દુકાનદારોને હનુમાન ચાલીસા નથી આવડતી તો તેના ત્યાંથી માલ સામાન ન ખરીદો, મહારાષ્ટ્ર સરકાર આવી એક્શનમાં
મોદી સરકાર દ્વારા હાલમાં સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી છે અને એવામાં હવે મહારાષ્ટ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. નિતેશ રાણે કહે છે કે, જો દુકાનદારને હનુમાન ચાલીસા નથી આવડતી તો તેમની પાસેથી કોઇ માલ સામાન ખરીદશો નહી.

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાએ સમગ્ર દેશને શોકમાં નાખી દીધું છે, જેને લઈને હિન્દુસ્તાનની સરકારમાં અને જનતામાં આક્રોશ ફેલાયો છે. મોદી સરકાર દ્વારા હાલમાં સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી છે અને એવામાં હવે મહારાષ્ટ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે.
મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ શુક્રવારે એલાન કર્યું કે, હિંદુઓ હવે કોઈ પણ વસ્તુ ખરીદે તે પહેલા જાણી લે કે દુકાનદારનો ધર્મ કયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જો દુકાનદારને હનુમાન ચાલીસા ન આવડે તો તેના ત્યાંથી માલ ખરીદવાની જરૂર નથી.
VIDEO | Addressing the Hindu Dharma Sabha rally in Ratnagiri, Maharashtra Minister Nitesh Rane (@NiteshNRane) says, “They asked our religion before killing us. They asked Hindus to recite Kalimas. Hindus should also come together. Now, you go ask the religion of the shopkeepers… pic.twitter.com/22flgPhARk
— Press Trust of India (@PTI_News) April 25, 2025
સમગ્ર મામલો એમ છે કે, રત્નાગિરીમાં એક સભાને સંબોધતા મંત્રી રાણેએ કહ્યું કે, આતંકવાદીઓએ આપણી જનતાને મારતા પહેલા ધર્મ વિશે પૂછ્યું હતું. બસ આ બાબતને આપણે ધ્યાન રાખીએ અને હવે માલ સામાન ખરીદતા પહેલા દુકાનદારને પૂછીએ કે તેને હનુમાન ચાલીસા આવડે છે કે નહી. જો દુકાનદાર એમ કહે છે કે, તે હિંદુ છે તો તેની પાસેથી હનુમાન ચાલીસા બોલાવવામાં આવે. જો દુકાનદારને હનુમાન ચાલીસાનો પાઠ નથી ખબર તો તેની પાસેથી કોઇ જ માલ ખરીદવો નહી.
નિતેશ રાણેએ વધુમાં કહ્યું કે, આતંકવાદીઓ જો ધર્મ પૂછીને આપણી સાથે આવો ખરાબ વ્યવહાર કરી શકે છે તો પછી આપણે શું કામ તેમની પાસેથી માલ સામાન ખરીદીએ? શું કામ આપણે તેઓને અમીર બનાવીએ? એવામાં આપણે પણ એક સંકલ્પ કરવો જોઈએ કે, આપણે જે પણ માલ સામાનની ખરીદી કરીએ તે ફક્ત હિંદુઓની દુકાનેથી જ ખરીદીએ.
જણાવી દઈએ કે, 22 એપ્રિલે થયેલ આતંકી હુમલામાં લગભગ 26 જેટલા લોકોનું મોત નિપજ્યું હતું. આતંકીઓએ ટુરિસ્ટોને ગોળી મારતા પહેલા ધર્મ વિશે પૂછ્યું હતું.
