AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan Updates: મુંબઈ પોલીસને ન મળ્યા ખંડણી સંબંધિત પુરાવા, આગામી આદેશ સુધી તપાસ રોકવામાં આવી

Cruise Drug Case: છેલ્લા કેટલાંક દિવસોમાં બહુચર્ચિત આર્યન ખાન ડ્રગ કેસમાં વસુલીના કોઈ પુરાવા મળ્યા નથી. મુંબઈ પોલીસે તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી અને લગભગ 20 લોકોની પૂછપરછ કરી હતી.

Aryan Khan Updates: મુંબઈ પોલીસને ન મળ્યા ખંડણી સંબંધિત પુરાવા, આગામી આદેશ સુધી તપાસ રોકવામાં આવી
Aryan Khan (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 12:02 AM
Share

મુંબઈ પોલીસે (Mumbai Police) બુધવારે જણાવ્યું હતું કે તેમણે ડ્રગ્સ-ઓન-ક્રુઝ કેસના સંબંધમાં કરવામાં આવેલા ગેરવસૂલીના આરોપોની તપાસ કોઈ પુરાવા ન મળવાને કારણે અટકાવી દીધી છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો ( Bollywood superstar Shah Rukh Khan) પુત્ર આર્યન (Aryan Khan) ડ્રગ્સ જપ્તી કેસમાં આરોપીઓમાંનો એક છે. હાલ તે જામીન પર બહાર છે.

ન્યુઝ એજન્સી ANI અનુસાર મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે મુંબઈ પોલીસે તપાસ માટે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરી હતી અને લગભગ 20 લોકોની પૂછપરછ કરી હતી. હજી સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી, કારણ કે હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી.

થોડા દિવસો પહેલા આર્યન ખાનને મળી હતી રાહત

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને તાજેતરમાં જ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી હતી. આ કિસ્સામાં આર્યન ખાને દર અઠવાડિયે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ઓફિસમાં હાજરી આપવાની જરૂર નથી.

સાક્ષી બનેલા પ્રભાકરે કર્યો હતો ચોંકાવનારો ખુલાસો

એનસીબીના સાક્ષી બનેલા પ્રભાકરે ખુલાસો કર્યો હતો કે ગોસાવીએ આર્યન ખાનને કેસમાંથી બહાર કાઢવા માટે 25 કરોડ રૂપિયાની સ્પષ્ટ માંગણી કરી હતી. આ ઘટના સામે આવતાની સાથે જ મુંબઈ પોલીસે SIT ટીમ બનાવી અને મામલાના તળિયે જવાનો પ્રયાસ કર્યો. કહેવાય છે કે આ મામલે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની ગોસાવી અને સેમ ડિસોઝાને મળવા આવી હતી. પ્રભાકરે એ વાત સામે લાવવાનો પણ પ્રયાસ કર્યો હતો કે મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં પૂજા દદલાની પોતાની બ્લુ કારમાં ગોસાવી અને સેમને મળવા આવી હતી.

મહારાષ્ટ્રના રાજકારણમાં સર્જાયો હતો ભૂકંપ

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને અન્ય 19 લોકોની બાદમાં ક્રુઝ ડ્રગ્સ કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ મહારાષ્ટ્રનું રાજકારણ પણ ગરમાયું હતું. એનસીપી લીડર નવાબ મલિકે સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા એનસીબી ઓફિસર સમીર વાનખેડે પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. મલિકે NCB અધિકારી પર વારંવાર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ક્રુઝ ડ્રગ્સ કેસ ‘બનાવટી’ છે. ત્યારબાદ સમાર વાનખેડેના પિતા  કોર્ટમાં પહોચ્યા હતા. આ તરફ ભાજપ નેતાઓએ પણ નવાબ પર પણ ઘણા આરોપો લગાવ્યા હતા.

આ પણ વાંચો : Maharashtra Omicron Alert ! મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર પર છવાયા જોખમના વાદળો, RT-PCR ટેસ્ટમાં 8 પોલીસકર્મીઓ સહિત 10 કોવિડ પોઝિટિવ મળી આવ્યા

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">