Maharashta: જીત બાદ ભાજપનો આત્મવિશ્વાસ સાતમા આસમાને, નારાયણ રાણેએ CM ઉદ્ધવ ઠાકરેના રાજીનામાની કરી માંગ

|

Jun 12, 2022 | 6:18 PM

રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાજપના નેતાઓ અને કાર્યકરો સિંધુદુર્ગમાં પોતાની જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ પ્રસંગે નારાયણ રાણેએ પત્રકારોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે એવી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે જે અત્યાર સુધીના ઈતિહાસમાં કોઈ મુખ્યમંત્રીએ વાપરી નથી.

Maharashta: જીત બાદ ભાજપનો આત્મવિશ્વાસ સાતમા આસમાને, નારાયણ રાણેએ CM ઉદ્ધવ ઠાકરેના રાજીનામાની કરી માંગ
Narayan Rane and Uddhav Thackeray (File Image)

Follow us on

મહારાષ્ટ્રની (Maharashtra) મહા વિકાસ આઘાડી સરકાર લઘુમતીમાં છે. જો આ સરકારમાં કોઈ નૈતિકતા બાકી હોય તો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) રાજીનામું આપી દેવું જોઈએ. રાજ્યસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ (Narayan Rane) ઠાકરે સરકાર પર આ શબ્દોમાં પ્રહારો કર્યા છે. નારાયણ રાણેએ કહ્યું છે કે 2024માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાને 20 બેઠકો પણ નહીં મળે. તેમણે કહ્યું કે શિવસેનાને નુકસાન સહન કરવું પડશે. નારાયણ રાણેએ એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે BMC સહિતની આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ જીતશે. નારાયણ રાણેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે પોતાને વાઘ કહે છે પરંતુ તેમનું કામ બકરા જેવું પણ નથી.

રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાજપના નેતાઓ અને કાર્યકરો સિંધુદુર્ગમાં પોતાની જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ પ્રસંગે નારાયણ રાણેએ પત્રકારોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે એવી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે જે અત્યાર સુધીના ઈતિહાસમાં કોઈ મુખ્યમંત્રીએ વાપરી નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રને 10 વર્ષ પાછળ ધકેલી દીધું છે.

‘સત્તા માટે 145 ધારાસભ્યોનું સમર્થન જરૂરી, મુખ્યમંત્રી પાસે આ સંખ્યા પણ નથી’

નારાયણ રાણેએ કહ્યું ‘શિવસેનાને મહા વિકાસ આઘાડીના ધારાસભ્યોના વોટ પણ મળ્યા નથી. સંજય રાઉત પણ માત્ર એક વોટના કારણે હારથી બચી ગયા હતા. મહા વિકાસ અઘાડીના આઠથી નવ ઉમેદવારો હારી ગયા છે. મતલબ કે સરકાર લઘુમતીમાં છે, બહુમત માટે 145 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. તમારી પાસે તે નથી, આવી સ્થિતિમાં તમને સત્તામાં રહેવાનો અધિકાર નથી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

જીત બાદ ભાજપનો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચ્યો, રાણેએ CMના રાજીનામાની માંગ કરી

રાજ્યસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની પાંચમાંથી બે બેઠકો પર ભાજપ અને એનસીપી, એક-એક બેઠક પર કોંગ્રેસ અને શિવસેનાના ઉમેદવારનો વિજય નિશ્ચિત જણાતો હતો, પરંતુ છઠ્ઠી બેઠક માટે ભાજપ અને શિવસેના વચ્ચે જંગ જામ્યો હતો. ભાજપના ધનંજય મહાડિકે શિવસેનાના સંજય પવારને હરાવ્યા હતા. આ પછી ભાજપનો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચી ગયો. ત્યારથી ભાજપના નેતાઓ અને કાર્યકરો સતત મહા વિકાસ અઘાડી પર કટાક્ષ કરી રહ્યા છે. આ સંબંધમાં નારાયણ રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પાસેથી સીધી રાજીનામાની માંગ કરી છે.

Next Article