-દિવા વચ્ચે બનેલી નવી રેલવે લાઇનનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- મુંબઈવાસીઓના જીવનમાં લાવશે મોટો બદલાવ