ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી ? દક્ષિણ આફ્રિકાથી મહારાષ્ટ્ર પરત ફરેલા 6 લોકો કોરોના સંક્રમિત

હાલ પરીક્ષણ કરાયેલા મુસાફરોના રિપોર્ટને જીનોમ સિક્વન્સિંગ માટે સંબંધિત INSACOG લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે,સંક્રમિત તમામ લોકો મુંબઈ, પુણે, પિંપરી, ડોમ્બિવલી, ભાયંદરના છે.

ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી ? દક્ષિણ આફ્રિકાથી મહારાષ્ટ્ર પરત ફરેલા 6 લોકો કોરોના સંક્રમિત
Airport (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 11:48 AM

Maharashtra : દક્ષિણ આફ્રિકામાં (South Africa) મળી આવેલા કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટના (Omicron Variant) કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) દ્વારા ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી આવતા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. તેની વચ્ચે દક્ષિણ આફ્રિકામાંથી (South Africa)પરત ફરેલા છ લોકો કોરોના પોઝિટિવ મળી આવતા તંત્રની ચિંતા વધી છે.

રાજ્યમાં ચિંતાના વાદળો ઘેરાયા

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

હાલ પરીક્ષણ કરાયેલા મુસાફરોના રિપોર્ટને જીનોમ સિક્વન્સિંગ માટે સંબંધિત INSACOG લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.ઓમિક્રનના સંકટને લઈને હાલ રાજ્યમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.ઉલ્લેખનીય છે કે,સંક્રમિત તમામ લોકો મુંબઈ, પુણે, પિંપરી, ડોમ્બિવલી, ભાયંદરના છે.

નવા વેરિયન્ટને પગલે પહેલી જ મહારાષ્ટ્ર સતર્ક

નવા વેરિયન્ટને પગલે પહેલી જ મહારાષ્ટ્ર સતર્ક જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં આંતરાષ્ટ્રીય મુસાફરોના (International Traveller) RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. સાથે સાઉથ આફ્રિકામાંથી આવતા મુસાફરોને ફરજિયાત 14 દિવસ સુધી ક્વોરોન્ટાઈન કરવામાં આવશે જેમાં હોમ ક્વોરોન્ટાઈનને પણ મંજુરી આપવામાં આવી નથી, એટલે કે મુસાફરોએ ફરજિયાત સંસ્થાકીય ક્વોરોન્ટાઈનમાં રહેવુ પડશે.જ્યાં તેમના 2-4 અને 8 દિવસે ટેસ્ટ કરવામાં આવશે.

અન્ય રાજ્યોમાંથી આવતા લોકોના પણ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા 

કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટના (Omicron Variant) જોખમને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર દ્વારા  અન્ય રાજ્યમાંથી આવતા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. સંપૂર્ણ રસીકરણ (Fully Vaccination) છતાં, RT-PCR ફરજિયાત કરવામાં આવતા મોટા પ્રમાણમાં મુંબઈની ફ્લાઇટ્સ રદ થવાની સંભાવના છે.

નવા વેરિયન્ટની દહેશતથી તંત્રની ચિંતા વધી 

હાલ રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને મહા વિકાસ અઘાડી સરકાર દ્વારા કેટલાક પ્રતિબંઘો હટાવવામાં આવ્યા છે.રાજ્યમાં મંદિરો,સ્કૂલોને ખોલવાની પરવાનગી પણ આપવામાં આવી છે,તેની વચ્ચે નવા વેરિયન્ટની દહેશતથી તંત્રની ચિંતા વધી છે.

આ પણ વાંચો : ઓમિક્રોન વેરિઅન્ટને પગલે સતર્ક મહારાષ્ટ્ર, અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત

આ પણ વાંચો : Maharashtra : આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષ એક્શનમાં, મમતા બેનર્જીએ શિવસેના નેતાઓ સાથે કરી મુલાકાત

g clip-path="url(#clip0_868_265)">