મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખોને લઈને ઘણા દિવસોથી ચાલી રહેલું સસ્પેન્સ આજે સમાપ્ત થઇ ગયું છે. ચૂંટણી પંચ આજે બંને રાજ્યોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યા છે. આ સિવાય યુપીમાં 10 સીટો પર યોજાનારી પેટાચૂંટણીની તારીખો પણ આજે જાહેર થઈ છે.
મહારાષ્ટ્રમાં સિંગલ ફેસમાં મતદાન થશે, 20 નવેમ્બર વોટીંગ, 23 નવેમ્બરે ચુંટણી પરિણામ થશે જાહેર, ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે થશે ચુંટણી અને 23 આવશે પરિણામ.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સીટો છે અને કોઈપણ ગઠબંધનને સરકાર બનાવવા માટે 145 સીટોની જરૂર પડશે. ઝારખંડમાં 81 વિધાનસભા સીટો છે અને કોઈપણ પાર્ટીને સરકાર બનાવવા માટે 42 સીટોની જરૂર પડશે.
ચૂંટણી પંચે કહ્યું કે જ્યારે મતદાન લાઇન ગોઠવવામાં આવશે ત્યારે વચ્ચે કેટલીક ખુરશીઓ મૂકવામાં આવશે જેથી ખાસ કરીને વૃદ્ધોને થોડી રાહત મળી શકે. વૃદ્ધોને ઘરેથી મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ થશે.
યુપીની વાત કરીએ તો, જે 10 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે તેમાં મૈનપુરીની કરહાલ, કાનપુરની સીસામાઉ, પ્રયાગરાજની ફુલપુર, આંબેડકર નગરની કટેહારી, મિર્ઝાપુરની મઝવાન, અયોધ્યાની મિલ્કીપુર, ગાઝિયાબાદ સદર, અલીગઢની ખેર અને મીરાપુરનો સમાવેશ થાય છે. મુઝફ્ફરનગર અને કુંડારકી સીટ સામેલ છે.
48 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બરે 47 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. કેદારનાથ વિધાનસભા પેટાચૂંટણી માટે 20 નવેમ્બરે મતદાન થશે.
આ ઉપરાંત લોકસભાની 2 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાવાની છે. આમાં પણ બે તબક્કામાં પેટાચૂંટણી યોજાવાની છે. બે લોકસભા બેઠકો વિશે વિગતવાર વાત કરીએ તો, કેરળની વાયનાડ બેઠક પર 13મી નવેમ્બરે મતદાન થશે જ્યારે મહારાષ્ટ્રની નાંદેડ બેઠક પર 20મી નવેમ્બરે મતદાન થશે.
Published On - 3:55 pm, Tue, 15 October 24