કેટરીના કૈફે શેર કર્યો Nirbhaya Squadનો વીડિયો, દિલ જીતી લેશે મુંબઇ પોલીસની આ ક્લિપ
વીડિયોમાં મુંબઈના રસ્તાઓ પર અલગ-અલગ ઉંમરની મહિલાઓ તેમના કામથી બહાર નીકળતી જોવા મળે છે, જ્યાં કેટલાક રોડ સાઇડ રોમિયો તેમની પાછળ ચાલતા જોવા મળે છે.
બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફે (Katrina Kaif) સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે મહિલાઓની સુરક્ષા માટે હવે મુંબઈ પોલીસ (Mumbai Police) વધુ સતર્ક થઈ ગઈ છે. આ સાથે જ મુંબઈ પોલીસે ‘નિર્ભયા સ્કવોડ’ પણ શરૂ કરી છે. વીડિયોમાં મુંબઈના રસ્તાઓ પર અલગ-અલગ ઉંમરની મહિલાઓ તેમના કામથી બહાર નીકળતી જોવા મળે છે, જ્યાં કેટલાક રોડ સાઇડ રોમિયો તેમની છેડતી કરતા જોવા મળી રહ્યા છે.
વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે મહિલાઓ તેમના ફોનમાંથી 103 ડાયલ કરે છે અને તે જ સમયે પીસીઆર તે જ જગ્યાએ મહિલાઓની સુરક્ષા માટે હાજર થઇ જાય છે અને આવા રોમિયોને પાઠ ભણાવે છે.
આ વીડિયોને તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરતાં, કેટરીના કૈફે કેપ્શનમાં લખ્યું – ‘નિર્ભયા સ્ક્વોડ મુંબઈ શહેરની મહિલાઓની સેવા કરવા માટે તૈયાર છે, તેમના માટે બનાવવામાં આવી છે. મહિલાઓ માટે 103 નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. મહિલાઓએ કોઈપણ મુશ્કેલીમાં આ હેલ્પલાઈનનો ઉપયોગ કરવો જોઈએ. તમારા સ્પીડ ડાયલમાં 103 નંબર ઉમેરો.
View this post on Instagram
કેટરીના કૈફ ઉપરાંત શાહિદ કપૂર, વિકી કૌશલ અને સારા અલી ખાને પણ મુંબઈ પોલીસની આ પહેલની પ્રશંસા કરી છે. આ વીડિયો શેર કરતાં શાહિદે કહ્યું- ‘મુંબઈ પોલીસે મહિલાઓની સુરક્ષા અને ક્રાઈમ રેટને વધતા રોકવા માટે આ જરૂરી પગલું ભર્યું છે.’ તો જ્યારે સારા અલી ખાને પણ તેની સ્ટોરી પોસ્ટ દ્વારા આ મેસેજ શક્ય તેટલા લોકોને મોકલવાનો પ્રયાસ કર્યો હતો, સારાએ તેની સ્ટોરીમાં આ વીડિયો શેર કર્યો તો સાથે જ વિકી કૌશલે મુંબઈ પોલીસની નિર્ભયા સ્ક્વોડનો વીડિયો પણ શેર કર્યો અને અપીલ કરી કે મહિલાઓએ હંમેશા તેમના ફોનના સ્પીડ ડાયલમાં 103 નંબર સેવ કરવો જોઈએ. જ્યારે સમય આવે ત્યારે આ કામમાં આવી શકે છે.
આ પણ વાંચો –
Blackout: મધ્ય એશિયામાં વીજળીનું મોટું સંકટ, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાન, એક સાથે ત્રણ દેશમાં અંધારપટ
આ પણ વાંચો –
Surat : શાળા કોલેજો બંધ રહેવાથી આ વખતે સુરતમાં ધ્વજ ઉત્પાદન પર પણ અસર, ફક્ત 15 ટકા જ થયો વેપાર
આ પણ વાંચો –