Surat : શાળા કોલેજો બંધ રહેવાથી આ વખતે સુરતમાં ધ્વજ ઉત્પાદન પર પણ અસર, ફક્ત 15 ટકા જ થયો વેપાર
ત્રિરંગાનું ઉત્પાદન કરનારા વેપારીઓએ જણાવ્યું કે ઓર્ડર મુજબ ધ્વજનું ઉત્પાદન થાય છે. કોરોનાના કારણે શાળા-કોલેજોમાં 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી નથી.
સુરત શહેરમાં ત્રિરંગાનું (Flag ) મોટા પાયે ઉત્પાદન થાય છે. તેને દેશના વિવિધ રાજ્યોમાં (States ) મોકલવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાને (Corona ) કારણે શાળા-કોલેજો બંધ રહેવાના કારણે ધ્વજ વ્યવસાયને પણ અસર થઈ છે. ત્રીજી લહેરને કારણે આ વખતે ફક્ત 15% ત્રિરંગાનો વેપાર થયો છે. સુરતમાં બનતા ટેક્સટાઈલ ઉત્પાદનોની વિશ્વભરમાં માંગ છે, તેવી જ રીતે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ શહેરમાં બનેલા ત્રિરંગા ધ્વજને દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવે છે.
કોરોના પહેલા સુરતથી અલગ-અલગ રાજ્યોમાં 10 લાખ ધ્વજ મોકલવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે દોઢ લાખ ત્રિરંગાનો ઓર્ડર પણ ભારે મુશ્કેલી સાથે મળ્યો છે. તેવામાં શાળા-કોલેજો બંધ અને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધને કારણે ધંધાને અસર થઈ રહી છે.
ઓર્ડર મુજબ કરવામાં આવે છે ઉત્પાદન
ત્રિરંગાનું ઉત્પાદન કરનારા વેપારીઓએ જણાવ્યું કે ઓર્ડર મુજબ ધ્વજનું ઉત્પાદન થાય છે. કોરોનાના કારણે શાળા-કોલેજોમાં 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી નથી. જેના કારણે ત્રિરંગાના ઉત્પાદન પર અસર પડી છે. આ વર્ષે ભાગ્યે જ 10 થી 15% ઓર્ડર મળ્યા છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં તિરંગાનો ધંધો બંધ થવાના આરે આવી જશે.
સુરતમાં રેશમી ત્રિરંગો બનાવવામાં આવે છે
સ્કૂલ કોલેજ ઉપરાંત લોકો પોતાના ઘર, ઓફિસમાં પણ તિરંગો ફરકાવે છે. 26 જાન્યુઆરી 2002ના રોજ ભારતીય ફ્લેગ કોડમાં સુધારો કરીને ઘરો, ઓફિસો, કારખાનાઓમાં ત્રિરંગો ફરકાવવાની છૂટ આપવામાં આવી છે. ત્રિરંગો હંમેશા ખાદી, સુતરાઉ કે રેશમી કાપડનો બનેલો હોય છે. પરંતુ સુરત સિલ્કનું સૌથી મોટું ઉત્પાદક છે. અહીં બનેલા ધ્વજ સસ્તા છે. આ જ કારણ છે કે દેશભરમાં તેની માંગ છે.
આવતા વર્ષે સારા બિઝનેસની આશા
આમ, આ વખતે કોરોના તેમજ શાળા કોલેજો બંધ રહેવાંની અસર શહેરના ધ્વજના બિઝનેસ પર પડી છે. જોકે વેપારીઓને આશા છે કે હાલ હવે ત્રીજી લહેર ઓસરી ગઈ છે, જેથી આવનારું વર્ષ દેશ માટે અને તેમના વેપાર બંને માટે સારું અને ફળદાયી બની રહેશે
આ પણ વાંચો :Surat : શહેરમાં ત્રીજી લહેર પર આંશિક કાબુ, વિદ્યાર્થીઓમાં પણ સંક્રમણ ઘટતાં તંત્રને મોટી રાહત
આ પણ વાંચો : Surat: કોવિડ પોર્ટલ પર ડેટા નહીં મુકતી સેન્ટ્રલ ઝોનની 40 બેંકને પાલિકાની નોટિસ