ફરી કોરોનાનો ફૂંફાડો : ઓમિક્રોનના ખતરા વચ્ચે આ રાજ્યમાં કોરોના કેસમાં થયો ધરખમ વધારો
રાજધાની મુંબઈની વાત કરીએ તો બુધવારે શહેરમાં 490 નવા કોરોના કેસ નોંધાયા છે. પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાને કારણે એક પણ દર્દીનું (Corona Patient) મોત થયું નથી.
Maharashtra : કોરોનાની બીજી લહેર બાદ મહારાષ્ટ્રમાં ફરી કોરોના (Corona Case) માથુ ઉંચકી રહ્યો છે. બુધવારે કોવિડ-19 કેસની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 1,201 નવા કેસ સામે આવતા તંત્ર દોડતુ થયુ છે. કારણ કે 17 નવેમ્બર બાદ પ્રથમ વખત રાજ્યમાં કોરોનાના 1000થી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્ય સરકારના (Maharashtra Government) આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1,23,261 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે બાદ પોઝિટીવીટી રેટ 0.98 ટકા પર પહોંચ્યો છે.
સાથે જ રાજધાની મુંબઈની વાત કરીએ તો બુધવારે શહેરમાં 490 નવા કોરોના કેસ નોંધાયા છે. મંગળવારની સરખામણી કરીએ તો શહેરમાં 160 વધુ કેસ સામે આવ્યા હતા, પરંતુ રાહતની વાત એ છે કે કોરોનાને કારણે એક પણ દર્દીનું (Corona Patient) મોત થયું નથી.
ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોના કેસમાં ઉછાળો
બીજી બાજુ રાજ્યમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધતા કેસે પણ ચિંતા વધારી છે. સમગ્ર દેશની સરખામણીમાં મહારાષ્ટ્ર રાજ્યમાં ઓમિક્રોનના કેસ સૌથી વધુ છે. મળતા અહેવાલ મુજબ, મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 65 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 11 કેસની મંગળવારે પુષ્ટિ થઈ હતી. ત્યારે હાલ રાજ્યમાં ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોનાને કેસે તંત્રની ચિંતા વધારી છે.
ઓમિક્રોન વેરિઅન્ટે વધારી ચિંતા
સમગ્ર દુનિયા આજે ઓમિક્રોનની દહેશત હેઠળ જીવી રહ્યુ છે. ઓમિક્રોન વેરિઅન્ટના વધતા કેસે હાલ સરકારની ચિંતા વધારી છે. જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ નવા વેરિઅન્ટને કારણે એક પણ દર્દીનુ મોત થયુ નથી. મહારાષ્ટ્રમાં વધતા સંક્રમણને રોકવા માટે કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ સાથે આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. રાજ્યની નવી ગાઈડલાઈન અનુસાર વિદેશથી આવતા મુસાફરોને ફરજિયાત 14 દિવસ સુધી સંસ્થાકીય કોરોન્ટાઈનમાં રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Mumbai : બોલિવુડ ક્વીન પહોંચી ખાર પોલીસ સ્ટેશન, શીખ સમુદાય પરના વિવાદિત નિવેદનને કારણે કંગનાની વધી મુશ્કેલી
આ પણ વાંચો : Aryan Khan Updates: મુંબઈ પોલીસને ન મળ્યા ખંડણી સંબંધિત પુરાવા, આગામી આદેશ સુધી તપાસ રોકવામાં આવી