Gandhinagar: કોરોના વાઈરસનું સંક્રમણ વધતા અક્ષરધામ મંદિર 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ

રાજ્યમાં વધતા જતાં કોરોના (Corona Virus)ના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગાંધીનગર અક્ષરધામ મંદિર (Gandhinagar Akshardham temple) દ્વારા અક્ષરધામ મંદિર આવતીકાલથી એટલે કે 9 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

| Updated on: Apr 08, 2021 | 10:18 PM

રાજ્યમાં વધતા જતાં કોરોના (Corona Virus)ના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગાંધીનગર અક્ષરધામ મંદિર (Gandhinagar Akshardham temple) દ્વારા અક્ષરધામ મંદિર આવતીકાલથી એટલે કે 9 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે અક્ષરધામ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે. જેને કારણે મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થાય છે અને સંક્રમણ ફેલાવવાનો ભય વધી જાય છે. ત્યારે સાવચેતીના ભાગ રૂપે અક્ષરધામ મંદિર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે કોરોનાના કારણે લોકડાઉનના લીધે અક્ષરધામ મંદિર બંધ કરવામાં આવ્યા પછી 7 મહિના બાદ 25 ઓક્ટોબરે દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. ત્યારે હવે કોરોના વાઈરસનું સંક્રમણ વધતા ફરીથી એક વખત દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં કોરોના ભયજનક સ્થિતિએ

રાજ્યમાં આજે 8 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4,021 કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 35 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં સુરતમાં સૌથી વધુ 14, અમદાવાદમાં 9, રાજકોટમાં 4, વડોદરા 3 અને અમરેલી, ભરૂચ, ભાવનગર, જામનગર અને મહેસાણામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે.

અમદાવાદમાં 951 અને સુરતમાં 723 કેસ

રાજ્યમાં આજે 8 એપ્રિલે મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 951, સુરતમાં 723, રાજકોટમાં 427, વડોદરામાં 379, જામનગરમાં 104, ભાવનગરમાં 61 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવાનો ક્રમ યથાવત રહ્યો છે.

આજે 2,71,550 લોકોને કોરોનાની રસી અપાઈ

રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 8 અપ્રિલના દિવસે કુલ 2,71,550 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 74,04,864 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 9,27,976 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનો આજે આઠમો દિવસ હતો. રાજ્યમાં આજે 45થી 60 વર્ષના કુલ 2,17,929 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 47,100 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 83,32,840 લોકોને કોરોનાની રસી અપાઈ છે.

આ પણ વાંચો: Himmatnagar: સિમ્સ હોસ્પિટલમાં ઓક્સિજન ખુટતા કોરોના દર્દીઓમાં દોડધામ

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">