આગ જેવી આપાતકાલિન પરિસ્થિતિમાં આટલું ધ્યાન રાખો, પોતાનો અને પરીવારનો જીવ બચાવો

આપણે બધા આપણા પરિવાર અને પોતાના માટે આવી કોઈ પણ પરિસ્થિતિ ટાળવા માગીએ છીએ, આવી સ્થિતિમાં આપણે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી અકસ્માત ન થાય. તેમ છતાં ક્યારેક આવી ઘટના બને છે તો તેનો સામનો કરવા માટે મેન્ટલી અને ફીઝીકલી તૈયાર રહેવું જોઈએ.

આગ જેવી આપાતકાલિન પરિસ્થિતિમાં આટલું  ધ્યાન રાખો, પોતાનો અને પરીવારનો જીવ બચાવો
મુંબઈની એક ઈમારતમાં લાગી હતી આગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 7:18 AM

તાજેતરમાં મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં એક 60 માળની બીલ્ડીંગમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. નોંધનીય છે કે જ્યારે આવી ઇમારતોમાં આગ ફાટી નીકળે છે ત્યારે મોટા પાયે જાનમાલનું નુકસાન થાય છે. ઘણા લોકો ભયના કારણે ઈમારતો પરથી કૂદવાનો પ્રયાસ કરે છે અને મોતને ભેટે છે.

આપણે બધા આપણા પરિવાર અને પોતાના માટે આવી કોઈ પણ પરિસ્થિતિ ટાળવા માગીએ છીએ, આવી સ્થિતિમાં આપણે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી અકસ્માત ન થાય. તેમ છતાં ક્યારેક આવી ઘટના બને છે તો તેનો સામનો કરવા માટે મેન્ટલી અને ફીઝીકલી તૈયાર રહેવું જોઈએ.

રોંજીદા જીવનમાં રાખો આ તકેદારી

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

દરરોજ અથવા નિશ્ચિત સમયે તમારા ઘરમાં કેબલ અને એક્સ્ટેંશન કોર્ડ તપાસો. ઘર છોડતા પહેલા અથવા સૂતા પહેલા બધું બંધ કરવાની ટેવ પાડો. વિદ્યુત ઉપકરણો પણ આગ લાગવાનું એક કારણ છે. બિલ્ડિંગની ફાયર સેફ્ટી તપાસો અને જો તમને લાગે કે તેમાં કોઈ ખામી છે, તો બિલ્ડિંગના મેનેજમેન્ટ અને તમારા પડોશીઓ સાથે વાત કરો.

ખાસ કરીને જ્યારે તમારા ઘરનું વાયરીંગ જુનું છે અને તમે ઘરમાં એસી જેવા વધારે વીજલોડ લેતા ઉપકરણો લગાવો છો તો વાયરીંગ ખાસ ચેક કરાવો. કારણકે એસી જેવા ઉપકરણો વધારે વીજ લોડ લેતા હોય છે. જુના વાયરીંગમાં દબાણ વધવાને કારણે આગ લાગવાની શક્યતા વધી જાય છે.

બધા રૂમમાં ફાયર એલાર્મ અવશ્ય લગાવો. તે કિંમતમાં સસ્તા છે. ઉપરાંત ઇન્સ્ટોલ કરવા માટે પણ સરળ છે અને બેટરી પર ચાલે છે. અગ્નિશામક ઉપકરણો, ઇમરજન્સી લેમ્પ્સ, ધુમાડાના માસ્ક, ફાયર ધાબળા અને દોરડા ખરીદો, જો કે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે જે પણ ખરીદો છો તે અધિકૃત વિક્રેતા છે.

આગમચેતી રૂપે તમારા બીલ્ડીંગમાં કેટલા ઈમરજન્સી ગેટ છે. અને જો કોઈ આગ જેવા આપાત કાલિન પરીસ્થીતી સર્જાય છે તો તમે કેવી રીતે સુરક્ષીત બહાર નીકળશો તે વિશે માહીતી મેળવી લો.

આગ લાગવાની સ્થીતીમાં આટલું ધ્યાન રાખો

આગ લાગ્યા પછી બિલકુલ ગભરાશો નહીં. જો ત્યાં ધુમાડો હોય, તો તમારું માથું નીચે રાખો. જો ત્યાં કોઈ પણ સુરક્ષા ઉપાય નથી, તો પછી તમારા રૂમાલને પાણીમાં પલાળીને તમારા નાક પર મૂકો. આનાથી કાર્બનના કેટલાક કણો દૂર થઈ જશે, તમે સારી રીતે શ્વાસ લઈ શકશો.

જો કોઈ વ્યક્તિ આગમાં સપડાઈ ગયો હોય, તો તેને જમીન પર સૂવડાવો નહીં. તેને ધાબળામાં અથવા કોઈ ભારે કપડામાં લપેટવાનો પ્રયાસ કરો.  બીજી તરફ, જો તમે એવા કપડા પહેર્યા હોય જે ઝડપથી આગ પકડી શકે, તો તેને ઉતારીને ફેંકી દો, આવી સ્થિતિમાં તમારો જીવ બચાવવો વધુ જરૂરી છે.

જો તમે તમારા એપાર્ટમેન્ટને છોડી શકતા નથી, તો કોઈપણ સ્થાનો જ્યાંથી ધુમાડો આવી શકે છે તેને બંધ કરો. પછી ફાયર વિભાગને કૉલ કરો અને તમારા સ્થાન વિશે સાચી માહિતી આપો. મહત્વની વાત આગ લાગવાની પરીસ્થીતીમાં બહાર નીકળવા માટે ક્યારેય લીફ્ટનો ઉપયોગ ન કરો.

આ પણ વાંચો : Aryan Khan Drugs Caseમાં સમીર વાનખેડેની નોકરી જશે કે નવાબ મલિકનું મંત્રીપદ? આ જોવાનું રહેશે: રામદાસ આઠવલે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">