AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણો, બે ડ્રાઈવર સહિત ચાર સ્ટાફ મેમ્બર કોરાના સંક્રમિત

નાયબ મુખ્યપ્રધાન અજિત પવારના બે ડ્રાઈવર ઉપરાંત બે અન્ય સ્ટાફ મેમ્બરમાં પણ કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે આ માહિતી આપી હતી.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણો, બે ડ્રાઈવર સહિત ચાર સ્ટાફ મેમ્બર કોરાના સંક્રમિત
Ajit Pawar (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 4:59 PM
Share

Maharashtra: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. તેમના બે ડ્રાઈવર સહિત ચાર સ્ટાફ કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તપાસ બાદ અજીત પવારમાં કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યા છે. એનસીપી પ્રમુખ શરદ પવારે (Sharad Pawar)આ માહિતી આપી છે. બે ડ્રાઈવરો ઉપરાંત બે અન્ય સ્ટાફ મેમ્બરમાં પણ વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા અજીત પવારે પણ તપાસ કરાવી હતી.

અજિત પવારના ચાર સ્ટાફ મેમ્બર કોરોના સંક્રમિત

ઉલ્લેખનીય છે કે અજિત પવારનો પરિવાર બારામતીમાં દિવાળીની ઉજવણી કાર્યક્રમમાં હાજર રહ્યો હતો, જોકે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી ((Ajit Pawar) આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. પત્રકારો સાથે વાત કરતા શરદ પવારે કહ્યું હતુ કે અજિત પવારને કોવિડ-19ના લક્ષણો હોવાનું નિદાન થયું છે અને તેઓ તેમના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. વધુમાં પવારે કહ્યું કે અજિત પવારના બે સ્ટાફ મેમ્બર અને બે ડ્રાઈવર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

શરદ પવારે સરકારની કામગીરીની પ્રશંસા કરી

એનસીપીના વડા શરદ પવારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) સરકાર દ્વારા કોરોના કેસની સંખ્યા ઘટાડવા માટે લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મહા વિકાસ આઘાડી સરકારે કોરોનાના કેસ ઘટાડવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. વધુમાં તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ સ્થિતિ સારી થઈ જશે અને અર્થવ્યવસ્થા પણ પાટા પર આવી જશે.

રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યાં પહેલા દરરોજ 10 હજારથી વધુ કેસ (Coroan Case) આવી રહ્યા હતા, તેમાં મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 1,141 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 6,615,299 કેસ સામે આવ્યા છે. જ્યારે 32 લોકોના મોત થયા છે. આ વાયરસને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 1,40,345 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 1,163 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 6,456,263 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલ મહારાષ્ટ્રમાં કુલ 18,691 એક્ટિવ કેસ છે.

આ પણ વાંચો: Aryan Drugs Case: NCB ઓફિસ સમક્ષ હાજરી આપવા માટે પહોંચ્યો આર્યન ખાન, બોમ્બે હાઈકોર્ટે જામીન સમયે મૂકી હતી શરત

આ પણ વાંચો: Maharashtra: મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખનો પુત્ર આજે ED સમક્ષ નહીં થાય હાજર, 7 દિવસનો માંગી શકે છે સમય

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">