Maharashtra : “જો વિધાનસભાની ચૂંટણી ન હોત તો મોદી સરકારે કાયદો પાછો ખેંચ્યો ન હોત”, કૃષિ કાયદાને લઈને શરદ પવારના મોદી સરકાર પર પ્રહાર
NCP વડા શરદ પવારે કહ્યું કે, "જો કેન્દ્રએ રાજ્યોને વિશ્વાસમાં લીધા હોત અને સંસદમાં ત્રણ કૃષિ કાયદાઓ પર ચર્ચા કરી હોત તો આજે પરિસ્થિતિ કંઈક અલગ હોત."
Maharashtra : NCPના વડા શરદ પવારે ત્રણ કૃષિ કાયદાઓ પાછી ખેંચવા પર PM મોદી પર આકરા પ્રહારો કર્યા છે. પવારે કહ્યું કે જો આગામી વિધાનસભાની ચૂંટણી(Assembly Election) ઘણા રાજ્યોમાં ન યોજાઈ હોત તો મોદી સરકારે ક્યારેય કાયદાને રદ કરવાનો નિર્ણય લઈ ન લીધો હોત.PM મોદી દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ (Farm Laws Withdrawn) પાછા ખેંચવાની જાહેરાત બાદ તમામ વિપક્ષી પાર્ટીએ તેને ચૂંટણી પ્રભાવિત નિર્ણય ગણાવ્યો છે. જે બાદ હવે NCP વડા શરદ પવારે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.
પવારે બુધવારે સતારામાં કહ્યું હતું કે, જો કેન્દ્રએ રાજ્યોને વિશ્વાસમાં લીધા હોત અને સંસદમાં ત્રણ કૃષિ કાયદાઓ પર ચર્ચા કરી હોત તો આજે સ્થિતિ અલગ હોત. પવારે વધુમાં કહ્યું હતું કે જો આગામી ચૂંટણીઓ ન યોજાઈ હોત તો કાયદાને રદ કરવાનો નિર્ણય ન લેવાયો હોત.
If the Centre had taken the States into confidence & discussed the three farm laws in the Parliament, then the situation could’ve been different today…If there were no upcoming elections a decision to repeal the laws may not have been taken: NCP’s Sharad Pawar in Satara y’day pic.twitter.com/H0hyXNeFvo
— ANI (@ANI) November 25, 2021
મહા વિકાસ અઘાડી ફરીથી સરકાર બનાવશે
બીજી તરફ પવારે મહા વિકાસ આઘાડી (MVA) સરકારના પતનના ભાજપના દાવાઓ પર વળતો પ્રહાર કર્યો હતો. પવારે કહ્યું કે, હું દ્રઢપણે માનું છું કે આ સરકાર તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. જો તેઓ આગામી ચૂંટણી સાથે મળીને લડશે તો ફરી સત્તામાં આવવાનો તેણે દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે, મહા વિકાસ અઘાડીમાં NCPની સાથી શિવસેના (Shiv Sena) પણ કૃષિ કાયદાઓને પાછી ખેંચવાના નિર્ણયને લઈને મોદી સરકાર પર સતત ટીકા કરી રહી છે. તાજેતરમાં સામનાના તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે, ‘વડાપ્રધાન મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી છે. પરંતુ ખેડૂતો તેમનું આંદોલન પાછું ખેંચવા તૈયાર નથી.’
સામનામાં વધુમાં લખવામાં આવ્યું છે કે, જ્યાં સુધી સંસદમાં ઠરાવ રજૂ કરીને આ કાયદાને રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ જણાવ્યું હતું. મતલબ કે ખેડૂતો દેશના વડાપ્રધાનની વાત માનવા તૈયાર નથી. ખેડૂતોને વડાપ્રધાનમાં વિશ્વાસ નથી.