Jalgaon Helicopter Crash : જલગાંવમાં હેલિકોપ્ટર તુટી પડતાં એકનું મોત, એક ઘાયલ

|

Jul 16, 2021 | 10:13 PM

દુર્ઘટના સતપુરાના પહાડી વિસ્તારમાં આવેલા વર્દી ગામમાં બની હતી અને સાંજે 5:15 વાગ્યે અધિકારીઓને ઘટનાની જાણકારી મળતાં જ બચાવ ટીમ રવાના થઈ હતી.

Jalgaon Helicopter Crash : જલગાંવમાં હેલિકોપ્ટર તુટી પડતાં એકનું મોત, એક ઘાયલ
Helicopter crashes in Maharashtra's Jalgaon, 1 dead another injured

Follow us on

મહારાષ્ટ્રનાં જલગાંવમાં હેલિકોપ્ટર ક્રેશ (Helicopter Crash) થવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિ ઘાયલ થયેલ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને સ્થાનીક  વહીવટીતંત્ર બચાવ અને રાહત કામગીરીમા લાગી ગયા હતા.

NMIMS એકેડેમી ઓફ એવિએશનનું  ટ્રેનિંગ એરક્રાફ્ટ(aircraft) હતું જેમાં તાલીમ આપતા એક ઈંસ્ટ્રક્ટરનું મૃત્યું થયું અને ટ્રેની ગંભીર રીતે ઘાયલ થયા છે. નાગરીક વિમાનન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિંયાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે એક ટીમની રચના કરવાની વાત પણ કરી હતી.

દુર્ઘટના સતપુરાના પહાડી વિસ્તારમાં આવેલા વર્દી ગામમાં બની હતી અને સાંજે 5:15 વાગ્યે અધિકારીઓને ઘટનાની જાણકારી મળતાં જ બચાવ ટીમ રવાના થઈ હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ઉલ્લેખનીય છે કે,  આ દુર્ઘટનામાં વિમાન ઉડાવી રહેલા પાઈલટ(Pilot)નું મૃત્યુ થયું છે અને ટ્રેનિંગ લઈ રહેલા વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.

આજનો દિવસ ખુબ દુર્ભાગ્યપુર્ણ રહયો છે. રશિયાના(Russia) ટોમ્સ્કના સાઇબેરીયન ક્ષેત્રમાં પણ An-28 પેસેન્જર વિમાન ગાયબ થયું છે. જેંમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા એ સ્પષ્ટ જાણવા નથી મળ્યું. પણ વિવિધ ન્યુઝ એજન્સી દ્વારા મળેલી માહીતી મુજબ અંદાજીત 13થી 17 લોકો હતા.

ઉત્તર કેલિફોર્નિયામાં બે મહિલાઓ માટે ગુરુવાર ગોઝારો સાબિત થયો. ઉત્તર કેલિફોર્નિયાના પહાડી વિસ્તારમાં એક ખાલી ઘરમાં નાનું વિમાન ક્રેશ થવાથી બે મહિલાઓના મોત થયા હતાં

પેસિફિક ગ્રોવની મેરી એલન કાર્લિન મંગળવારે આ વિમાન ઉડાવી રહી હતી અને રાંચો કોર્ડોવાની એલિસ ડિયાન એમિગ તેના પાલતું કુતરા ટોબી સાથે બોર્ડમાં સવાર હતી. આ જાણકારી એમિડનાં પરીવારે મોન્ટેરી ખાઈ વિસ્તારનાં ન્યુઝ સ્ટેશનને આપી હતી.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા મળેલી માહીતી મુજબ વિમાને મોન્ટેરી ક્ષેત્રના હવાઈ અડ્ડાથી ઉડાન કર્યું અને ગણતરીની મિનિટોમાં જ 8 કિલોમિટરની દુરી પર એક ખાલી ઘરમાં તુટી પડ્યું હતું

દુર્ઘટનાનાં કારણે ઘરમાં આગ લાગી હતી અને આજુ-બાજુના ઝાડી વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી પરંતુ કર્મચારીઓની સજાગતાને કારણે મંગળવારે જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.

કાર્લિન ફ્લાઈટ પ્રશીક્ષક હતી તેમજ પ્લેનની માલિક પણ હતી. એમિગ અને કાર્લિને મોન્ટેરીથી માથેર જવાની યોજના બનાવેલી હતી. પણ આ દુર્ઘટનામાં બંનેનું મૃત્યુ થયું હતું.

 

આ પણ વાંચોઃ Gujarat : મુખ્યમંત્રીનો કોર કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણય, 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની સમયમર્યાદા 31 જુલાઇ સુધી લંબાવાઇ

 

Next Article