મહારાષ્ટ્ર પર તૂટશે મહાકહેર, 30 એપ્રિલ સુધી 11 લાખથી વધુ થઈ શકે છે કોરોનાના એક્ટિવ કેસ

દેશભરમાં કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં 50%થી વધુ છે. તમામ પ્રતિબંધો હોવા છતાં દરરોજ નવા રેકર્ડબ્રેક કેસો સામે આવી રહ્યા છે અને સ્થિતિ જો આમને આમ જ ચાલુ રહેશે તો એક અંદાજ અનુસાર 30 એપ્રિલ સુધીમાં મહારાષ્ટ્રમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા એકલા 11 લાખ પાર થઈ જશે.

મહારાષ્ટ્ર પર તૂટશે મહાકહેર, 30 એપ્રિલ સુધી 11 લાખથી વધુ થઈ શકે છે કોરોનાના એક્ટિવ કેસ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 08, 2021 | 10:31 PM

દેશભરમાં કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં 50%થી વધુ છે. તમામ પ્રતિબંધો હોવા છતાં દરરોજ નવા રેકર્ડબ્રેક કેસો સામે આવી રહ્યા છે અને સ્થિતિ જો આમને આમ જ ચાલુ રહેશે તો એક અંદાજ અનુસાર 30 એપ્રિલ સુધીમાં મહારાષ્ટ્રમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા એકલા 11 લાખ પાર થઈ જશે. કેન્દ્ર સરકારે બુધવારે મહારાષ્ટ્ર ઉપર ફેલાયેલ આ ભયંકર ખતરાને વ્યક્ત કર્યો છે. આ આંકડો એટલા માટે ચિંતા જનક છે કારણ કે જ્યારે દેશમાં કોરોનાનો પ્રથમ તબક્કો ચરમ સીમાએ હતો, ત્યારે દેશમાં કોરોના કેસની સંખ્યા 11 લાખ હતી અને જો મહારાષ્ટ્રે વધુ સખ્તાઈ ન દાખવી તો એકલું મહારાષ્ટ્ર રાજ્ય જ 11 લાખ વાળા દર્દીઓનું રાજ્ય બની રહેશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

એક મીડિયાના અહેવાલ મુજબ રાજ્યની હોસ્પિટલોમાં અત્યારથી જ બેડની કમી વરતાવા લાગી છે અને ઓક્સિજનની ઘટ પણ પડવા મંડી છે. રાજ્યમાં અત્યારે 5 લાખ કેસોના 40 ટકા જ હોસ્પિટલોમાં ભરતી છે. પરંતુ 80 ટકા આઈસોલેશન બેડ ભરાઈ ચૂક્યા છે.

અછતને કારણે વધી શકે છે ઑક્સિજનની માંગ મહારાષ્ટ્રમાં 61 ટકાથી વધારે ICU બેડ ભરેલા છે. તેવામાં કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ 9 હજાર વેન્ટિલેટર બેડમાંથી 34 ટકા પર દર્દીઓ છે. નાગપુર, ઔરંગાબાદ, જલગાવ, લાતૂર, અને યાવતમલ જેવા જીલ્લામાં 90થી 100 ટકા બેડ ભરાય ગયા છે. જણાવી દઈએ કે બુધવારે પણ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના લગભગ 60 હજાર નવા કેસ આવ્યા હતા. મહામારીની શરૂઆત બાદ અત્યાર સુધીમાં સૌથી મોટો ઉછાળો છે.

દેશના ટોચના 10 સૌથી પ્રભાવિત જિલ્લાઓમાં મહારાષ્ટ્ર 8માં ક્રમે દેશમાં કોરોના ચેપ એક જ દિવસમાં 89, 129 પર પહોંચી ગયો છે. આ અગાઉ 20 સપ્ટેમ્બરના રોજ આંકડો 92,605 પર પહોંચ્યો હતો. મહારાષ્ટ્રમાં સંક્રમિત સક્રિય કોરોનામાં પુણે પ્રથમ ક્રમે છે. પુણેમાં આ સંખ્યા 73,599 છે. આ પછી મુંબઈમાં 60,846 એક્ટિવ પોઝિટિવ દર્દીઓ છે. આ પછી નંબર નાગપુરનો છે. અહીં સક્રિય દર્દીઓની સંખ્યા 52,408 છે. મુંબઈને અડીને આવેલા થાણેમાં 48,660 એક્ટિવ કોરોના પોઝિટિવ કેસ છે. નાસિકમાં 31,512 કેસ, ઑરંગાબાદમાં 14,302, અહેમદનગરમાં 12,881, નાંદેડમાં 10,702 કેસ છે. આ સિવાય જલગાંવમાં 7,641 અને લાતુરમાં 6,971 એક્ટિવ કોરોના કેસ છે.

80 ટકા ઑક્સિજન માત્ર મેડિકલ સુવિધા માટે રિઝર્વ થોડા  દિવસ અગાઉ બેઠકમાં કોરોના નિયંત્રણ માટે રોગપ્રતિકારક શક્તિ વધારવાના પગલાં, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ, ટેલિમેડિસિન, જાહેર ટ્રાફિક સિસ્ટમનું સંચાલન, વર્ક ફ્રન્ટમાં કામના સમયનું સંચાલન, દુકાનદારો-વેચાણકર્તાઓ માત્ર તેમનું પરીક્ષણ કર્યા બાદ વેચાણ માટે પરવાનગી આપવા જેવા પગલાઓની ચર્ચા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં ઉપલબ્ધ 80 ટકા ઓક્સિજન તબીબી સુવિધા માટે અનામત રાખવામાં આવ્યો છે. એટલે કે, ઉદ્યોગોમાં વપરાતા ઓક્સિજનને પણ કોરોના નિયંત્રણ અને આરોગ્ય સુવિધાઓના કામમાં મૂકવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે કરાર દ્વારા ખાનગી ડોકટરોની સેવામાં કેવી રીતે પ્રવેશ મેળવી શકાય તેના પર કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: Gandhinagar: કોરોના વાઈરસનું સંક્રમણ વધતા અક્ષરધામ મંદિર 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">